‘જળ, જમીન અને જોરૂ, આ ત્રણેય કજીયાના છોરુ…’, અમદાવાદમાં બન્યો આ કહેવતને સાર્થક કરતો કિસ્સો!

ગુરુવારે મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ નો બનાવ બન્યો હતો. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો અને તપાસ કરતા સામે આવ્યું છે કે મિલકતના વિવાદમાં બે ભાઈઓ વચ્ચે થયેલ ઝઘડામાં આ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

‘જળ, જમીન અને જોરૂ, આ ત્રણેય કજીયાના છોરુ…’, અમદાવાદમાં બન્યો આ કહેવતને સાર્થક કરતો કિસ્સો!

ઝી બ્યુરો/અમદાવાદ: કહેવાય છે કે જળ, જમીન અને છોરુ ત્રણેય કજિયા ના છોરું આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ અમી એપાર્ટમેન્ટમાં ગુરુવારે મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ નો બનાવ બન્યો હતો. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો અને તપાસ કરતા સામે આવ્યું છે કે મિલકતના વિવાદમાં બે ભાઈઓ વચ્ચે થયેલ ઝઘડામાં આ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

આરોપી પ્રવેન્દ્ર માહુરના માતાનું નિધન 7 મી ફેબ્રુઆરી ના દિવસે થયું હતું.જેથી પ્રવેન્દ્ર તેનો ભાઈ ગજેન્દ્રસિંહ અને અન્ય સગા સબંધીઓ ઘાટલોડીયા અમી એપાર્ટમેન્ટમાં આવેલ અજેન્દ્રસિંહના ઘરે ભેગા થયા હતા.જ્યાં માતા ની મિલકત ને લઈ ને પ્રવેન્દ્ર અને ગજેન્દ્રસિંહ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. 

જો કે સગા સબંધી ઓએ મધ્યસ્થી કરી મામલો શાંત પાડ્યો હતો. પરંતુ રાત્રીમાં સવા અગિયાર આસપાસ પ્રવેન્દ્ર અને તેના પત્ની ફરી થી આવ્યા હતા. અને બોલાચાલી ઝઘડો કરી પ્રવેન્દ્ર એ તેની પાસે રહેલ રિવોલ્વર થી હવા માં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જે બાબત ની જાણ પોલીસને થતા પોલીસે આરોપીની ધરપકડ કરી ને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ એ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રિવોલ્વર અને કેટલાક કારતુસ પણ કબ્જે કર્યા છે.આરોપી પાસેથી કબજે કરેલ રિવોલ્વરનું લાયસન્સ પણ રદ્દ કરવા અંગે પોલીસ કાર્યવાહી કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news