ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ પર હુમલો કરી રિવોલ્વર છીનવી ભાગવાનો શોર્ટકટ અપનાવ્યો, પણ પોલીસે ત્વરિત સ્વબચાવમાં ગોળી ધરબી દઈને તેનો તમામ અહંકાર ઓગાળી નાખ્યો છે. પગમાં ગોળી વાગતાં જમીન પર ઢળી પડેલા આરોપીને જ્યારે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, ત્યારે પોલીસનો આકરો મિજાજ જોઈને તે લંગડાતાં-લંગડાતાં બંને હાથ જોડી અને કાન પકડીને ‘સાહેબ હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો’ની ભીખ માગતો નજરે પડ્યો હતો. આ સનસનાટીભરી એન્કાઉન્ટર ઘટનામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે, જ્યારે ઘટનાની ગંભીરતાને પગલે જેસીપી અને ડીસીપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો રાતોરાત સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો.
અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રિશા સ્પાના મેનેજરની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે હત્યામાં સામેલ ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં ગર્લફ્રેન્ડ વિવાદને કારણે સ્પા મેનેજરની હત્યા કરવાનું સામે આવ્યું છે.
Ahmedabad Crime News: અમદાવાદના વિવેકાનંદનગરમાં વેપારી પર થયેલા જીવલેણ છરી હુમલાના કેસમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે અગાઉ હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડ્યા બાદ, હવે આ સમગ્ર ષડયંત્રના મુખ્ય કાવતરાખોર રાજેશકુમાર સાંકળભાઈ મહીડાની પણ ધરપકડ કરી લીધી છે.
Behrampura Murder Case: અમદાવાદમાં એક એવી ઘટના બની, જે સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે. અમદાવાદનો એક પરિવાર ઘરમાં ખુશીનો માહોલ હતો, જન્મદિવસની ઉજવણી થઈ રહી હતી. પણ કોને ખબર હતી કે આ ખુશી, થોડી જ વારમાં કલ્પાંતમાં ફેરવાઈ જશે?
Ahmedabad News: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી એક હત્યાની ઘટના સામે આવી છે. પાણીના સામાન્ય ટીપણા (બેરલ) માંથી હાથ-મોં ધોવા જેવી એકદમ નજીવી બાબતમાં બોલાચાલી થઈ અને મામલો એટલો બીચક્યો કે એક યુવકની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. અમરાઈવાડી પોલીસે ગણતરીના કલાકમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad Murder: એક માનવીની જિંદગીની કિંમત કેટલી હોય? કોઈ કહેશે કિંમતી, કોઈ કહેશે અનમોલ, પણ અમદાવાદની આ સનસનાટીભરી ઘટના સાંભળીને તમારા કાન ઊભા થઈ જશે. કારણ કે અહીં એક હસતા-રમતા યુવકને માત્ર ને માત્ર સાતસો રૂપિયા માટે મોતને ઘાટ ઉતારી દેવાયો!
Ahmedabad News: શું અમદાવાદ જેવા મેગા સિટીમાં હવે દીકરીઓ સુરક્ષિત નથી? શું સામાજિક બદનામીનો ડર કોઈ માસૂમને આ હદે લાચાર બનાવી શકે છે કે નરાધમો તેનો ફાયદો ઉઠાવી જાય? જી હા, અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાંથી એક એવી હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી છે.
Ahmedabad News: શહેરના દાણીલીમડા વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા નિપજાવી. બહેન વિશે બિભત્સ શબ્દો બોલતા મિત્રની હત્યા નિપજાવી હોવાનુ સામે આવ્યુ છે. મહત્વનું છે કે, આખો દિવસ સાથે રહ્યા બાદ મિત્ર સાથે તકરાર થતા મિત્રએ જ છરીના ઘા મારી હત્યા કરી. સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોધી હત્યારા મિત્રની ધરપકડ કરી છે.
Ahmedabad News: અમદાવાદમાં બનેવીએ સગીર સાળી પર નજર બગાડી દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. અમારીવાડી વિસ્તારમાં સાળીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બનેવીની અમરાઇવાડી પોલીસે ધરપકડ કરી છે.
Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યના અસલાલીમાં સોનાના હાર અને આડા સંબંધના કારણે મોતનો ખેલ ખેલાયો છે. અસલાલી પોલીસે સાસુ, પતિ, પ્રેમી સહિત ચારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં રિક્ષામાં બેસવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બે મિત્રોએ મળીને કચરો વીણતા સુલેમાન શેખ પર જીવલેણ હુમલો કરી તેની હત્યા નીપજાવી છે. વટવા પોલીસે કાર્યવાહી કરી બન્ને આરોપીઓને જેલ ભેગા કર્યા છે.
Ahmedabad News: અમદાવાદમાં રિટાયર્ડ PIએ પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો છે. સુસાઈડ નોટ અનુસાર, નિવૃત્તિ બાદ તેમને જમવાનું અપાતું નહોતું અને પુત્ર મારઝૂડ કરતો હતો. મિલકત અને પેન્શન મુદ્દે થતા માનસિક-શારીરિક ટોર્ચર અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Ahmedabad News: અમદાવાદના વાડજમાં હાઉસકીપિંગ કંપનીના ફિલ્ડ ઓફિસરનું પગાર બાબતે કર્મચારીઓએ અપહરણ કરી માર માર્યો હતો. વાડજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સગીર સહિત સાત આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
Ahmedabad Crime News: અમદાવાદ શહેર પોલીસ જ્યારે રથયાત્રામાં હતી, ત્યારે જ અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં એક એવી પ્રેમ કહાની સામે આવી છે, જે સાંભળીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. એક જીજાજીએ પોતાની પત્ની અને માસૂમ બાળકોના સુખને સાળીના મોહમાં હોમી દીધું. સગીર સાળીને પામવા માટે જીજાજીએ એવું ક્રાઇમ હાઇવોલ્ટેજ ડ્રામા રચ્યો કે પોલીસ પણ 8 મહિના સુધી અંધારામાં રહી. પરંતુ કહેવાય છે ને કે 'ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, એક ભૂલ તેને જરૂર પકડાવે છે. અહીં એક ઇન્સ્ટાગ્રામ આઈડી 'દિલો કી રાની'એ આખા કાવતરાની પોલ ખોલી નાખી છે. શહેરકોટડા પોલીસે હૈદરાબાદથી આ પ્રેમી પંખીડાઓને ઝડપી પાડ્યા છે.
shaktisinh gohil nephew one mistake destroy whole family
Ahmedabad News: કોંગ્રેસે નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને તેની પત્નીના મોતનો મામલે સ્થળ પર પહોંચેલ 108 ઇમરજન્સી ટિમ સાથે z 24 કલાક ની exclu ખાસ વાત. 11.42 વાગે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને કોલ મળતા 2 મિનિટમાં ટિમ સ્થળ પર પહોંચી. યશરાજ જ ટીમને લેવા નીચે પહોંચ્યા હતા. A બ્લોકમાં 502 નંબરના મકાનમાં બની હતી ઘટના. બાદમાં ટીમ ઉપર પહોંચતા રૂમમાં બેડ નીચે મહિલા ઢળેલા પડ્યા હતા
Ahmedabad News: અમદાવાદમાં મસ્તાની ગેંગના વ્યાજખોરનો આંતક સામે આવ્યો હતો. જમીન દલાલ પર હથિયારોથી હુમલો કરીને હત્યાનો પ્રયાસની ઘટનામાં અગાઉ મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓ પકડાયા બાદ મસ્તાની ગેંગનો વધુ એક સાગરીતની પોલીસે ધરપકડ કરી છે.
Pet Cat Killed in Ahmedabad: ક્રૂરતા પૂર્વક બિલાડીને મારી નાખનાર યુવકની વાડજ પોલીસે ધરપકડ કરી છે. ગર્ભવતી પત્નીને બિલાડીએ ઈજા પહોચાડી હોવાથી ગુસ્સામાં પાલતુ બિલાડીને ખુલ્લા પ્લોટમાં લઈ જઈ પથ્થર મારી મોત નીપજાવ્યું હતું. જેનો વીડિયો સામે આવતા વાડજ પોલીસે પશુ ક્રૂરતા સંરક્ષણ અધિનિયમનની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી.
અમદાવાદ શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવરંગપુરા વિસ્તારમાં બેંકની બહાર રહેલા ગાર્ડથી ભૂલથી ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું. સ્થળ પર હાજર અન્ય ગાર્ડને ગોળી વાગવાથી પગમાં ઈજા પહોંચી. ફાયરિંગ થયેલ ગાર્ડની હાલ અટકાયત કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવશે કે ભૂલથી ગોળી છૂટી કે પછી કોઈ અન્ય કારણ હતું...
અમદાવાદ શહેરના નોબલનગરમાં સગીર વયનો કિશોર ગાડી ચલાવતો ત્યારે ત્રણ વર્ષની બાળકી ગાડી નીચે આવી. બાળકીનો આબાદ બચાવ થયો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.
અમદાવાદ: રિવરફ્રન્ટ પાસે કારમાં યુવક અને યુવતીની ચાલી રહી હતી દારુ પાર્ટીની મહેફિલ, પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યા
ગુજરાતમાં ક્રાઈમ રેટ સરેરાશ વધતો જતો હોય તેવી ઘટનાઓ બની રહી છે. ક્યાક મારામારી તો ક્યાક હત્યાના બનાવ થઈ રહ્યા છે. રાજકોટ, પાટણ કે અન્ય કોઈ વિસ્તારોમાંથી અવારનવાર હત્યાના કેસ સામે આવે છે. જો અમદાવાદની વાત કરીએ તો શહેર ગુજરાતનું ક્રાઈમ કેપિટલ બની ગયું હોય તેવું લાગે છે. આ પ્રકારની ઘટનાઓ જોઈ સવાલો ઉઠે છે કે શું ગુનેગારોને હવે પોલીસનો ડર રહેતો નથી? રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યારે સુધરશે? અમદાવાદમાં છેલ્લા એક દિવસમાં જ બે હત્યાના મામલા બહાર આવ્યા છે. આ પ્રકારના વધતા જતા બનાવને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયેલ છે.