લોહીનો સબંધ જ લોહીયાળ બન્યો! અન્ય સ્ત્રી જોડે આડા સંબંધની આશંકામાં સગા પુત્રએ પિતાની ઠંડા કલેજે હત્યા
પોલીસની ચહલ પહલ અને અને લોકોના ચહેરા પણ અચંબિતતા જોઈને ખ્યાલ આવી જાય છે કે કંઈક અજુગતી ઘટના બની છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં એક દીકરો જ બાપનો હત્યારો બન્યો હતો. ઉપરા છાપરી ચપ્પુના 10 જેટલા ઘા ઝીંકી બાપને મોતને ઘાટ ઉતારી દીધો.
Trending Photos
સંદીપ વસાવા/ઉમરપાડા: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામા જેને લાડકોડથી ઉછેર કર્યો. જેના માટે બાપ એ રાત દિવસ એક કરી મહેનત કરી એ જ દીકરાએ અન્ય પિતાના અન્ય યુવતી સાથેના આડા સંબંધની આશકામાં બાપને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર મામલે ઉમરપાડા પોલીસે હત્યારા પુત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો.
પોલીસની ચહલ પહલ અને અને લોકોના ચહેરા પણ અચંબિતતા જોઈને ખ્યાલ આવી જાય છે કે કંઈક અજુગતી ઘટના બની છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં એક દીકરો જ બાપનો હત્યારો બન્યો હતો. ઉપરા છાપરી ચપ્પુના 10 જેટલા ઘા ઝીંકી બાપને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઉમરપાડાના ઉમરગોટ ગામ ખાતે આવેલ કદવાલી ફળિયામાં રહેતા છત્રસિંગ નાનસિંગ વસાવા જેઓ ઉમરપાડા ના કેવડી ગામની મુખ્ય બજારમાં ફર્નિચરનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.
ગત પાંચ તારીખના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં પિતા છત્રસિંગ નાનસિંગ વસાવા ઘરે બેઠા હતા તે દરમિયાન તેઓનો દીકરો અનીશ ઘરે આવ્યો હતો અને આટલી ઉંમરે અન્ય સ્ત્રી જોડે આડા સંબંધ કેમ રાખો છો, તમને શરમ નથી આવતી તેમ કંઈ ઉશ્કેરાઈ ગયો હતો. અને આવેશમાં આવીને પિતા છત્રસિંગ નાનસિંગ વસાવાને છાતી, માથા અને હાથના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેને લઇને છત્રસિંગ લોહીથી લથપથ થઈ ગયા હતા. ઘરમાં રસોઈ બનાવી રહેલ પત્ની કીર્તિ બેન સહિત આજુબાજુમાં રહેતા પાડોશીઓ દોડી આવતા પુત્ર અનીશ સ્થળ પરથી ભાગી ગયો હતો. પાડોશીઓ તાત્કાલિક 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતા તાત્કાલિક ઉમરપાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતદેહનું પી.એમ કરાવી હત્યારા પુત્રને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન ગણતરીની કલાકોમાં જ પોલીસ આ હત્યારા પુત્રના કોલર સુધી પહોંચી ગઈ હતી અને તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધની આશંકામાં પોતાના જ બાપને મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારા પુત્ર પોલીસે જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શ્રણીક આવેશમાં આવી વ્યક્તિ ન કરવાનું કરી બેસતો હોય છે. ગંભીર ઘટનાને અંજામ આપી દે છે. ત્યારે આ ઘટના પરથી એટલું સ્પષ્ટત થાય છે કે ક્ષણિક ગુસ્સાના કારણે એક જ પરિવારનો માળો પીંખાય ગયો. પિતાની હત્યા થતા પિતાએ દુનિયા છોડી છે તો હત્યામાં પુત્રએ જેલવાસ ભોગવાનો વારો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે