Union Budget 2022: ગુજરાતને કેટલું ગમ્યું બજેટ? જાણો ઉદ્યોગ જગતના દિગ્ગજોનો અભિપ્રાય

વાપી ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશને આજ રોજ ભારત સરકારના નાણાંમંત્રી નીમલા સીતારમણ જે બજેટ જાહેર કર્યું તેને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનને આવકાર્યું છે. વાપીના ઉદ્યોગકારોએ આ બજેટને આવકાર આપ્યો છે..

 Union Budget 2022: ગુજરાતને કેટલું ગમ્યું બજેટ? જાણો ઉદ્યોગ જગતના દિગ્ગજોનો અભિપ્રાય

નવી દિલ્હીઃ દેશમાં આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે લગભગ 91 મિનિટ સુધી ચાલેલા ભાષણમાં જનતા અને સંસદની સામે બજેટ રજૂ કર્યું. દર વખતની જેમ આ વખતનું બજેટ પણ વિપક્ષને પસંદ આવ્યું ન હતું. જો કે બજેટને લઈને દરેકનો પોતાનો અભિપ્રાય છે. કેટલાકને આ બજેટ ખૂબ જ ફાયદાકારક લાગે છે તો કેટલાક તેને માત્ર મોટા ઉદ્યોગપતિઓનું બજેટ કહી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ બજેટ પર ઉદ્યોગના દિગ્ગજ લોકોનું શું કહેવું છે.

વાપી ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશને આજ રોજ ભારત સરકારના નાણાંમંત્રી નીમલા સીતારમણ જે બજેટ જાહેર કર્યું તેને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનને આવકાર્યું છે. વાપીના ઉદ્યોગકારોએ આ બજેટને આવકાર આપ્યો છે અને નાણામંત્રીએ જે પણ યોજનાની જાહેરાત કરી તેની પ્રસંશા કરી છે. જેમાં ખાસ કરીને ડિજિટલ કરન્સીને લઈ વાપીના ઉદ્યોગ એ સારૂ પગલું ગણાવ્યું છે. આવનાર સમયમાં આનાથી ખુબ જ ફાયદો થશે તેવું અહીંના લોકોનું માનવું છે.

વાપીમાં ખૂબ મોટા પાયે ફેકટરીઓ આવેલી છે. જેમાં પેપર મિલ કેમિકલ પ્લાસ્ટિક અને કાપડનું ખુબ જ મોટા પ્રમાણમાં પ્રોડક્શન થાય છે. ત્યારે આજના બજેટને લઇ અહીના ઉદ્યોગકારો ખુબ જ ખુશ નજર આવી રહ્યા છે. અનલીગલ ક્રિપ્ટો કરન્સીને લઈ લોકોને ખુબ જ મુશ્કેલ પડી રહી હતી. ત્યારે ભારત સરકાર જે ડિજિટલ કરન્સી શરૂ કરી રહી છે અને msm સેક્ટર માટે પણ અહીના ઉદ્યોગકારોએ આ બજેટને સકારાત્મક આવકારી રહ્યાં છે.

ક્લોઝ સપોર્ટ બિઝનેસ સોલ્યુશન્સના ડિરેક્ટર કર્નલ રાહુલ શર્માએ જણાવ્યું હતું પોપ્યુલિસ્ટના પગલાં ટાળવામાં આવ્યા છે. વૃદ્ધિલક્ષી બજેટ છે. મૂડીખર્ચનો આઉટલે 35 ટકા વધારાયો છે. તેનાથી એમએસએમઈને ફાયદો થશે. ટેક્સ વ્યવસ્થા સ્થિર છે. શિક્ષણ માટે ફાળવણી વધી છે. સ્કિલિંગ અને રિ-સ્કિલિંગ પર ભાર મુકવાથી એમએસએમઈને સ્કિલ્ડ લેબર મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને લોજિસ્ટિક માટે ગતિ શક્તિ સ્કિમથી ટ્રેડની કાર્યક્ષમતા વધશે.

તાત્ત્વિક એનાલીટિક્સના સહ-સ્થાપક અને સીઇઓ રવિ પાઠકે જણાવ્યું હતું કે  ‘આ બજેટ લાંબાગાળાની દ્રષ્ટિએ ભારતના અર્થતંત્રમાં ધરમૂળથી સુધારો લાવનારું બજેટ છે. તે લોકપ્રિય બજેટ ન હોવા છતાં લગભગ તમામ ક્ષેત્રો માટે ઘણી બધાં વચનો આપે છે. સરકાર આંતરમાળખાં અને મૂડીગત ખર્ચના મામલે આક્રમક લાગી રહી છે. અર્થતંત્રના 9.2%ના વૃદ્ધિદરની સાથે રાજકોષીય ખાધનું લક્ષ્ય વાજબી રીતે સ્વીકાર્ય લાગી રહ્યું છે. ઉત્પાદકતા, ક્લાઇમેટ ઍક્શન, રોકાણો માટે નાણાં પૂરાં પાડવા અને પીએમ ગતિ શક્તિ પ્લાન પર ધ્યાન કેન્દ્રીત હોવાથી યુનિયન બજેટ 2022 ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આથી વિશેષ, વૈશ્વિક રોગચાળા બાદ 9.2%નો વિકાસદર ઘણો આશાસ્પદ જણાઈ રહ્યો છે. 

આ વર્ષે ફાઇવ-જી સ્પેક્ટ્રમની ફાળવણી અને બ્રોડબેન્ડને ગામેગામ સુધી પહોંચવા પર સરકારનું ધ્યાન હોવાથી તે ઇન્ટરનેટના વપરાશને મોટું પ્રોત્સાહન પૂરું પાડશે. માર્કેટિંગ ટેકનોલોજી સમુદાયના ભાગરૂપે તે અમને અમારા ગ્રાહકો માટે ભારતના વપરાશકર્તાઓની વર્તણૂકને સમજવા વધુ તકો પૂરી પાડશે. ઈ-પાસપોર્ટની સાથે EoDB 2.0 અને ઇઝ ઑફ લિવિંગ પણ ખૂબ જ પ્રોત્સાહક છે, જે હજુ પણ વિદેશી માર્કેટો પર કેન્દ્રીત રહેલી ભારતની આઇટી ઇન્ડસ્ટ્રીને મદદરૂપ થશે. નાણાં મંત્રીએ કૌશલ્યવિકાસ પર વાત કરી હોવાથી અમે ગિફ્ટ સિટી ખાતે પોતાના સેન્ટરો સ્થાપવા માટે વિદેશી યુનિવર્સિટીઓને આમંત્રિત કરવા સંબંધિત વિવિધ પહેલ અંગે ખૂબ જ રોમાંચિત છીએ, જે ગુણવત્તાસભર પ્રતિભાને પ્રોત્સાહન આપશે. કરાધાનની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી હોવાથી અને LTCGમાં સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ખૂબ મોટું પ્રોત્સાહન પ્રાપ્ત થશે’

પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધરે જણાવ્યું હતું કે “કોર સેકટર્સમાં મૂડીરોકાણનો વધારો થવાથી જીડીપી ઉપર તેની મોટી મલ્ટીપ્લાયર અસર થશે. તેની સાથે સાથે રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનુ કદમ તેમજ ડિજિટલ ઉપાયો વડે હાંસલ થનાર નાણાંકીય સમાવેશીતા તે કેન્દ્ર સરકારના બજેટનો સારાંશ છે. કર વ્યવસ્થામાં સ્થિરતા જાળવવાનુ કદમ પણ પ્રશંસનીય છે. તેનાથી મૂડીરોકાણો અંગે ધારણા રાખી શકાશે. સરકારે ડિજિટલ કરન્સી માટે બારણાં ખોલ્યાં છે. અને તેનો અલગ અલગ ઉપયોગો ફાયનાન્સિયલ સર્વિસિસ સેકટર માટે બજેટને ઐતિહાસિક બનાવે છે.”

આનંદ મહિન્દ્રાએ આવી પ્રતિક્રિયા
મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું હતું કે, "સંક્ષિપ્તતા હંમેશા એક ગુણ રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું ટૂંકું બજેટ સંબોધન સૌથી અસરકારક સાબિત થઈ શકે છે.

વેદાંત રિસોર્સિસના એક્ઝિક્યુટિવ ચેરમેન અનિલ અગ્રવાલે ટ્વીટ કર્યું, “દરેકના પ્રયત્નો માટે સરકારના આહ્વાનમાં અમે તેમની સાથે ઊભા છીએ. ખાનગી ક્ષેત્ર રાષ્ટ્ર નિર્માણ, રોજગારી સર્જન માટે પ્રતિબદ્ધ છે અને લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સરકાર અને ભારતના લોકો સાથે મળીને કામ કરશે.

બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ ટ્વીટ કર્યું, "મુખ્ય રૂપથી જોર રાજકોષીય મજબૂતી અને વ્યવસાય કરવાની સરળતા પર રહ્યું છે. મૂડી ખર્ચમાં 35 ટકાનો વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારમાં વધારો કરશે. આ એક સંતુલિત બજેટ છે.

ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રિય બજેટ 2022માં વર્તમાન યોજનાઓને માટે નોંધપાત્ર સપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ હાઉસિંગ સ્કીમ, જલ જીવન મિશન, સોલાર મોડ્યુલ્સ મેન્યૂફેક્ચરિંગ અને સેઝ પોલિસીમાં સુધારાનો સમાવેશ થાય છે. સરકારે વેલફેર યોજનાઓ સાથે તેના ગ્રોથને સંતુલિત કર્યો છે. તેમણે રૂ. 5 લાખ કરોડ સુધી ઈસીજીએલ સ્કિમને લંવાબીને, પીએલઆઈ સ્કીમને એમએએસએમઈ સુધી લંબાવીને કેટલાંક નવા સુધારાઓ રજૂ કર્યાં છે. સરકારે ડિજિટલ રૂપી, ઈઝ-ઓફ-ડુઈંગ માટે સિંગલ પોર્ટલ લોંચ કરવાની જાહેરાત કરી છે. સરકારે 2022-23માં 8.5 ટકા ગ્રોથ રેટ જાહેર કરવાનો ઈરાદો જાહેર કર્યો છે. આ માટે મૂડીખર્ચને વધારી રૂ. 10.7 લાખ કરોડ કર્યો છે. બજેટમાં કોઈ નેગેટિવ સરપ્રાઈઝ નથી. તે ગ્રોથ ઓરિએન્ટેડ છે. હેલ્થકેર ક્ષેત્રેસુધારા માટેનો પ્રસ્તાવ છે. ક્રિપ્ટો જેવા એસેટ ક્લાસિસ પર 30 ટકાનો ટેક્સ લાગુ પાડી તેમાં રોકાણને હતોત્સાહિત કરવાનો ઈરાદો પણ છે. જેમ્સ અને જ્વેલરી નિકાસ માટે ઈકોમર્સ રેગ્યુલેશનને સરળ બનાવવાનો પ્રસ્તાવ છે. લેન્ડ રેકોર્ડ્સને ડિજિટાઈઝ કરીને રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પણ લાભ આપવાની વાત છે. સ્થાનિક ડિફેન્સ ઉદ્યોગને પણ લાભ આપવાની જોગવાઈનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મેડકાર્ટના સહ-સ્થાપક અંકુર અગ્રવાલે જણાવ્યું હતું કે "વૈશ્વિક રોગચાળાના સમયગાળા બાદ 9.2%ની વૃદ્ધિનો અંદાજ એ ખૂબ જ પ્રભાવશાળી છે તથા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની અને ભારતના ગ્રામ્ય વિસ્તાર સુધી તેને લઈ જવાની સરકારની કટિબદ્ધતા પણ ઘણી સ્પષ્ટ છે, જે નાબાર્ડને કૃષિ ક્ષેત્ર માટેના સ્ટાર્ટઅપ્સને ધિરાણ પૂરું પાડવા માટે સક્ષમ બનાવે છે. ઘણાં સ્ટાર્ટઅપ્સ હજુ પણ વૈશ્વિક રોગચાળાના પ્રભાવ સામે લડત આપી રહ્યાં હોવાની બાબતને ધ્યાનમાં રાખીને સ્ટાર્ટઅપ્સને વધુ એક વર્ષ માટે કરમાં છુટ આપવી એ પણ એક આવકારદાયક પગલું છે. કોઇપણ દેશ માટે હેલ્થકૅર એ પ્રાથમિક નિસબત હોય છે અને હેલ્થ પ્રોવાઇડરોની ડિજિટલ રજિસ્ટ્રીઓ, આરોગ્ય સુવિધાઓ, વિશિષ્ટ હેલ્થ આઇડી અને સંમતિ ફ્રેમવર્ક ધરાવતા નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમનું ઓપન પ્લેટફૉર્મ શરૂ કરવું અને આરોગ્ય સુવિધાઓ સુધીની સાર્વત્રિક પહોંચ પૂરી પાડવી એ હેલ્થ કૅરના સેગમેન્ટમાં ખૂબ જ આવશ્યક એવી પારદર્શકતા લાવવાની દિશામાં લેવામાં આવેલું એક પગલું છે."
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news