Directions News

જ્યારે અમદાવાદનાં રસ્તાઓ પર પ્રજ્ઞાચક્ષુ લોકોએ ચલાવી ગાડી, લોકોમાં આશ્ચર્ય
આમ તો સામાન્ય વ્યક્તિ પ્રજ્ઞાચક્સુ લોકોને રસ્તો બતાવે છે. પરંતુ અમદાવાદમાં એક અનોખી કાર રેલી યોજવામા આવી. જેમા પ્રજ્ઞાચક્સુ લોકો કાર ચાલકના નેવીગેટર બન્યા હતા. રવિવારે સવારે અમદાવાદના અંધજન મંડળ ખાતેથી કાર રેલી યોજવામા આવી. આ કાર રેલી સામાન્ય રેલી કરતા કાઇંક અલગ હતી કારણકે કારના ચાલકને કયા રસ્તે જવુ, કઇ બાજુ ટર્ન લેવો વગેરે અંગે માર્ગદર્શન આપવા માટે કારમા પ્રજ્ઞાચક્સુ વ્યક્તિ બેઠી હતી. અંધજન મંડળ અને એક સંસ્થા દ્વારા યોજાયેલી 45 કીલોમીટરની કાર રેલીમા 90થી વધુ પ્રજ્ઞાચક્સુ લોકોએ ભાગ લીધો હતો. પોલીસ કમીશ્નર દ્વારા લીલી ઝંડી આપીને રેલીની શરુઆત કરવામા આવી. રેલી આયોજન કરવાનો હેતુ ઓર્ગન ડોનેશન માટે લોકોમાં જાગૃતિ આવે અને ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે લોકો પાલન કરે તે માટે હતો.
Feb 2,2020, 19:00 PM IST

Trending news