કેવડિયા: સરદાર સરોવરની સપાટી 130 મીટરને પાર, સપાટીમાં સતત થઇ રહ્યો છે વધારો

ગુજરાતની ધોરીનસ સમાન નદી નર્મદા અને ગુજરાતની જીવાદોરી સમાન ડેમ એટલે સરદાર સરોવર. અનેક વિવાદો વચ્ચે બનેલો આ ડેમ આખા ગુજરાતને પાણી પુરૂ પાડે છે. તેવામાં જો આ ડેમ ભરાઇ જાય તો ગુજરાત પરનું પાણીનું સંકટ ટાળી શકાય છે. ચાલુ વર્ષે પહેલીવાર નર્મદા ડેમ 130 મીટરને પાર થઇને 130.04 મીટર પર પહોંચી ચુકી છે. જેના કારણે નર્મદા ડેમનું વીજ મથક ધમધમતું થયું છે. હાલ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. વીજ મથકો ચાલતા 35,174 ક્યુસેક પાણી ઠલવાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. 
કેવડિયા: સરદાર સરોવરની સપાટી 130 મીટરને પાર, સપાટીમાં સતત થઇ રહ્યો છે વધારો

નર્મદા : ગુજરાતની ધોરીનસ સમાન નદી નર્મદા અને ગુજરાતની જીવાદોરી સમાન ડેમ એટલે સરદાર સરોવર. અનેક વિવાદો વચ્ચે બનેલો આ ડેમ આખા ગુજરાતને પાણી પુરૂ પાડે છે. તેવામાં જો આ ડેમ ભરાઇ જાય તો ગુજરાત પરનું પાણીનું સંકટ ટાળી શકાય છે. ચાલુ વર્ષે પહેલીવાર નર્મદા ડેમ 130 મીટરને પાર થઇને 130.04 મીટર પર પહોંચી ચુકી છે. જેના કારણે નર્મદા ડેમનું વીજ મથક ધમધમતું થયું છે. હાલ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. વીજ મથકો ચાલતા 35,174 ક્યુસેક પાણી ઠલવાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. 

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગરૂડેશ્વર પાસે આવેલા વિયર કમ કોઝવે ડેમ ઓવર ફ્લો થઇ ચુક્યો છે, જેના પગલે કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલ 1,02,885 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમના દરવાજા લાગ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે. જો કે હજી ડેમની સપાટી તેની સર્વોચ્ચ સપાટીથી 8.64 મીટર દુર છે. 

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 10 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. તમામ ગેટમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આજ સાંજ સુધીમાં આ પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં આવશે. ઓમકારેશ્વર ડેમમાં રૂલ લેવલ વધતા 10 ગેટ ખોલવામાં આવ્યા છે. જેથી નર્મદા ડેમની સપાટીમાં સાંજથી ફરી એકવાર વધારો થવાનું ચાલુ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news