વડોદરાઃ કોંગ્રેસના નેતા નિલેશ બ્રહ્મભટ્ટની વિવાદિત પોસ્ટ, કહ્યું- શું મગફળીની જેમ અટલજીની અસ્થિમાં માટી છે

ભાજપના અગ્રણીઓએ આ અંગે નારાજગી દર્શાવતા કહ્યું છે કે, "કોંગ્રેસની માનસિકતા હંમેશા નબળી હોય છે. વિશ્વમાં આગવું સ્થાન ધરાવતા પૂર્વ વડાપ્રધાન અટલજી જે આદરણીય માણસ હતા.

 વડોદરાઃ કોંગ્રેસના  નેતા નિલેશ બ્રહ્મભટ્ટની વિવાદિત પોસ્ટ, કહ્યું- શું મગફળીની જેમ અટલજીની અસ્થિમાં માટી છે

વડોદરાઃ ભાજપ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશને દેશની 100 નદીઓમાં વિસર્જન કરવાનો અને પ્રાર્થના સભા કરવાનો નિર્ણય લેવાયો છે. તેને લઈને વડોદરામાં આજે સ્વર્ગીય વાજપેયીજીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડોદરા કોગ્રેસ નેતા અને આણંદ જિલ્લાના પ્રભારી નિલેશ બ્રહ્મભટ્ટે પોતાના ફેસબુક પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. જેમાં તેમને કેટલાક સવાલો પુછયા છે કે મગફળીમાં જેમ માટી મેળવવામાં આવી હતી. તેમ શું અટલજીના અસ્થિ કળશમાં માટી મેળવવામાં આવી છે? નિલેશ બ્રહ્મભટ્ટની આ પોસ્ટ બાદ વિવાદ થયો છે ત્યારે તેમને પોસ્ટ પર ખુલાસો કરતા કહ્યું કે તેમને લોકોના મનની વાત ફેસબુક પર પોસ્ટ કરી છે અને હાલમાં ભાજપ દેશના મહાન નેતા અને પૂર્વ વડાપ્રધાનના અસ્થિ વિસર્જનના નામે રાજનીતી કરી રહી છે. 

આ કોંગ્રેસ નેતાઓ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "મગફળીમાં માટીને હવે રાજધર્મનું પાલન ના કરનારના ઇશારે શું અસ્થિમાં પણ માટી? લોક મનની વાત ... 'શું અસ્થિમાં પણ માટી! માનવ શરીરના 60 કિલો વજનમાં 90 ટકા પાણી હોય તો 7 કિલો અસ્થિને બાળતા 50 ગ્રામના અસ્થિમાંથી 100 કળશ કુંભ કરઇ રીતે ભરી શકાય.' આવી પોસ્ટ પોતાના ફેસબુક પોસ્ટ પર મુકતાં ફરીથી રાજકારણ ગરમાયું છે."

ભાજપના અગ્રણીઓએ આ અંગે નારાજગી દર્શાવતા કહ્યું છે કે, "કોંગ્રેસની માનસિકતા હંમેશા નબળી હોય છે. વિશ્વમાં આગવું સ્થાન ધરાવતા પૂર્વ વડાપ્રધાન અટલજી જે આદરણીય માણસ હતાં. તેઓ જ્યારે સ્વર્ગવાસ થયા છે ત્યારે તેમના અસ્થિની પણ ગરિમા જાળવતા નથી."
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news