રેલવેમાં નોકરી મેળવવા ઘડ્યો હોલીવુડ જેવો માસ્ટર પ્લાન પણ છેલ્લો કોઠો ભેદી ન શક્યો

દર વર્ષે લાખોની સંખ્યામાં રેલવેની હજારો વેકેન્સી માટે અરજી કરવામાં આવે છે. રેલવેમાં જોબ મેળવવા માટે ઘણા ઉમેદવારો કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. અનેક રીતે જુગાડ લગાવવાનો પ્રયત્ન કરે છે.

રેલવેમાં નોકરી મેળવવા ઘડ્યો હોલીવુડ જેવો માસ્ટર પ્લાન પણ છેલ્લો કોઠો ભેદી ન શક્યો

રવિ અગ્રવાલ, વડોદરા: ભારતીય રેલવેમાં નોકરી મેળવવી કરોડો યુવાનોની સપનું હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં રેલવેની હજારો વેકેન્સી માટે અરજી કરવામાં આવે છે. રેલવેમાં જોબ મેળવવા માટે ઘણા ઉમેદવારો કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. અનેક રીતે જુગાડ લગાવવાનો પ્રયત્ન કરે છે. તેનો ફાયદો ઉઠાવીને સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરે છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં બિહારથી રેલવેની પરીક્ષા આપવા માટે આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મીપુરા ખાટેના ટી.સી.એસ સેન્ટર ખાતે રેલવેમાં ખલાસીના પદ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોની એન્ટ્રી શરૂ કર્યાં બાદ એડમિટ કાર્ડ ચકાસી, બારકોડ સ્કેન કરી તેઓના ફોટા તથા આઈડી ચેક કરી, મેટલ ડિટેક્ટરથી ફિક્સિંગ તેમજ સ્ક્રેનિંગ કરી સેન્ટર ખાતે મોકલાયા હતા. ત્યારે બિહારથી રેલવેની પરીક્ષા આપવા માટે આવેલો ડમી પરીક્ષાર્થી ઝડપાયો હતો. 

પરીક્ષાર્થી મનીષ પ્રસાદના બદલે રાજ્યગુરૂ ગુપ્તા પરીક્ષા આપવા માટે આવ્યો હતો. આ ડમી વિદ્યાર્થી (રાજયગુરૂ ગુપ્તા) એ મનીષ પ્રસાદના અંગૂઠાની ચામડી પોતાના અંગૂઠા ઉપર ચોંટાડી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. પરંતુ સેનીટાઇઝરથી ચેક કરતાં ચામડી નિકળી ગઇ હતી. અને આખરે આ ડમી પરીક્ષાર્થી બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશનનો છેલ્લો કોઠો ભેદવામાં નિષ્ફળ નીવડ્યો હતો. આ ડમી વિદ્યાર્થીની ચાલકી જોઇને નિરક્ષકો સહિત ચોંકી ગયા હતા. 

આ સમગ્ર ઘટના પગલે સુરક્ષા એજન્સીઓએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મનીષ પ્રસાદ અને રાજ્યગુરુ ગુપ્તાની ધરપકડ કરી હતી. તેમજ ચામડીને એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવી છે. 

પોલીસે જણાવ્યું હતું કે મનીષપ્રસાદ અને રાજયગુરુ ગુપ્તાએ લક્ષ્મીપુરા પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે એક મીડિયેટર મારફત બંનેનો ભેટો થયો હતો. ત્યારબાદ મનીષપ્રસાદના ડાબા હાથના અંગૂઠાની ચામડી કાઢી રાજયગુરુ ગુપ્તાના ડાબા હાથે ચોંટાડાઈ હતી. જોકે પરીક્ષામાં ડમી ઉમેદવાર દ્રારા પરીક્ષામાં બેસવા માટે કોઇ ડીલ થઇ હતી કે કેમ અં અંગે તપાસ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news