વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ સંપૂર્ણ ડિજિટલાઇઝ કરાયો, 100 નંબર ડાયલ કરનારને મળશે અનેક સુવિદ્યા!
વડોદરા શહેર પોલીસનું કન્ટ્રોલ રૂમ નવા વર્ષથી ડિજિટલ બનશે, જેમાં 100 નંબરની વધુ 3 નવી લાઈન શરૂ કરાશે, 5 લાઈનથી વધી 8 લાઈન કરવામાં આવશે, જેનાથી નાગરિકોના હવે 100 નંબર પર કોલ મિસ થવાના મામલા ઘટશે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને ડિજિટલ બનાવી રહ્યા છે, ત્યારે વડોદરા પોલીસ પણ ડિજિટલ બનવા જઈ રહી છે. વડોદરા પોલીસે નવા વર્ષથી પોલીસ કંટ્રોલ રૂમને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવા માટેની કામગીરી શરૂ કરી છે.
વડોદરા શહેર પોલીસનું કન્ટ્રોલ રૂમ નવા વર્ષથી ડિજિટલ બનશે, જેમાં 100 નંબરની વધુ 3 નવી લાઈન શરૂ કરાશે, 5 લાઈનથી વધી 8 લાઈન કરવામાં આવશે, જેનાથી નાગરિકોના હવે 100 નંબર પર કોલ મિસ થવાના મામલા ઘટશે. 100 નંબરનો ફોન વ્યસ્ત આવશે તો નાગરિક વોઇસ મેસેજ પણ મોકલી શકશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમમાં સ્ટાફ પણ વધારવામાં આવશે.
આ પણ વાંચો:
કંટ્રોલ રૂમમાં 60 કર્મચારીઓ 3 શિફ્ટમાં 24 કલાક કામ કરશે. જેનાથી કન્ટ્રોલ રૂમમાં ફોન આવતા જ PCR વાન તુરંત ઘટના સ્થળે પહોંચી જશે અને નાગરિકની ફરિયાદનો નિરાકરણ લાવી દેશે. આ ઉપરાંત કન્ટ્રોલ રૂમમાં બેઠા બેઠા પોલીસ PCR વાનનું GPSથી લાઈવ ટ્રેકિંગ પણ કરી શકશે. સાથે જ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિ સાથે પોલીસનું વર્તન કેવું હતું? તેને લઈ આઉટ સોર્સીંગ કોલ સેન્ટર દ્વારા ફીડબેક પણ લેવાશે. હાલમાં ટ્રાયલ બેઝ પર કામગીરી ચાલી રહી છે.
કંટ્રોલ રૂમમાં છેલ્લા 5 માસમાં કોલની સંખ્યાની વાત કરીએ તો...
- ઑગસ્ટ - 529 કોલ
- સપ્ટેમ્બર - 332 કોલ
- ઑક્ટોબર - 375 કોલ
- નવેમ્બર - 400 કોલ
- ડિસેમ્બર - રોજના 30 થી 50 કોલ
આ પણ વાંચો:
પોલીસ કંટ્રોલ રૂમમાં લગ્નસરાની મોસમમાં સૌથી વધુ DJથી ટ્રાફિક જામની ફરિયાદો મળે છે, સાથે જ રોજની મારામારીની, અકસ્માતની ઘટનાઓની પણ ફરિયાદ મળે છે...પોલીસ કંટ્રોલ રૂમ ડિજિટલ બનશે તો નાગરિકોને સરળતા રહેશે તેવું યુવાનો કહી રહ્યા છે...યુવાનોના મતે હાલમાં કંટ્રોલ રૂમમાં ફોન કરીએ તો કેટલીક વખત ફોન નથી ઉઠાવતા તો કેટલીક વખત ફોન વ્યસ્ત આવે છે પણ કંટ્રોલ રૂમ ડિજિટલ બનશે તો લોકોને વોઇસ મેસેજ મોકલવાનો વિકલ્પ પણ મળશે જે ખૂબ સારી પહેલ છે.
મહત્વની વાત છે કે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતાં પોલીસ ફોન નથી ઉપાડતી તેવી ફરિયાદ નાગરિકો કરતા હોય છે પણ હવે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ ડિજિટલ બની જશે તો આવી ફરિયાદો ભૂતકાળ બની જાય તો નવાઈ નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે