PMO બાદ હવે CMOના નામે ઠગાઈ આચરનારો મહાઠગ વિરાજ પટેલ ઝડપાયો, મહિલા મોડલ સાથે આચર્યું દુષ્કર્મ

મહિલા મોડેલને 4 દિવસનું શૂટિંગ કરવાનું છે તેમ કહી બે દિવસ અમદાવાદ અને બે દિવસ દુબઈ ખાતે જવાનું હોવાની લાલચ આપી હતી. ત્યારબાદ મહિલા મોડલને ગોવામાં, મુંબઈ ખાતે મોડલના ઘરે અને વડોદરામાં હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.  

PMO બાદ હવે CMOના નામે ઠગાઈ આચરનારો મહાઠગ વિરાજ પટેલ ઝડપાયો, મહિલા મોડલ સાથે આચર્યું દુષ્કર્મ

ઝી બ્યુરો/અમદાવાદ: PMOના અધિકારીના નામે કિરણ પટેલે ઠગાઈ આચર્યા બાદ હવે CMOના નામે ઠગાઈ આચરનારો વિરાજ પટેલ ઝડપાયો છે. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમના નામે બે ફરિયાદ નોંધાઈ છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક મહાઠગ સામે આવ્યો છે. વડોદરા ગોત્રી પોલીસે સ્ટેશનમાં મહાઠગ વિરાજ પટેલ સામે 2 ફરિયાદ નોંધાઈ છે. જેમાં CMOના અધિકારી અને ગીફ્ટ સીટીના પ્રેસિડેન્ટની ખોટી ઓળખ આપી મહિલા મોડલ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ખૂલ્યું છે. મહાઠગ વિરાજે મુંબઈમાં રહેતી મહિલા મોડલને ગીફ્ટ સીટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. મહિલા મોડેલને 4 દિવસનું શૂટિંગ કરવાનું છે તેમ કહી બે દિવસ અમદાવાદ અને બે દિવસ દુબઈ ખાતે જવાનું હોવાની લાલચ આપી હતી. ત્યારબાદ મહિલા મોડલને ગોવામાં, મુંબઈ ખાતે મોડલના ઘરે અને વડોદરામાં હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.  

એટલું જ નહીં, આ મહાઠગે મહિલા મોડલના વિવિધ બેંકના ATM કાર્ડમાંથી 3.50 લાખ પણ વાપરી નાખ્યા હોવાનું ખૂલ્યું છે. આ સંદર્ભે મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહાઠગ વિરાજ પટેલ ગઈકાલે મોડલ સાથે થિયેટરમાં ફિલ્મ જોવા જતાં સમયે અન્ય લોકો સાથે માથાકુટ કરી હતી. લોકોને અને પોલીસને CMOના અધિકારી તરીકેની મહાઠગ ઓળખ આપી હતી. પોલીસે તપાસ કરતાં મહાઠગ પોતાનું બોગસ પાનકાર્ડ પણ બનાવ્યું હોવાની વિગતો સામે આવી છે. જેમાં વિરાજ પટેલના બદલે વિરાજ શાહ નામનું પાનકાર્ડ બનાવ્યું હતું. પોલીસે અલગ અલગ બે ફરિયાદ દાખલ કરી આરોપીને ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે.

મહત્વનું છે કે CMOના અધિકારી અને ગીફ્ટ સીટીના પ્રેસિડેન્ટની ખોટી ઓળખ આપી મહિલા મોડલ સાથે દુષ્કર્મ આચરાયુ છે.  મહાઠગ વિરાજે મુંબઈમાં રહેતી મહિલા મોડલને ગીફ્ટ સીટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી આપી હતી. જે બાદ વિરાજ પટેલે મહિલા મોડલને વિવિધ જગ્યાઓ પર ફેરવી દુષ્કર્મ આચર્યુ હોવાનો મોડલનો આરોપ છે. મહાઠગ વિરાજ પટેલ મોડલ સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો જ્યાં અમુક લોકો સાથે માથાકૂટ થઈ હતી. જેને લઈ પોલીસ આવતા વિરાજ પટેલે પોતે CMOના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. પરંતુ પોલીસને શંકા જતાં તપાસ કરતા મહાઠગની તમામ કરતૂત સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે પણ રાજકીય વગ ધરાવનાર વધુ એક મહાઠગની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ STFએ સંજય શેરપુરિયાની ધરપકડ કરી છે. સંજય શેરપૂરીયા અનેક મોટા કૌભાંડમાં સંડોવાયેલો છે. તે રાજકીય નેતાઓ સાથેની તસવીરોને હાથો બનાવતો હતો. ભાજપના શિર્ષ નેતાઓ સાથે એડિટ કરેલી તસવીરોનો ઉપયોગ કરતો હતો. તે ભાજપના મોટા નેતાઓને સંબંધી હોવાનું જણાવતો હતો. નકલી કંપનીના નામે SBIના 350 કરોડ ચાઉં કર્યા છે. તેના પર દિલ્હીમાં આલિશાન બંગલા પર કબજો કરવાનો પણ આરોપ છે. 

સંજય પ્રકાશ રાય ઉર્ફે સંજય શેરપુરિયાની લખનઉથી ધરપકડ કરવામા આવી છે. તે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ડિફોલ્ટર હોવાનું ખૂલ્યું છે. તેણે અને તેની પત્ની રંચન સંજય પ્રકાશ રાયે લોકોને 350 કરોડનો ચૂનો લગાવ્યો છે. તેણે અમદાવાદની કંડલા એનર્જિ એન્ડ કેમિકલ્સના નામે લોન લીધી હતી. સંજય અને તેની પત્ની આ કંપનીમાં ડાયરેક્ટર છે. સંજય પ્રકાશનું કેરેક્ટર પણ મહાઠગ કિરણ પટેલ જેવું છે. તે દિલ્હીના મોટા નામોની ઓળખ આપીને અનેક લોકોને બોટલમાં ઉતારી ચૂક્યો છે. તેણે ઈડીની તપાસ બંધ કરાવવાના નામે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

સંજય પણ કિરણ પટેલની જેમ રાજકીય વગની ઓળખાણો આપતો હતો. તે પણ રાજનેતાઓ સાથે કોન્ટેક્ટ્સ હોવાનુ કહીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. એટલુ જ નહિ, તે પોતાનો રુઆબ બતાવવા પીએમ મોદીથી લઈને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત અનેક નેતાઓ સાથેની પોતાની તસવીરો લોકોને બતાવતો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હતો. આ દાવો કરીને તેને અનેક લોકોને ફસાવ્યા છે. તે દિલ્હીમાં આવેલ દિલ્હી રાઈડ ક્લબમાં રાય લ્યુટિયન્સના દિલ્હીમાં એક બંગલામાંથી બધુ ઓપરેટ કરતો હોવાનું સામે આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) એ ગુરુવારે અખબારોમાં સંજયપ્રકાશ બલેશ્વર રાય ઇરાદાપૂર્વક ડિફોલ્ટ તરીકે જાહેર કરતી નોટિસ બહાર પાડી. તેણે રાયને અમદાવાદ સ્થિત કંડલા એનર્જી એન્ડ કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખાવ્યા. તેમાં કંપનીના અન્ય બે અધિકારીઓને સૂચિબદ્ધ કર્યા છે, જેની કુલ લેણી રૂ. 349.12 કરોડથી વધુ છે. તેણે રાયનું સરનામું ગુડગાંવમાં કેટ્રિયોના એમ્બિયન્સ આઇલેન્ડ, એમ્બિયન્સ મોલની નજીક તરીકે ગણાવ્યું છે.. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news