Pakistan ની આવી દુર્દશા, લોટ માટે ઝગડો કરી રહ્યાં છે લોકો, ચોંકાવી દેશે આ રિપોર્ટ
Pakistan Economy: પાકિસ્તાનમાં મોંઘવારીથી ગરીબ લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. હાલમાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનના લોકો ઘઉં માટે પડાપડી કરી રહ્યાં છે. દેશમાં ઘઉંની કમીને કારણે અરાજકતાનો માહોલ પેદા થઈ ગયો છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ Pakistan Economy: પાકિસ્તાનમાં મોંઘવારી અને ગરીબીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ છે. હાલમાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનમાં લોકો ઘઉં માટે તડપી રહ્યાં છે. ઘઉંની ભારે કમીને કારણે દેશમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ધ પાકિસ્તાન મિલિટ્રી મોનિટર (પીએમએમ) પ્રમાણે પાકિસ્તાનમાં ઘઉંની ભારે અછત છે.
પાકિસ્તાનમાં લાંબા સમયથી લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. દેશમાં રહેતા ગરીબો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ગરીબ નાગરિકો સત્તાના વિવિધ સમર્થકોના સમર્થન વિના મહિનાઓથી મોંઘવારી અને ખાદ્યપદાર્થોની કટોકટી સામે ઝઝૂમી રહ્યા છે. કોઈ પણ પ્રકારની આફત હોય, આવી સ્થિતિમાં સૌથી વધુ અસર સૌથી નબળા વર્ગને જ થાય છે.
આર્થિક રીતે ત્રસ્ત પાકિસ્તાનમાં નબળા લોકોને સંભાળવામાં લાંબો સમય લાગી જશે. ખાદ્ય સંકટ દેશના ગરીબોના ભવિષ્યને નિરાશાજનક બનાવી રહ્યું છે. અછતને કારણે અનાજની કિંમતમાં ભારે ભાવ વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ સંવેદનશીલ ભાવ સૂચકાંક (SPI) અનુસાર, 19 એપ્રિલ, 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વાર્ષિક ધોરણે કિંમતોમાં 47.2 ટકાનો વધારો થયો છે.
પાકિસ્તાની મીડિયા તમામ પ્રાંતોને આવરી લેતા ઘણા વિસ્તારોમાંથી આવતા બજારોમાં અરાજકતા અને નાસભાગની ઉદાસી વાર્તાઓથી ભરેલું છે. અગ્રણી પાકિસ્તાની અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના તાજેતરના અહેવાલ મુજબ, બજારોમાં સબસિડીવાળા લોટની થેલીઓ માટે હજારો લોકો દરરોજ કલાકો વિતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લગભગ દરરોજ દેખાતા વીડિયો વર્તમાન સંકટની ગંભીરતાનો પુરાવો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે