અમદાવાદને હવે અમેરિકા બનતા કોઈ નહિ રોકી શકે, વર્લ્ડ બેંકે આપશે 3 હજાર કરોડની લોન
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :દેશના વિકસતા શહેરો માટે વર્લ્ડ બેન્ક દ્વારા આ પ્રોગ્રામ અન્વયે અપાતી લોનમાં ગુજરાતમાં અમદાવાદની પ્રથમ પસંદગી થઈ છે. ગુજરાત રેઝિલિયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મહાનગર ને વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ૩ હજાર કરોડની લોન અપાશે. વર્લ્ડ બેન્ક દ્વારા ફાળવવામાં આવનાર લોનમાંથી વિવિધ માળખાકીય સુવિધાઓના વિસ્તરણ-નવિનીકરણ-નવ નિર્માણ અને ટેક્નોલોજી અપગ્રેડેશનના કામો હાથ ધરાશે. આ માટે વર્લ્ડ બેન્કનું પ્રતિનિધિ મંડળ જુલાઇ-ર૦રર સુધીમાં લોન અંગેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેશે.
દેશના વિકસતા શહેરો માટે વર્લ્ડ બેન્ક દ્વારા આ પ્રોગ્રામ અન્વયે વિવિધ માળખાકીય સુવિધા વિકાસ કામો માટે લોન આપવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતમાં અમદાવાદને પ્રથમ પસંદગી તરીકે વર્લ્ડ બેન્ક દ્વારા આ લોન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આ સંદર્ભમાં વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સાથે શહેરી વિકાસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરને ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ બેન્ક દ્વારા અંદાજે ૩ હજાર કરોડ રૂપિયાની લોન આપવાનું સૈદ્ધાંતિક રીતે નિયત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : જામનગરની સાંકડી ગલીમાં કામલીલા કરતા પકડાયા બાદ યુવકે ઝેર પીધું, ગંદી હરકતો આખા ગુજરાતે જોઈ હતી
શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા, વર્લ્ડ બેન્કના પ્રતિનિધિ મેસ્કરીન બરહાને, રોલેન્ડ વ્હાઇટ તથા હર્ષ ગોયલ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરાઆ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે સસ્ટેઇનેબલ અને સમયાનુકુલ વિકાસ કામો ભવિષ્યના લાંબાગાળાના આયોજન સાથે હાથ ધરવા સંબંધિત મહાનગરપાલિકાઓને વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અંગે હાથ ધરવામાં આવેલા જુદા જુદા પ્રોજેક્ટ્સની રૂપરેખા સાથેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની આગામી 2050 ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવેલા છે.
આ પણ વાંચો : પૂર્વ મંત્રી બાવળિયાની તાલુકા પંચાયતના સભ્યને ખુલ્લી ધમકી, પૈસા માંગી અને RTI કરશો તો ખાવાનો વારો આવશે
વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ૩૦૦૦ કરોડની જે લોન અમદાવાદને ફાળવવામાં આવશે તે અંતર્ગત જે કામો-પ્રોજેકટ્સ હાથ ધરવાના થાય છે. તેમાં હયાત એસ.ટી.પી.ની કેપેસિટીમાં વધારો અને ટેક્નોલોજી અપગ્રેડેશન, નવા એસ.ટી.પી ના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઇનોના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનલીંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ અને તળાવ ડેવલપમેન્ટ તથા તેની સાચવણી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કામોનો સમાવેશ થાય છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામો ત્વરાએ શરૂ કરી સમયસર પૂર્ણ કરવા માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. વર્લ્ડ બેન્કની ટિમના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ અને હેરિટેજ સિટી અમદાવાદના અદ્યતન વિકાસથી પ્રભાવિત થયા હતા. વર્લ્ડ બેન્કની આ ટીમ 13 એપ્રિલ સુધી અમદાવાદમાં છે તે દરમ્યાન મહાપાલિકાના આ પ્રોજેકટ્સના અહેવાલો મેળવશે અને ત્યારબાદ તેના આધારે આગામી જુલાઇ-ર૦રર સુધીમાં લોન અંગેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અમદાવાદ મહાપાલિકાને આ લોન અપાશે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે