કોંગ્રેસના તારણહાર પ્રશાંત કિશોરની ટીમ પહોંચી ગુજરાત, ભાજપ કાર્યાલયની નજીક જ ભાડે રાખ્યો ફ્લેટ

prashant kishor in gujarat assembly election : ગુજરાતમાં કોંગ્રેસના ડૂબતા જહાજને બચાવવા માટે પ્રશાંત કિશોર કામે લાગ્યા છે. ચર્ચા છે કે, પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા માટે માઈક્રો લેવલે પ્લાનિંગ શરૂ કરી દીધુ છે. આ માટે તેમણે ભાજપ કાર્યાલય કમલમની પાસે જ ઓફિસ બનાવી છે.

કોંગ્રેસના તારણહાર પ્રશાંત કિશોરની ટીમ પહોંચી ગુજરાત, ભાજપ કાર્યાલયની નજીક જ ભાડે રાખ્યો ફ્લેટ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આ વર્ષના અંતે ચૂંટણી યોજાવાની છે. પરંતુ એપ્રિલ મહિનાથી જ ચૂંટણીની રણનીતિ ઘડાવાની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ એકાએક ચર્ચામાં આવ્યુ છે. કોંગ્રેસમાં બે નવા ચહેરાએ ચર્ચા જગાવી છે. એક નરેશ પટેલ અને બીજા પ્રશાંત કિશોર. રાજનીતિના ચાણક્ય ગુજરાત કોંગ્રેસની જીત માટે નવી રણનીતિ ઘડી રહ્યા છે. આ માટે તેમની ટીમ ગુજરાત પણ પહોંચી ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર,  પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા માટે માઈક્રો લેવલે પ્લાનિંગ શરૂ કરી દીધુ છે. આ માટે તેમણે ભાજપ કાર્યાલય કમલમની પાસે જ ઓફિસ બનાવી છે. 

ગુજરાત કોંગ્રેસની કમાન હવે પીકેના નામથી ઓળખતા રાજનીતિક વિશેષજ્ઞ પ્રશાંત કિશોરના હાથમાં છે. કહેવાય છે કે, પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ શેક છે. આ માટે તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યા છે. રાહુલ ગાંધી સાથે તેમની દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં કોંગ્રેસના ડૂબતા જહાજને બચાવવા માટે પ્રશાંત કિશોર કામે લાગ્યા છે. 

તો ડૂબતા જહાજને બે નાવિકો તારવશે
હાલ ગુજરાત કોંગ્રેસની હાલત દયનીય બની છે. એક સાંધો ત્યા તેર તૂટે જેવી સ્થિતિ છે. આવામાં આ મઝદાર હવે બે દિગ્ગજો પર આશા રાખીને બેસી છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો છે. તેમને કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો બનાવી શકે છે. તો બીજી તરફ, પ્રશાંત કિશોર પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે. જેઓ કોંગ્રેસની જીત માટે રણનીતિ ઘડશે. તેઓ મે મહિનાની આસપાસ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા છે. 

પ્રશાંત કિશોર બેઠકો કરી ચૂક્યા છે
ગુજરાત આવતા પહેલા પ્રશાંત કિશોર કોંગ્રેસના દિગ્ગજો સાથે બેઠક કરી ચૂક્યા છે. તેઓ રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી સાથે પણ બેઠક કરી ચૂક્યા છે. કહેવાય છે કે, ગત વર્ષે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પણ બેઠક કરી હતી, ભરતસિંહ અને પ્રશાંત કિશોર વચ્ચે અંદાજે 2 કલાક સુધી આ બેઠક ચાલી હતી. એકવાર પ્રશાંત કિશોરની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે, તો જલ્દી જ ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ દેખાઈ શકે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news