DC vs LSG: વોર્નર અને નોર્ખિયાની થશે વાપસી, આવી હોઈ શકે છે દિલ્હી અને લખનઉની પ્લેઇંગ-11

આજે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે. દિલ્હી કેપિટલ્સની ટીમ પોતાની પ્રથમ સીઝનમાં સારૂ પ્રદર્શન કરી લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ જીતી પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં જગ્યા બનાવવા ઈચ્છશે. 

DC vs LSG: વોર્નર અને નોર્ખિયાની થશે વાપસી, આવી હોઈ શકે છે દિલ્હી અને લખનઉની પ્લેઇંગ-11

મુંબઈઃ દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ જ્યારે આઈપીએલ-15ની 15મી મેચમાં આમને-સામને હશે, તો ઘણા માટો નામ આ સીઝનમાં પ્રથમવાર રમતા જોવા મળશે. શરૂઆતી બે મેચમાં એક હારી ચુકેલી દિલ્હી માટે સારા સમાચાર છે. ડેવિડ વોર્નર અને એનરિક નોર્ખિયા આ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ છે. વોર્નરે આઈપીએલ કરિયરની શરૂઆત ડીસી (ત્યારે દિલ્હી ડેરડેવિલ્સ) ની સાથે કરી હતી અને 2014માં સનરાઇઝર્સ હૈદરાબાદમાં સામેલ થયા બાદ પોતાની અલગ ઓળખ બનાવી હતી. 

વોર્નર ક્વોરેન્ટીનમાંથી બહાર આવી ગયો છે તો નોર્ખિયા સંપૂર્ણ ફિટ થઈ ગયો છે. લખનઉએ અત્યાર સુધી ત્રણ મેચમાં બે વિજય મેળવ્યા છે, જ્યારે દિલ્હીને એક જીત મળી છે. 

લખનઉએ પ્રથમ મેચમાં ગુજરાત સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેણે ચેન્નઈને 6 વિકેટ અને હૈદરાબાદને 12 રને પરાજય આપ્યો હતો. જ્યારે દિલ્હીએ મુંબઈને ચાર વિકેટે હરાવ્યું હતું તો ગુજરાત સામે તેણે 14 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉનો કેપ્ટન રાહુલ સારા ફોર્મમાં છે અને તેણે પાછલી મેચમાં 68 રન ફટકાર્યા હતા. 

લખનઉ માટે રાહુલ અને ડિકોક ઈનિંગની શરૂઆત કરશે. એવિન લુઈસ અને મનીષ પાંડે ત્યારબાદ બેટિંગ કરશે. યુવા ક્રિકેટર આયુષ બદોનીએ પણ સારૂ પ્રદર્શન કર્યું છે. લખનઉ માટે હજુ સ્ટોયનિસ ઉપલબ્ધ નથી. ત્યારબાદ જેસન હોલ્ડર, દીપક હુડ્ડા અને ક્રુણાલ પંડ્યા ઓલરાઉન્ડર્સની ભૂમિકામાં હશે. એન્ડ્ર ટાયના સ્થાને દુષ્મંથાની વાપસી થઈ શકે છે. આવેશ ખાન પર ફરી મહત્વની ભૂમિકા રહેશે. તો રવિ બિશ્નોઈ સ્પિન વિભાગમાં ટીમની કમાન સંભાળશે. 

આ હોઈ શકે છે સંભવિત પ્લેઇંગ ઇલેવન
લખનઉ સુપર જાયન્ટ્સઃ કેએલ રાહુલ, ક્વિન્ટન ડિ કોક, એવિન લુઈસ મનીષ પાંડે, આયુષ બદોની, જેસન હોલ્ડર, ક્રુણાલ પંડ્યા, દીપક હુડ્ડા, દુષ્મંથા ચમીરા, રવિ બિશ્નોઈ, આવેશ ખાન.

દિલ્હી કેપિટલ્સઃ ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મનદીપ સિંહ, રિષભ પંત, લલિત યાદવ, રોવમૈન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, મુસ્તફિઝુર રહમાન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news