ગુજરાતનું આ મંદિર છે રોટલાના પ્રસાદ માટે પ્રખ્યાત, ખાસ દિવસે બને છે દુનિયાનો સૌથી મોટો રોટલો

વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ, કઠોળ અને અને અનાજમાંથી બનાવવામાં આવેલા 111 જેટલા રોટલાનો અન્નકોટ અને વિવિધ 31 પ્રકારની ખીચડીઓનો જલારામ બાપાને ભોગ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જલાબાપાના ભક્તો આ અનેરા રોટલા અન્નકોટ ઉત્સવના દર્શનાથે આવી રહ્યાં છે. આ મંદિરમાં પ્રસાદમાં પણ રોટલા આપવામાં આવે છે. 

ગુજરાતનું આ મંદિર છે રોટલાના પ્રસાદ માટે પ્રખ્યાત, ખાસ દિવસે બને છે દુનિયાનો સૌથી મોટો રોટલો

મુસ્તાક દલ/જામનગર : કાઠિયાવાડી રહેણીકરણીમાં શિયાળામાં રોટલા ખાવાનું એક અનોખું મહત્વ હોય છે. ત્યારે ખાસ કરીને દર વર્ષે યોજાતી પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ જામનગર નજીક હાપા ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે ભવ્ય રોટલા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોટલા મહોત્સવમાં ખાસ કરીને હાપા જલારામ મંદિર ખાતે ભૂતકાળમાં બનાવવામાં આવેલ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા 7x7 ફૂટના રોટલાનો અન્નકોટ ધરાવાયો હતો. જ્યારે વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ, કઠોળ અને અને અનાજમાંથી બનાવવામાં આવેલા 111 જેટલા રોટલાનો અન્નકોટ અને વિવિધ 31 પ્રકારની ખીચડીઓનો જલારામ બાપાને ભોગ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જલાબાપાના ભક્તો આ અનેરા રોટલા અન્નકોટ ઉત્સવના દર્શનાથે આવી રહ્યાં છે. આ મંદિરમાં પ્રસાદમાં પણ રોટલા આપવામાં આવે છે. 

ગિનીસ બુકમાં મળ્યું છે રોટલાને સ્થાન
શિયાળામાં ગરમા ગરમ રોટલા ખાવાનો એક અનેરો આનંદ હોય છે, ત્યારે આવા અનેક 111 પ્રકારના રોટલા જોઈને રોટલા ઉત્સવમાં દર્શનાર્થે આવેલા ભક્તજનોના મોંમાં પણ પાણી આવી ગયુ હતું. તેમણે પણ આ રોટલાનો મહાપ્રસાદ તરીકે લાભ લીધો હતો. જ્યારે અનોખા રોટલા ઉત્સવમાં દર્શનાથે આવેલ ભક્તજનોએ વિવિધ પ્રકારના રોટલાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષે હજારો ભક્તજનો આ રોટલા ઉત્સવમાં દર્શનાથે આવે છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં જલા બાપાના ભક્તો આવ્યા છે અને રોટલા ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી મહાપ્રસાદનો લાભ લીધો હતો. 

વીરબાઈ માતા સાથે જલારામ બાપાએ શરૂ કર્યું હતું સદાવ્રત
આ સદાવ્રતની 17 જાન્યુઆરીનાં દિવસથી શરૂઆત કરી હતી. આજે પણ જોગી જલિયાણના આ ધ્યેય સાથે જલારામ મંદિરોમાં ગુંજે છે. જામનગરના હાપામાં જલારામ મંદિર ખાતે ઘણાં વર્ષોથી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે અને ખાસ 17 જાન્યુઆરીના રોજ જલારામ બાપાએ વીરબાઈ માતા સાથે વીરપુરમાં સદાવ્રતની શરૂઆત કરી હતી, ત્યારે જામનગરમાં પણ આ પરંપરાને જાળવી રાખવા જલારામ ભક્તો દ્વારા અન્નક્ષેત્રના માધ્યમથી ચાલુ કરાઇ છે. જેથી પાવન પર્વે 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ જલા બાપાને ધરવામાં આવ્યો છે અને આ પરંપરા હંમેશા માટે ચાલુ રહી છે. જલાબાપાની પ્રખ્યાત ઉક્તિ "દેને કો ટુકડો ભલો" ને હાલ જામનગર જલારામ મંદિરના ભક્તો સાર્થક કરી રહ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news