Zero Shadow Day: ખાસ વાંચો આ સમાચાર, આજે આ સમયે તમારો પડછાયો થઈ જશે 'ગાયબ'!

'ઝીરો શેડો ડે' માં અમુક પળ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે. 

Zero Shadow Day: ખાસ વાંચો આ સમાચાર, આજે આ સમયે તમારો પડછાયો થઈ જશે 'ગાયબ'!

અમદાવાદ: તમારી સાથે રહેતો પડછાયો પણ ક્યારેક ગાયબ થઈ શકે છે જો એવું કહીએ તો તમને કદાચ માન્યમાં નહીં આવે. પરંતુ આ સાચુ છે. અવકાશમાં એવી એવી ખગોળીય ઘટના જોવા મળે છે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આવી જ એક ખગોળીય ઘટના વર્ષમાં બે વાર જોવા મળે છે જેને 'ઝીરો શેડો ડે' કહેવાય છે. જેમાં અમુક પળ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે. 

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ એવા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જે હેઠળ ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેક્નોલોજી, અને ખગોળ વગેરેના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોકોમાં જાગૃતિ હેતુ કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત અને Gujarat Council of Science and Technology (GUJCOST) માન્ય કલ્યાણ રિજિયોનલ કમ્યુનિટી સાયન્સ સેન્ટર વર્ષ 2002થી કાર્યરત છે. 

શું છે આ ઝીરો શેડો ડે?
ભાવનગરમાં આ અદભૂત ખગોળીય ઘટના 30મી મે 2021ના રોજ 12.39 કલાકે અને 13 જુલાઈ 2021ના રોજ 12.47 કલાકે જોવા મળશે. વર્ષમાં બે વાર આ ઘટના સર્જાય છે. જેમાં આકાશમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાને પહોંચે ત્યારે અમુક ક્ષણો પુરતો પડછાયો સાથ મૂકી દે છે. જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન હોવા દરમિયાન સૂર્ય જેવો 23.5 અંશ દક્ષિણ પર સ્થિત મકર રેખાથી 23.5 અંશ ઉત્તરની કર્ક રેખા તરફ દક્ષિણથી ઉત્તર દિશા તરફ આગળ વધે છે તેમ તેમ દક્ષિણથી ઉત્તર તરફ  કાળઝાળ ગરમી દક્ષિણ ગોળાર્ધમાં ઓછી થતી જાય છે અને ઉત્તર ગોળાર્ધમાં તે વધતી જાય છે. 

સૂર્યની કિરણો પુથ્વી પર જ્યાં સીધી પડતી જાય છે ત્યાં ત્યાં તે ખાસ સ્થળો પર બરાબર બપોરે શૂન્ય પડછાયાની પળ સર્જાય છે. બરાબર એ જ રીતે ઉત્તરથી દક્ષિણ તરફ સૂર્ય પાછા ફરતી વખતે બરાબર મધ્ય સમયે તે જ અક્ષાંશ પર ફરીથી શૂન્ય પડછાઈની પળ આવે છે. એટલે કે કર્ક રેખાથી મકર રેખા વચ્ચે દક્ષિણાયન થતા સૂર્યથી પણ આ દુર્લભ ખગોળીય ઘટના ફરીથી જોવા મળે છે. અમુક પળો માટે તમારો પડછાયો ગાયબ થઈ જાય છે.

ભાવગનરમાં 30મીએ નહીં જોવા મળે પડછાયો!
ભાવનગરમાં આ ઘટના 30મી મેના રોજ 12.39 કલાકે તથા 13 જુલાઈના રોજ 12.47 કલાકે આ ખગોળીય ઘટનાનો લ્હાવો લઈ શકાશે. જો કે હાલની કોરોનાની સ્થિતિ જોતા લોકો ઘરે રહીને આ ખગોળીય ઘટનાના સાક્ષી બની શકે અને તેની વૈજ્ઞાનિક સંલગ્ન જાણકારીઓ મેળવી શકે તે હેતુથી  કલ્યાણ રિજિયોનલ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આ ઘટનાનું યુટ્યૂબ ચેનલ krcscbhavnagar પર લાઈવ પણ કરવામાં આવશે. રસ ધરાવતા લોકો www.krcscbhavnagar.org વેબસાઈટ પર જઈને current events માં આ કાર્યક્રમ માટે 30 મે બપોરે 12 વાગ્યા સુધીમાં નામ નોંધાવી શકે છે. 

અમદાવાદમાં આ દિવસે જોવા મળશે આ ઘટના!
અમદાવાદમાં પણ બે વાર આ ઘટનાનો લ્હાવો લઈ શકાશે. મળતી માહિતી મુજબ આ અદભૂત ખગોળીય ઘટના અમદાવાદમાં 10 જૂન 12.39 કલાકે અને બીજીવાર 2 જુલાઈ 12.44 કલાકે જોઈ શકાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news