Hing Water: સવારે ખાલી પેટ હિંગનું પાણી પીવાના જાણી લો ફાયદા, પીવાથી શરીર રહે છે નિરોગી
Hing Water: હિંગનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો પણ તે શરીરને ફાયદો કરે છે. તો પછી જો તમે રોજ હિંગનું પાણી પીવો છો તો તે શરીર માટે ઔષધી સમાન અસર કરે છે. કેટલીક સમસ્યાઓ તો એવી છે જે દવા વિના ફક્ત હિંગથી મટી શકે છે.
Trending Photos
Hing Water: હિંગ એવો મસાલો છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય સમસ્યાથી પણ મુક્તિ અપાવી શકે છે. આયુર્વેદમાં હિંગના પાણીને ગુણકારી કહેવાયું છે. હિંગના પાણી વિશે આયુર્વેદમાં કહેવાયું છે કે રોજ જો તમે હિંગના પાણીનું સેવન કરો છો તો પાચનતંત્રની સમસ્યાથી લઈને વધારે વજનની તકલીફો દૂર થઈ શકે છે. હિંગનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો પણ તે શરીરને ફાયદો કરે છે. તો પછી જો તમે રોજ હિંગનું પાણી પીવો છો તો તે શરીર માટે ઔષધી સમાન અસર કરે છે. કેટલીક સમસ્યાઓ તો એવી છે જે દવા વિના ફક્ત હિંગથી મટી શકે છે.
શા માટે પીવું હિંગનું પાણી ?
હિંગના પાણીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. આ પાણી પીવાથી ગટ હેલ્થ સુધરે છે. હિંગ નું પાણી પીવાથી જૂનામાં જૂની કબજિયાત પણ મટી શકે છે. આ મસાલો અપચાના લક્ષણ જેમ કે ગેસ, પેટમાં દુખાવો, સોજો વગેરેથી પણ રાહત આપે છે. હિંગનું પાણી સુગર સ્પાઇક થતા અટકાવે છે. આયુર્વેદ અનુસાર હિંગનું પાણી વાયુમાર્ગને સાફ કરે છે. જેનાથી શ્વાસ લેવામાં થતી સમસ્યાઓ કે શ્વાસ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. હિંગનું પાણી પીવાથી સૌથી મોટા લાભ કયા થાય છે તે પણ જાણી લો.
હિંગનું પાણી પીવાથી થતા ફાયદા
- ખાલી પેટ હિંગનું પાણી પીવામાં આવે તો પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ મટે છે. પાચનતંત્ર ભોજનને સારી રીતે પચાવી શકે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ થતી નથી.
- હિંગમાં એવા તત્વ હોય છે જે એસિડનો વધારો અને બ્લોટીંગ ને પણ રોકે છે. સવારે ખાલી પેટ હિંગ નું પાણી પી લેવાથી આખો દિવસ ફ્રેશ અનુભવ થાય છે અને પેટ પણ હળવું રહે છે.
- હિંગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે. રોજ હિંગનું પાણી પીવાથી પેટમાં ગેસ એકઠો થતો નથી. હિંગનું પાણી પીવાથી આંતરડા સ્વસ્થ અને સાફ રહે છે.
- હિંગ તેના કફનિવારક ગુણ માટે પણ જાણીતી છે. હિંગનું પાણી અસ્થમા, બ્રોંકાયટીસ અને ઉધરસ જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. ખાલી પેટ હિંગનું પાણી પીવાથી છાતીમાં જામેલો કફ પણ દૂર થવા લાગે છે.
- કેટલીક રિસર્ચ અનુસાર હિંગનું પાણી પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. હિંગ નું પાણી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો કરે છે તેનાથી સુગર મેનેજ કરવામાં સરળતા રહે છે.
- હિંગમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. દિવસની શરૂઆતમાં હિંગનું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તેનાથી શરદી, ફ્લૂ જેવી બીમારીઓ થતી નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે