Potatoes: ફ્રિજમાં સ્ટોર કરેલા બાફેલા બટેટા ખાવાથી વધે છે આ જીવલેણ બીમારી થવાનું જોખમ

Boiled Potatoes: રોજની રસોઈ ઉપરાંત નાસ્તામાં પણ બટેટાથી બનેલી વાનગીઓ બનતી હોય છે. તેથી ઘણી વખત ગૃહિણીઓ વધારે બટેટા બાફીને તેને ફ્રિજમાં સ્ટોર કરી લે છે. વધારે સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરેલા બાફેલા બટેટા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

Potatoes: ફ્રિજમાં સ્ટોર કરેલા બાફેલા બટેટા ખાવાથી વધે છે આ જીવલેણ બીમારી થવાનું જોખમ

Boiled Potatoes: બટેટા ભારતીય રસોઈનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બટેટાનો ઉપયોગ રોજ અલગ અલગ રીતે દરેક ઘરમાં થતો હોય છે. કેટલાક લોકો તો જમવામાં રોજ બટેટા ખાવાનું પસંદ કરે છે. રોજની રસોઈ ઉપરાંત નાસ્તામાં પણ બટેટાથી બનેલી વાનગીઓ બનતી હોય છે. તેથી ઘણી વખત ગૃહિણીઓ વધારે બટેટા બાફીને તેને ફ્રિજમાં સ્ટોર કરી લે છે. જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. 

બટેટાને બાફી તેની છાલ ઉતાર્યા વિના જો તેને ફ્રિજમાં રાખવામાં આવે તો એક કે બે દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ વધારે સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરેલા બાફેલા બટેટા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે બે દિવસથી વધારે બાફેલા બટેટાને ફ્રિજમાં સ્ટોર કરો છો અને પછી તેનો ઉપયોગ કરો છો તો તેનાથી ગંભીર જીવલેણ બીમારી થવાનું જોખમ વધી જાય છે. 

ફ્રિજમાં સ્ટોર કરેલા બટેટા ખાવાથી થતા નુકસાન 

- બાફેલા બટેટા માં જે સ્ટાર્ચ હોય છે તે ઠંડા તાપમાનના કારણે મીઠાશમાં બદલી જાય છે. ફ્રિજમાં રાખવાના કારણે બટેટાનો સ્વાદ પણ બગડવા લાગે છે. 

- ફ્રિજમાં રાખેલા બાફેલા બટેટાનું ટેક્સચર પણ બદલી જાય છે. ઠંડા વાતાવરણમાં બટેટા કડક અથવા તો વધારે પાણીવાળા થઈ જાય છે. જેના કારણે કોઈપણ વસ્તુમાં તેનો ઉપયોગ કરવામાં સમસ્યા થાય છે. 

- બાફેલા બટેટાને ફ્રિજમાં રાખવામાં આવે તો તેમાં બેક્ટેરિયા વધી જાય છે. ફ્રિજમાં રાખેલા બટેટા માં ભેજ વધારે હોય છે જેના કારણે બેક્ટેરિયા ઝડપથી વધે છે. આવા બટેટા ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. 

- બાફેલા બટેટા ફ્રીઝમાં રાખવાથી તેની સ્કિન ઝડપથી સડવા લાગે છે. જેની અસર બટેટાને પણ થાય છે. 

કેન્સરનું જોખમ 

બાફેલા બટેટાને ફ્રિજમાં સ્ટોર કરવાથી  કેન્સર જેવી જીવલેણ બીમારી થવાનું જોખમ વધી જાય છે. બટેટા ઠંડા હોય છે તેથી તેનો ફરીથી ઉપયોગ કરવા માટે તેને ગરમ કરવામાં આવે છે. જેના કારણે બટેટા માં રહેલી સુગર અને એમિનો એસિડ એક્રિલામાઈડ બનાવવા માટે પ્રતિક્રિયા કરે છે. જે પદાર્થ કેન્સર સંબંધિત છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news