પુરુષોએ લવિંગના સેવનમાં ખુબ ધ્યાન રાખવું, વધુ પડતા સેવનથી થતા નુકસાન અંગે ખાસ જાણો
લવિંગના ફાયદા તો આપણે જાણીએ છીએ. પુરુષો માટે લવિંગના પોષકતત્વો શું ફાયદો કરાવે છે તે જાણતા હોવ તો તેની સાથે સાથે તેના વધુ પડતા સેવનથી જે ગેરફાયદા થાય છે તે પણ ખાસ જાણવા જોઈએ. મર્યાદિત પ્રમાણમાં સેવન કરવાથી ફાયદા ચોક્કસપણે થાય છે. પરંતુ વધુ પડતી માત્રા નુકસાન નોતરે છે. વાંચો અહેવાલ.
Trending Photos
પુરુષોના સ્વાસ્થ્ય માટે લવિંગ ફાયદાકારક હોય છે. લવિંગની અંદર પ્રોટીન, ફાઈબર, એનર્જી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, વિટામીન સી, વિટામીન બી, વિટામીન એ, વગેરે પોષકતત્વો હોય છે. જે ખુબ ઉપયોગી રહે છે. પરંતુ લવિંગના વધુ પડતા સેવનથી નુકસાન પણ થઈ શકે છે. આવામાં તેના નુકસાન વિશે જાણકારી હોવી જરૂરી છે. આજનો આ લેખ અમારો એ વિષય ઉપર છે કે જો પુરુષો જરૂરિયાત કરતા વધુ લવિંગનું સેવન કરે તો તેનાથી સ્વાસ્થ્યને શું ગેરફાયદા થઈ શકે છે....
પુરુષો માટે લવિંગનું વધુ પડતું સેવન નુકસાનકારક બની શકે
- જો પુરુષો જરૂરિયાત કરતા વધુ લવિંગનું સેવન કરે તો તેનાથી તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન ઓછું થઈ શકે છે. અત્રે જણાવવાનું કે જ્યારે આ હોર્મોનની કમી થઈ જાય તો યૌન ક્ષમતા, ચહેરાના વાળ, મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય સમસ્યા વગેરે થઈ શકે છે. આવામાં પુરુષોએ સીમિત માત્રામાં લવિંગનું સેવન કરવું જોઈએ.
- વધુ પ્રમાણમાં લવિંગનું સેવન કરવામાં આવે તો પુરુષોના શરીરમાં ઝેરી પદાર્થો પેદા થઈ જાય છે. જેના કારણે સમસ્યા થાય છે.
- લવિંગના સેવનથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારી શકાય છે. પરંતુ જેમ કે પહેલા જણાવ્યું કે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ગડબડીના કારણે પુરુષોને સમસ્યા થઈ શકે છે. આવામાં ડોક્ટરની સલાહ પર સીમિત માત્રાનું જ્ઞાન ચોક્કસપણે મેળવો.
આ વીડિયો પણ ખાસ જુઓ...
ખાસ નોંધ- ઉપર જણાવેલા પોઈન્ટ્સથી જાણવા મળે છે કે લવિંગ જેટલા ફાયદાકારક છે એટલું વધુ પડતું સેવન નુકસાનકારક પણ છે. આવામાં પુરુષોએ લવિંગનું સેવન કરતા પહેલા મર્યાદિત માત્રા વિશે જ્ઞાન મેળવવું ખુબ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે