Diabetes: સીતાફળથી બ્લડ શુગર ફટાફટ થશે કંટ્રોલ, મોટાપામાં પણ મળશે રાહત

Diabetes: સીતાફળ ખાવામાં મીઠુ અને સ્વાદિષ્ટ ફળ હોય ચે. આ સીઝનમાં તે તમને મળી જશે. વિટામિન સી, એ અને આયરન જેવા મિનરલથી ભરપૂર આ ફળ તમારે જરૂર ખાવું જોઈએ. આ ફળ, પાંદળા, મૂળ અને છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 
 

Diabetes: સીતાફળથી બ્લડ શુગર ફટાફટ થશે કંટ્રોલ, મોટાપામાં પણ મળશે રાહત

Diabetes: સપ્ટેમ્બર મહિના બાદ 2થી 3 મહિના સુધી સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર સીતાફળ મળવા લાગે છે. આ ફળ ખાવામાં ખુબ રસીલુ, મીઠુ અને ગુણોથી ભરપૂર હોય છે. જો તમે તેનો સ્વાદ ચાખી લીધો તો તમે તેના દીવાના બની જશો. સીતાફળને શરીફા પણ કહે છે. ઈંગ્લિશમાં તેને કસ્ટર્ડ એપ્પલ (Custard Apple) કહે છે. તેને ખાવાની રીત થોડી અલગ હોય છે. આ સીતાફળ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણથી ઓછું નથી. તેમાં અનેક પોષક તત્વોનો ભંડાર હોય છે. 

સીતાફળમાં તમામ જરૂરી મિનરલ અને વિટામિન્સ હોય છે. તેના સેવનથી વિટામિન સી, વિટામિન એ, આયરન, પોટેશિયમ, કોપર અને મેગન્નેશિયમની કમીને પૂરી કરી શકાય છે. સીતાફળમાં ભરપૂર એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. સીતાફળના પાંદડાથી ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર કરી શકાય છે. 

શુગરના દર્દીઓ માટે રામબાણ છે સીતાફળ
સીતાફળના પત્તામાં એન્ટી-ડાયાબિટીક ગુણ જોવા મળે છે. તે સીધા પૈક્રિયાઝ પર અસર કરે છે. નોંધનીય છે કે પૈંક્રિયાજતી ઇંસુલિન નામનું હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોન જ્યારે રિલીઝ થાય છે તો લોહીમાં ગયેલા ગ્લૂકોઝને અવશોષિત કરી લે છે. સીધા શબ્દોમાં કરીએ તો ઇંસુલિન જ ગ્લૂકોઝને પચાવી તેને એનર્જીમાં બદલે છે. સીતાફળનું પાન પ્લાઝમા ઇંસુલિનના લેવલને વધારે છે. જેનાથી વધુ સમય સુધી ઇંસુલિન લોહીમાં રહે છે. જો સીતાવળને સવારે ખાવામાં આવે તો દિવસભર ઇંસુલિનની માત્રા બની રહેશે. જેનાથી લોહીમાં બ્લડ શુગરનું લેવલ વધશે નહીં. 

સીતાફળથી વજન પણ ઘટશે
સીતાફળમાં ફાયબર ભરપૂર હોય છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે આ સારૂ ફળ છે. તેમાં કેલેરી વધુ હોય છે પરંતુ ફાઈબર વધુ હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી તમને વધુ ભોજનની જરૂર પડતી નથી. 

ઇમ્યુનિટી થશે મજબૂત
સીતાફળમાં વિટામિન સી પણ હોય છે. જેનાથી ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ મળે છે. શિયાળામાં કે પછી બદલતા મોસમમાં સીતાફળ ખાવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે. તમારે તમારા ડાઇટમાં સીતાફળને જરૂર સામેલ કરવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news