બેવડી ઋતુમાં આ વસ્તુઓનું કરો સેવન, શરદી-ખાંસી આસપાસ પણ નહિ ભટકે

Cough & Cold: ઠંડીની ઋતુ હજી બરાબર આવી નથી, પરંતું અનેક લોકો અત્યારથી જ માંદા પડવા લાગ્યા છે... બેવડી ઋતુનો માર લોકોને બીમાર બનાવી રહ્યો છે... તેનાથી બચવાનો એક રસ્તો ફૂડ પણ છે... તેના માટે તમારે કેટલીક વસ્તુઓ ખાવી પડશે 

બેવડી ઋતુમાં આ વસ્તુઓનું કરો સેવન, શરદી-ખાંસી આસપાસ પણ નહિ ભટકે

Foods To Prevent Viral Infection: ઠંડીની મોસમ નજી આવતા જ લોકોમાં વાયરલ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. જો બેવડી ઋતુમાં આવતા શરદી-ખાંસીને રોકવામાં ન આવે તો અન્ય મુસીબતો વધી શકે છે. તેનાથી બચવાના અનેક ઉપાય છે. મોટાભાગના લોકો દવાઓ લે છે. પરંતું જો તમારે વાયરલ ઈન્ફેક્શનથી બચવુ હોય તો ખોરાકના માધ્યમથી પણ બચી શકાય છે. હેલ્ધી ફૂડ ન માત્ર આપણને પોષણ આપે છે, પરંતુ બીમારીઓને પણ દૂર રાખે છે. 

આ ચીજો ખાઓ
ભારતના ફેમસ ન્યૂટ્રીશન એક્સપર્ટ નિખિલ વત્સ જણાવે છે કે, જો તમને પણ બદલતી ઋતુ સાથે વાયરલ ઈન્ફેક્શન થાય છે, તો તેનાતી બચવા માટે કેટલાક ફૂડ ખાવા જોઈએ. જેમ કે, શરીરને ઈમ્યુનિટી મળે, ઈમ્યુનિટી મજબૂત થાય. સાથે જ શરદી-ખાંસી સામે લડવામાં મદદગાર થાય. 

Include Vitamin C in your diet to help boost immunity against non-communicable diseases

સિટરસ ફ્રુટ્સ
સિટરસ ફ્રુટ્સ એટલે ખાટ્ટા ફળ, તેને ખાવાની સલાહ એટલા માટે આપવામાં આવે છે કે, વિટામિન સી તેમાંથી ભરપૂર માત્રામાં મળી રહે છે. તે એવુ પોષક તત્વ છે, જે ન માત્ર બોડીની ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. પરંતુ જો તમે તેને રોજ ખાશો તો વાયરસથી લડવામાં પણ મદદગાર સાબિત થશે. તેથી રોજ સંતરા, મોસંબી અને લીંબુ જેવી ચીજો તમારા ખોરાકમાં સામેલ કરો. ફળ જેટલુ ખાટ્ટુ હશે, તેટલુ વિટામિન સી વધુ હશે. કેટલાક સીઝનલ ફ્રુટ્સ જેમ કે જામફળ પણ ખાઈ શકો છો.  

Milk Benefits: ಕೀಲು ನೋವು ನಿವಾರಿಸಲು ಬಿಸಿ ಹಾಲಿನಲ್ಲಿ ಈ ವಸ್ತು ಬೆರೆಸಿ ಸೇವಿಸಿ.!

દૂધ
દૂધ કમ્પ્લીટ ફૂડ છે, કારણ કે તેમાં તમામ પ્રકારના ન્યૂટ્રીશન મળી આવે છે. વાયરલ ઈન્ફેક્શનથી બચવા માટે રોજ 2 ગ્લાસ ગરમ દૂધ જરૂર પીઓ. દૂધમાં પ્રોટીન, વિટામિનડી, ફોસ્ફરસ હોય છે. જે આપણા શરીરને હેલ્ધી રાખે છે. શરીર જેટલુ હેલ્ધી રહેશે, સંક્રમણનો ખતરો એટલો ઓછો રહેશે.

सर्दियों में रोज इस वक्त खाना शुरू कर दें 1 उबला अंडा, दूर भाग जाएंगी ये बीमारियां, मिलेंगे गजब के फायदे

ઈંડા
ઈંડાની ગણતરી સુપરફૂડમાં થાય છે. તે પાછળ અનેક કારણો છે. સામાન્ય રીતે ઈંડાનો પ્રોટીનનો રિચ સોર્સ ગણવામાં આવે છે. પરંતુ ઈંડામાં વિટામિન બી12 અને મેગેનીઝની માત્રા પણ વધુ હોય છે. જો રોજ ઉકાળેલા બે ઈંટા ખાશો તો તમને શરદી-ખાંસીનું રિસ્ક ઘટશે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news