વિધાનસભાની વાતઃ પારડી વિધાનસભામાં આ વખતે જૂની માન્યતા તૂટશે કે પછી જળવાઈ રહેશે ઈતિહાસ?
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતની પારડી વિધાનસભા બેઠક પર છેલ્લી 6 ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક જ વાર જીતી શકી છે. જ્યારે પાંચ વખત ભાજપનો વિજય થયો છે. વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના કનુ દેસાઈએ શાનદાર જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભરત પટેલને હરાવ્યા હતા.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યાં છે. રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંંટણી જંગ જીતવા માટે રણનીતિઓ ઘડીને મેદાનમાં ઉતરી પડ્યાં છે. પ્રચાર-પ્રસારની પ્રક્રિયા વેગવંતી બની છે. ઉમેદવારી માટે પણ દાવેદારો લાઈન લગાવી રહ્યાં છે. ત્યારે વિધાનસભાની વાતમાં આજે વાત કરીશું વલસાડ જિલ્લાની પારડી બેઠકની. જાણીએ કેવાં છે પારડી બેઠકના રાજકીય સમીકરણો અને કેવો છે માહોલ. પારડી બેઠક પર 2,59,267 મતદારો છે. જેમાં 1,36,738 પુરુષ મતદારો અને 1,22,524 મહિલા મતદારો છે. પારડીમાં ડાંગર, કેરી, ચીકુ, શેરડી અને સાગ જેવો પાક લેવામાં આવે છે. વીતેલા વર્ષોમાં અહીંયા ઘણો ઔદ્યોગિક વિકાસ થયો છે.
કયા મતદારોનું પ્રભુત્વ:
જો બેઠક પર રાજકીય ગણિતની વાત કરીએ તો આ સીટ પર માધીમાર સમુદાયનો દબદબો છે. તેની સાથે જ કોઈપણ પાર્ટીની હાર આ વિસ્તારના આદિવાસી સમુદાયના મતદારો પર નિર્ભર રહે છે. આ વિસ્તારમાં મતોનું ધ્રુવીકરણ પણ શક્ય છે. કેમ કે આ બેઠક પર કોળી પટેલ, ધોડિયા પટેલનો પણ ઘણો પ્રભાવ છે.
બેઠકનું રાજકીય ગણિત:
ગુજરાતની પારડી વિધાનસભા બેઠક પર છેલ્લી 6 ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક જ વાર જીતી શકી છે. જ્યારે પાંચ વખત ભાજપનો વિજય થયો છે. વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના કનુ દેસાઈએ શાનદાર જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભરત પટેલને હરાવ્યા હતા. આ બેઠક પર બસપામાંથી ગિરીશભાઈ પરમાર અને આપમાંથી ડોક્ટર રાજીવ શંભુનાથ પાંડે પણ મેદાનમાં હતા. 2007 સુધી આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત હતી. આ સીટની વિશેષતા એ છે કે અહીંયાથી નવા નેતાને ધારાસભ્ય પસંદ કરવામાં આવે છે. એટલે કોઈપણ ધારાસભ્ય બીજીવાર ચૂંટણી જીતીને આવ્યા નથી.
વિધાનસભા ચૂંટણીમાં પારડીનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ વિજેતા પક્ષ
1962 ઉત્તમભાઈ પટેલ PSP
1967 ઉત્તમભાઈ પટેલ કોંગ્રેસ
1972 ઉત્તમભાઈ પટેલ કોંગ્રેસ
1975 છોટુભાઈ પટેલ BJS
1980 રમણભાઈ પટેલ કોંગ્રેસ
1985 સવિતાબેન પટેલ કોંગ્રેસ
1990 રમણલાલ પટેલ કોંગ્રેસ
1995 ડૉ.કે.સી.પટેલ ભાજપ
1998 ચંદ્રવદન પટેલ ભાજપ
2002 લક્ષ્મભાઈ પટેલ કોંગ્રેસ
2007 ઉષાબેન પટેલ ભાજપ
2012 કનુભાઈ દેસાઈ ભાજપ
2017 કનુભાઈ દેસાઈ ભાજપ
2022માં મતદારો કોને પસંદ કરશે:
1995માં અહીંયાથી બીજેપીના ડોક્ટર કે.સી.પટેલ, 1998માં બીજેપીના ચંદ્રવદન પટેલ, 2002માં કોંગ્રેસના લક્ષ્મણ પટેલ અને 2007માં બીજેપીના ઉષાબેન પટેલ જીત્યા હતા. જોકે 2012થી આ સીટ સામાન્ય જાહેર થઈ અને ત્યારથી બીજેપી જ આ બેઠક પર કબજો કર્યો હતો. અહીંયા લોકોને પીવાના પાણીની મુખ્ય સમસ્યા છે. તેના માટે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે