અજમાવવા જેવો ઉપાય: ખુબ વાળ ખરતા હોય તો કોપરેલમાં આ એક વસ્તું ભેળવીને વાળમાં લગાવો

Baldness Remedies: વાળ ખુબ ખરતા હોય તો ટાલિયાપણાનો ભોગ બની શકાય છે. આવામાં વાળની વધુ  દેખરેખની જરૂર હોય છે. વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મેળવવા આ ઘરગથ્થું ઉપાય વિશે ખાસ જાણો...

અજમાવવા જેવો ઉપાય: ખુબ વાળ ખરતા હોય તો કોપરેલમાં આ એક વસ્તું ભેળવીને વાળમાં લગાવો

દિવસના 100 વાળ ખરતા હોય તો તે સામાન્ય કહી શકાય પરંતુ જો તમારા વાળ તેના કરતા વધુ ખરતા હોય તો આ એક ચિંતાનો વિષય બની શકે છે. 100થી વધુ વાળ તૂટતા તમે ટાલિયાપણાનો ભોગ બની શકો છો. આજના સમયમાં ઓછી ઉંમરમાં જ લોકોના વાળ ખરી રહ્યા છે જેના કારણે શરમિંદગીનો ભોગ પણ બનતા હોય છે. જો તમે ઈચ્છતા હોવ કે નાની ઉંમરમાં ટાલિયાપણું ન આવે તો તેના માટે એક અસરકારક નુસ્ખો ટ્રાય કરી શકો છો. આ નુસ્ખાથી વાળ ખરવાની સમસ્યા મહદઅંશે ઓછી થઈ શકે છે. જાણો આ ઘરગથ્થું ઉપાય વિશે...

ખાસમખાસ તેલ
ટાલિયાપણાને દૂર કરવા માટે કોપરેલ (નારિયેળનું તેલ)ના તેલમાં કલોન્જી મિક્સ કરી શકો છો. નારિયેળના તેલથી ટાલિયાપણું દૂર કરવામાં મદદ મળી શકે છે. આ તેલ બનાવવાની વિધિ જાણો. 

જરૂરી સામગ્રી
- કલોન્જી- 2 ચમચી
- નારિયેળનું તેલ- 1 વાટકી

વિધિ
સૌથી પહેલા એક વાટકી નારિયેળનું તેલ લો અને તેને ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમાં 2 મોટા  ચમચી કલોન્જી નાખો. ત્યારબાદ તેને જ્યાં સુધી નારિયેળનું તેલ ગરમ થઈને ગાઢ ન થાય ત્યાં સુધી ઉકાળો. જ્યારે નારિયેળના તેલનો રંગ ઘેરો તઈ જાય તો બંધ કરીને તેલ ઠંડુ કરો અને પછી બોટલમાં ભરી લો. 

વાળમાં કેવી રીતે લગાવશો
વાળમાં આ તેલ લગાવવા માટે સૌથી પહેલા તમારા વાળને બે ભાગમાં વહેંચી દો. ત્યારબાદ ધીરે ધીરે કરીને સ્કલ્પ પર લગાવો. સ્કલ્પ અને માથા સુધી આ  તેલને લગાવ્યા બાદ તમારા વાળને સારી રીતે બાંધી લો અને 2 કલાક માટે છોડી દો. ત્યારબાદ તમારા વાળને માઈલ્ડ શેમ્પુથી ધોઈ લો. તેનાથી વાળની સુંદરતા વધશે અને વાળ ખરવાનું પણ ઓછું થઈ શકે છે. 

નારિયેળના તેલ અને કલોન્જીના ફાયદા
વાળ માટે નારિયેળનું તેલ ખુબ ફાયદાકારક બની શકે છે. તેનાથી તમારા રોમછિદ્ર મજબૂત થાય છે. આ સાથે જ વાળને હાઈડ્રેટ રાખવામાં મદદ મળે છે. તેનાથી ટાલિયાપણાની પરેશાની મહદઅંશે દૂર થઈ શકે છે. વાળ માટે કલોન્જી પણ ખુબ ફાયદાકારક હોય છે. તેમાં થાઈમોક્વનોન હોય છે જે વાળના રોમછિદ્રોને ઉત્તેજિત કરી શકે છે. તેનાથી વાળના વિકાસને પ્રોત્સાહન મળે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે વાળને નુકસાનીથી બચાવી શકે છે. સપ્તાહમાં 2-3 વાર તેનાથી વાળને મસાજ કરવાથી વાળ ખરતા અટકાવી શકાય છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથીખરતા વાળ ની સમસ્યા દૂર કરવા માટે કલોન્જી અને નારિયેળના તેલનું મિશ્રણ તમારા વાળ માટે બેસ્ટ હોઈ શકે છે. પરંતુ જો તમારા વાળ વધુ ખરાબ થઈ રહ્યા હોય તો તેવી સ્થિતિમાં તમે  હેલ્થ એક્સપર્ટની મદદ લો.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news