દરરોજ સવારે ઉઠીને ખાઓ માત્ર 50 ગ્રામ શેકેલા ચણા, 7 દિવસમાં જોવા મળશે ફાયદો
શેકેલા ચણાનું નામ આવતા જ તમને હીંગવાળા ચણાનો સ્વાદ યાદ આવી ગયો હશે. જો તમે માત્ર સ્વાદ માટે ચણા ખાઓ છો તો તેને તમારા રૂટીનમાં શામેલ કરો. જી હાં, દરરોજ શેકેલા ચણા ખાવાથી તમારા શરીરને તેનો અનેક રીતે ફાયદો થાય છે
Trending Photos
નવી દિલ્હી: શેકેલા ચણાનું નામ આવતા જ તમને હીંગવાળા ચણાનો સ્વાદ યાદ આવી ગયો હશે. જો તમે માત્ર સ્વાદ માટે ચણા ખાઓ છો તો તેને તમારા રૂટીનમાં શામેલ કરો. દરરોજ શેકેલા ચણા ખાવાથી તમારા શરીરને તેનો અનેક રીતે ફાયદો થાય છે. તે પૌષ્ટિક હોય છે અને પેટની કબજિયાત દૂર કરે છે. તમને જણાવી દઇએ કે, બજારમાં ફોતરાવાળા અને ફોતરા વગરના ચણા મળે છે. પ્રયત્ન કરો કે ફોતરા વગરના ચણા જ તમે ખાઓ. ચણાના ફોતરા પણ સ્વાસ્થ્ય માટે સારા હોય છે.
શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મોટા પ્રમાણમાં મળી રહે છે. શેકેલા ચણા ખાવાના ફાયદા વિશે વાંચી તેમને મનમાં એવો પણ સવાલ આવતો હશે કે, એક સ્વસ્થ વ્યક્તિને દરરોજના કેટલા ચણા ખાવા જોઇએ. આ વિષય પર વસંત કુંજ સ્થિત ઇન્ડિયન સ્પાઇનલ ઈજા સેન્ટની સીનિયર ડાયેટિશિયન ડૉ. હિમાંશી શર્માએ જણાવ્યું છે કે, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજના 50થી 60 ગ્રામ ચણાનું સેવન કરવું જોઇએ. તે તેના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદો પહોંચાડે છે.
આ પણ વાંચો:- નકલી દૂધનો કાળો વેપલો...બે ભાઈઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને 7 વર્ષમાં બન્યા કરોડપતિ
વધે છે રોગ પ્રતિકારક શક્તિ
દરરોજ નાસ્તામાં અથવા બપોરે જમ્યા પહેલા 50 ગ્રામ શેકેલા ચાણા જો તમે ખાઓ છો તો તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયા છે. રોગ પ્રતિકારક શક્તિ વધવાથી તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો, સાથે જ તેનાથી હમેશાં ઋતુ બદલાવવા પર થતી શારીરિક મુશ્કેલીઓ પણ નથી થતી.
સ્થુળતા ઘટાડો
જો તમે અથવા તમારા પરિવારમાં કોઇ સ્થુળતાની બીમારીથી પીડાતા હોય તો તેમના માટે શેકેલા ચણા ખુબજ ફાયદાકારક રહશે. દરરોજ શેકેલા ચણા ખાવાથી સ્થુળતાની સમસ્યાથી રાહત મળે છે. તેનું સેવન શરીરથી વધારે ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
પેશાબ સંબંધીથી મળશે છૂટકારો
શેકેલા ચણાનું સેવન કરવાથી પેશાબથી સંબંધિત બીમારીઓથી છૂટકારો મળી શકે છે. જેમને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા હોય તેમણે દરરોજ ગોળની સાથે ચણાનું સેવન કરવું જોઇએ. તમે જોશો તેનાથી થોડા જ દિવસોમાં તમને આરામ મળવા લાગશે.
નપુંસકતા દૂર કરો
શેકેલા ચણા સાથે દૂધનું સેવન કરવાથી સ્પર્મની પાતળાપણું દૂર થાય છે અને વીર્ય જાડુ થયા છે. જો કોઇ પુરૂષનું વીર્ય પાતળું હોય તો ચણા ખાવાથી રાહત મળશે. શેકેલા ચણાને મધ સાથે ખાવાથી નપુંસકતા દૂર થઇ જાય છે અને પુરૂષત્વમાં વૃદ્ધિ થયા છે. શેકેલા ચણા ખાવાથી રક્તપિત્તનો રોગ પણ દૂર થયા છે.
કબજિયાતથી મળશે રાહત
જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે, તેમને દરરોજ ચણા ખાવવાથી ઘણી રાહત મળે છે. કબજિયાત શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બને છે. કબજિયાત થવા પર તમે દિવસભર આળસ અનુભવ કરો છો અને પરેશાન રહો છો.
પાચન શક્તિ વધશે
ચણા પાચન શક્તિને સંતુલિત અને બ્રેઇન પાવરને પણ વધારે છે. ચણાથી લોહી સાફ થયા છે જેનાથી સ્કીનમાં ચમક આવે છે. ચણામાં ફોસ્ફરસ હોય છે જે હીમોગ્લોબિનનું લેવલ વધારે છે અને કિડનીમાંથી એકસ્ટ્રા સોલ્ટને દૂર કરે છે.
ડાયાબિટીઝમાં ફાયદાકારક
શેકેલા ચણા ખાવાથી ડાયાબિટીઝના રોગમાં પણ લાભ મળે છે. શેકેલા ચણા ગ્લૂકોઝના પ્રમાણને ઓછુ કરે છે જેનાથી ડાયબિટીઝનો રોજ કંટ્રોલમાં રહે છે. ડાયબિટીઝ રોગીઓને પ્રતિદિવસ શેકેલા ચણા ખાવવાથી બ્લડ સુગરનું લેવલ ઓછું થયા છે. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા શેકેલા ચણા સાથે દૂધનું સેવન કરવાથી શ્વાસ નળીના અનેક રોગો દૂર કરે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે