તાંબાના છે અનેક ફાયદા, તાંબાના ઉપયોગથી બિમારીઓ રહેશે 100 ફૂટ દૂર

કોઈ પણ શુભકાર્ય કરતી વખતે પણ તાંબાના વાસણનો જ ઉપયોગ કરવામાં આવે છે. તાંબાના વાસણમાં જમવાથી કે પછી પાણી પીવાથી અનેક ફાયદા થાય છે અને તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો છે. 

તાંબાના છે અનેક ફાયદા, તાંબાના ઉપયોગથી બિમારીઓ રહેશે 100 ફૂટ દૂર

ઝી બ્યૂરો, અમદાવાદ: પ્રાચીનકાળથી આયુર્વેદમાં તાંબાનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીનકાળમાં લોકો તાંબાના વાસણમાં જ જમતા હતાં. કેમ કે, તાંબાના વાસણમાં જમવાથી ખૂબ જ ફાયદો થાય છે. જો કે, આજે પણ ઘણા ઘરોમાં લોકો પીવાના પાણી માટે તાંબાના વાસણનો ઉપયોગ કરે છે. કોઈ પણ શુભકાર્ય કરતી વખતે પણ તાંબાના વાસણનો જ ઉપયોગ કરવામાં આવે છે. તાંબાના વાસણમાં જમવાથી કે પછી પાણી પીવાથી અનેક ફાયદા થાય છે અને તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો છે. 

આજે અમે જણાવીશું કે, તાંબાના વાસણમાં પાણી પીવાના એક નહીં પણ અનેક ફાયદા છે. આયુર્વેદ મુજબ, તાંબાના વાસણમાં રાખેલું પાણી હાર્ટને સ્વસ્થ રાખીને બ્લડ પ્રેશર ઓછું કરી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તાંબામાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પણ મળે છે, જે શરીરમાં દર્દ અને સોજાની સમસ્યાને દૂર કરે છે. ઓર્થરાઈટિસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તાંબાના વાસણમાં પાણી પીવુ કારગત માનવામાં આવે છે.

પ્રાચીનકાળમાં લોકો બેક્ટિરીયા અને વાયરસને નષ્ટ કરવા માટે નદી, ઝરણા, તળાવો અને કુવાઓમાં તાંબાના સિક્કાઓ ફેંકવામાં આવતા હતા. પરંતુ આજની પેઢી આ વસ્તવિકતાને જાણ્યા વગર જ સિક્કાઓ ફેંકી દે છે. આયુર્વેદ અનુસાર, તાંબાના વાસણમાં રાખેલું પાણી તેમાં ઉત્પન્ન થતાં બેક્ટેરિયાને ખતમ કરે છે અને પાણીને એકદમ શુદ્ધ કરી દે છે. આ સાથે કોપર ઈમ્યૂનિટીને મજબૂત કરે છે અને નવી કોશિકાઓના ઉત્પાદન માટે મદદ કરે છે. જેનાથી શરીરમાં કોઈ પણ ઈજા જલદીથી ઠીક થઈ જાય છે. તાંબામાં એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે જે કઈ ઈન્ફેક્શનને લડવામાં મદદ કરે છે.  

જો તમે મોટાપાથી પરેશાન છો તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું તે શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલી વધારે પડતી ચરબીને નિયંત્રિત કરે છે. તાંબુ એટલે કે કોપરના વાસણનો નિયમિત ઉપયોગ કરવાથી પાચનક્રિયા સારી રહે છે. જેથી પેટદર્દ, ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચી શકાય છે. તાંબામાં એન્ટી-એજિંગ ગુણ હોય છે. જેમાં પાણી પીવાથી ત્વચા સંબંધ સમસ્યાઓ દૂર રહે છે અને સ્કીન ચમકદાર બની જાય છે. આ સાથે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી થાયરોડ ગ્રંથિ સાથે જોડાયેલી બિમારીઓ નથી થતી.

તાંબામાં રાખેલું પાણી બેક્ટેરિયામુક્ત એકદમ શુદ્ધ થયેલું હોય છે. માટે ધાર્મિક કાર્યમાં આ શુદ્ધ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે જ ભગવાનને, તુલસી ક્યારામાં અને અન્ય ધાર્મિક કાર્યમાં તાંબાના વાસણનો ઉપયોગ થાય છે.

તાંબાના વાસણોને સાફ કરવા માટે લીંબુનો ઉપયોગ કરી શકાય છે. લીંબુને કાપીને તાંબાના વાસણ પર રગડવાથી વાસણો એકદમ ચમકદાર થઈ જાય છે. આ સિવાય લીંબુનો રસ અને મીઠામાં સમાન માત્રામાં બેકિંગ સોડા ભેળવીને તે પેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news