ગુજરાતીઓને દવા, હોસ્પિટલના લાખોના ખર્ચથી બચાવશે આ સરકારી યોજના, જાણો કઈ રીતે મળશે લાભ

ઘણીવાર વ્યક્તિ અણધારી મુસીબતમાં મુકાઈ જતો હોય છે. કાંતો પછી ઘણીવાર વ્યક્તિ બીમારીનો ભોગ બનવાને લીધે હેરાન પરેશાન થતો હોય છે. આવી સ્થિતિમાં દવા અને હોસ્પિટલના આર્થિક ખર્ચથી તમને બચાવી શકે છે સરકારની આ ખાસ યોજના.

ગુજરાતીઓને દવા, હોસ્પિટલના લાખોના ખર્ચથી બચાવશે આ સરકારી યોજના, જાણો કઈ રીતે મળશે લાભ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે તમે મુખ્યમંત્રી રાહતફંડ યોજનાનો લઈ શકો છો લાભ. કીડની/ હૃદય/ કેન્સર/ લીવરના રોગની સારવાર/ ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સરકારશ્રીએ નક્કી કરેલ જે-તે હોસ્પિટલના નામે પેનલ ધ્વારા નક્કી કરેલ નિયમાનુસાર રકમ નો ચેક આપવામાં આવે છે. ઉપરોક્ત રોગ ધરાવતા દર્દી પાસે જો મુખ્યમંત્રી માં અમૃતમ/વાત્સલ્ય યોજના અથવા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) હોય પરંતુ સારવાર માટેની રકમ નો અંદાજ ૫ લાખ થી વધુ હોઈ તો મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય માટે આવેદન કરી શકાય છે.

શરતો-

1. આવેદન કરનાર ની પારિવારિક વાર્ષિક આવક ૩,૧,૫૦,000/- થી ઓછી હોવી જોઈએ

2. દર્દીને હોસ્પિટલ ધ્વાસ આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલ ના હોવો જોઈએ કે ઓપરેશન આવેદન આપવા પહેલા કરાવવું જોઈએ નહિ.

3. આવેદન કરનાર કુટુંબ ના કોઈ પણ સભ્ય નોકરી કે વાવસાય કે પેન્શનના લાગરૂપે રિઓમ્બમેંન્ટ (ખર્ચ સરભર) ની લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈપણ પ્રકારના વીમાના રક્ષા હેઠળ વળતરનો લાભ લીધેલ ના હોવો જોઈએ.

4. દર્દીએ સારવાર/ઓપરેશન માટે અગાઉ મુખ્યમંત્રીના રાહતફંડમાં અગાઉ અરજી કરેલ ના હોવી જોઈએ.
-
જે-તે રોગની સારવાર/ઓપરેશન માટે સરકારની નિયુક્ત કરેલ હોસ્પિટલોઃ

હદયના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલ-

1. યુ. એન, પહેતા ઈન્સ્ટીટટ્યુટ ઓક કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, સિપિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬

2. એક વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦%

3. ધરપસિંહ દેસાઈ પ્રેમોરીયલ પેચોદીસ્ક ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી, પિશન રોડ, નડીયાદ-1૮૭૦૦

4. શ્રી બી. ડી. મહેતા પઢાવીર હાર્ટ ઈન્સ્ટીટટ્યુટ, શ્રી પડાવીર હેલ્થ કેમ્પસ, આવાગેટ, સેમરોડ, સુરત-૩૯૫૦૦૧

5. ઈ. એપ ચેટોટેબલ સંચાલિત પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટીટ્યુટ, પ્લોર નં- ૧ થી ૮. સિદ્ધકુટીર ઈન્ડ એસ્ટેટ, વીથો માળ, સિદ્ધકુટીર મંદિર ની બાજુમાં વરાછા કાયર બ્રિગેડની સામે, વરાછા સેડ, સુરત
-

કોડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ-

૧. ઇન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૮0015

2. મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, ડો વીરેન્દ્ર દેસાઈ રોક, નડીયાદ-38001

કેન્સર રોગની સારવાર માટે માન્ય હોસ્પિટલ-

૧. ધી ગુજરાત કેન્સર ીસર્ચ ઈન્સ્ટીટયુટ (એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ), સિવિલ હોસ્પિટલ કેમ્પસ બસજાવા, અમદાવાદ-૧૬

2. રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટ્યુટ ૧૪ તિરુપતિ નગર, નિર્મલા કોન્વેન્ત ની સામે, રાજકોટ- 07

રજૂ કરવાના પુરાવાઓઃ

1. દર્દી અથવા પરિવારની આવક દર્શાવતો આવકનો દાખલો

2. ધારસરવા શ્રી ની ભલામણ ચિઠ્ઠી

2. દર્દી ધ્વારા મુખ્યખ્યમંત્રીશ્રી ને અરજી

4. ઓપીડી કેસ ની ઝેરોક્ષા

5. રેશનકાર્ડ ની ઝેરોક્ષ

6. સારવાર ની અંદાજીત ખર્ચ નો લેટર (હોસ્પિટલ દ્વારા)

7. 50 રૂ.ના સ્ટેમ્પ પર સોગંધ નામું

8. ઓપરેશન બાકી છે તેવું ડૉક્ટરનું સર્ટીફીકેટ (અસલ)

અથવા

ઈમરજન્સીમાં ઓપરેશન થયેલ હોય તો ઈમજન્સીમાં ઓપરેશન થયું છે તેવું ડોક્ટરનું સર્ટીફીકેટ (અસલ)

દરેક પુરાવાઓ ને ભેગો કરી જો નકલ માંગી હોઈ તો નોટરીના સિક્કા મારવાના, મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર, સરદાર પટેલ ભવન ખાચે પોસ્ટ દ્વારા મોકલવું.

અરજી મંજુર કે ના મંજુર નો જવાબ આપશ્રી ને ૧૦ દિવસ સુધીમાં મળી જશે.

જરૂરી પુરાવા અને સોગંધનામાના નમુના બાબતે નીચે દર્શાવેલી લિંકનો ઉપયોગ કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news