Health Care: પેટ સાફ તો હર દર્દ માફ! પેટની સમસ્યાથી પીડાઓ છો, તો આ વસ્તુઓનું કરો સેવન

જો તમે ગેસ, અપચો, કબજિયાત, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો આ સમાચાર તમારા ઉપયોગી છે. ઘણા લોકો પેટની આ સમસ્યાઓ દૂર કરવા માટે દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણી વાર તેમને રાહત નથી મળતી. આવી સ્થિતિમાં, જો તમે ઘરેલું ઉપાય અપનાવી લો, તો તે તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે.

Health Care: પેટ સાફ તો હર દર્દ માફ! પેટની સમસ્યાથી પીડાઓ છો, તો આ વસ્તુઓનું કરો સેવન

નવી દિલ્લીઃ જો તમે ગેસ, અપચો, કબજિયાત, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો આ સમાચાર તમારા ઉપયોગી છે. ઘણા લોકો પેટની આ સમસ્યાઓ દૂર કરવા માટે દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણી વાર તેમને રાહત નથી મળતી. આવી સ્થિતિમાં, જો તમે ઘરેલું ઉપાય અપનાવી લો, તો તે તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે.

આયુર્વેદ ડોકટર અબરાર મુલ્તાની કહે છેકે હીંગ, વરિયાળી, અજવાઈન, લીંબુ અને અજવાઈન, અને ફુદીનો તમને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત આપી શકે છે. આ તમામ વસ્તુનું સેવન કરવાથી તમને કોઈ આડઅસર નહીં થાય.. મોટાભાગની બીમારીઓ પેટની ગડબડીથી ફેલાતી હોય છે. આપણે જ કંઇ પણ ખાઇએ છીએ, તેની સીધી અસર પેટની સાથે સાથે આખા શરીર પર પડે છે. કબજિયાતની સમસ્યા થવા પર ધીમે ધીમે એસિડિટી અને બ્લોટિંગનો પણ સામનો કરવો પડી શકે છે. એવામાં અપચા માટે ઘરેલૂ ઉપાય અજમાવીને પેટને હેલ્ધી રાખી શકાય છે. કામના કારણે યોગ્ય સમયે ભોજન ન કરવું અને ભૂખ લાગવા પર કંઇ પણ ખાઇ લેવાથી પેટની બીમારીઓમાં વધારો થઇ શકે છે. 

1- વરીયાળીનું સેવન:
વરિયાળી, પેટમાં ગેસ, પેટનું ફૂલવું, ખેંચાણ અને અપચો જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે ખૂબ મદદ કરી શકે છે.વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા ઘણા ખનીજ જોવા મળે છે.વરીયાળીમાંથી મળતા તત્વો ગેસ, પેટમાં દુખાવો અને અપચોની સમસ્યાથી સરળતાથી છુટકારો અપાવે છે. ભોજન પછી દરરોજ તેનું સેવન કરવાથી પાચન તંત્ર પણ જળવાઈ રહે છે.

 2- હીંગનું સેવન કરો:
હિંગનો ઉપયોગ હંમેશાં ખોરાકનો સ્વાદ વધારવા અને વંશને દૂર કરવા માટે કરવામાં આવે છે.
સાથે સાથે હિંગ પેટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.હિંગનું સેવન કરવાથી અને પેટ પર લગાવવાથી પેટમાં દુખાવો, ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે.હીંગમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે.હીંગનું સેવન યોગ્ય પાચનશક્તિમાં પણ મદદ કરે છે.
 
3- અજમાનું સેવન:
અજમાનું સેવન કરવાથી ગેસ, અપચો જેવી સમસ્યાઓથી મુક્તિ અપાવવા સારી ભૂમિકા નિભાવે છે.અજમો પેટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.અજમાનું સેવન કરવાથી પેટની સમસ્યાઓથી રાહત મળે છે.
શિયાળા અને વરસાદના દિવસોમાં અજમાનું સેવન કરવાથી શરદી, ખાંસીની સમસ્યાથી પણ મુક્તિ મળે છે.
 
4- લીંબુનું સેવન:
લીંબુ તમને ટૂંકા સમયમાં પેટમાં અપચો અને ગેસથી રાહત આપવાનું કામ કરે છે. તમે લીંબુનો રસ નવશેકું પાણી સાથે પીઓ. આ સિવાય તમે શેકેલા જીરું અને કાળા મીઠાને લીંબુના પાણીમાં ભેળવીને પી શકો છો.
 
5- ફૂદીનાનું સેવન:
ફૂદીનો તમને ટૂંકા સમયમાં પેટમાં દુખાવો,, ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી રાહત અપાવી શકે છે. ફૂદીનાનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે.આ સાથે શરીરને તાજગી મળે છે અને હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે.. ફૂદીનાના પાંદડા સુકાવીને પાવડર બનાવીને પણ સેવન કરી શકાય છે.
 
6- લસણ:
દરરોજ ખાલી પેટ 2-3 લસણની કળીઓ પણ ખાવામાં આવે તો પણ પેટના ઇન્ફેક્શનમાં રાહત મળે છે. તેમાં નેચરલ એન્ટી-બાયોટિક પ્રોપર્ટીઝ હોય છે જે પેટને હેલ્ધી રાખે છે અને ઇન્ફેક્શનથી બચાવ કરે છે. 
 
7- લવિંગ:
દરરોજ સવારે ખાલી પેટ 2 લવિંગ ચાવવા પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગમાં એન્ટી-માઇક્રોબિયલ પ્રોપર્ટીઝ હોય છે જે ઇન્ફેક્શનને દૂર રાખે છે અને પાચન તંત્ર પણ સુધારે છે. 

8- હળદર:
હળદરને પણ પેટનું ઈન્ફેક્શનમાં અસરકારક માનવામાં આવે છે. તેના માટે એક ચમચી હળદરમાં 2 ચમચી મધ મિક્સ કરીને તેનું દરરોજ સેવન કરો. મધ અને હળદરનું મિશ્રણ બનાવીને તેને સ્ટોર કરીને પણ રાખી શકાય છે. એટલા માટે 2 ચમચી હળદરમાં 5-6 ચમચી મધ મિક્સ કરો અને ત્યારબાદ એક ડબ્બામાં રાખી મુકો. હવે દરરોજ રાત્રે અડધી-અડધી ચમચી ખાઓ. 

7- કેળા:
પેટ માટે કેળાથી ઉત્તમ કંઈ નથી. પેટને સંબંધિત કોઈ સમસ્યા હોય તો પણ કેળા ખૂબ જ ફાયદાકારક હોય છે. આ પેટના ઇન્ફેક્શનને પણ દૂર કરવામાં મદદ કરે છે. 

8- આદુ:
પેટમાં જો કોઇ પણ પ્રકારની સમસ્યા છે તો તેમાં આદુ પણ ફાયદો પહોંચાડે છે. તેના માટે એક ટુકડો આદુ લઈને વાટી લો અને તેમાં થોડુંક બ્લેક પેપર અને 1 ચપટી હીંગ મિક્સ કરી લો. આ મિશ્રણ લીધા બાદ તરત જ 1 ગ્લાસ હુંફાળું પાણી પી લો. 

11- કાળી દ્રાક્ષનું સેવન:
પેટની ગરમી અને પિત્તની સમસ્યામાં કાળી દ્રાક્ષનું સેવન ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. ઘણાં લોકોને વારંવાર મોંમાં છાલા થઈ જતા હોય છે,.આ સમસ્યાથી બચવા રોજ રાતે 5 કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દો અને સવારે ઉઠીને તેને ખાઈ લો. આનાથી પેટની ગરમી શાંત થશે અને પાચન પણ સારું રહેશે.

12- તુલસીની ચા:
તુલસી સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. એ વાત તો બધાં જાણતા જ હશે. તુલસી પેટની સમસ્યા અને મોંમાં ચાંદાની સમસ્યા પણ દૂર થાય છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે. જો તમારા મોંમાં ચાંદા થઈ જાય છે તો 10 તુલસીના પાન 1 કપ પાણીમાં ઉકાળી લો અને પછી ઠંડુ થાય એટલે 2 ચપટી મીઠું નાખી ગાળીને પી લો.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news