શું ભાત-રોટલી ખાવાનું છોડી દઈએ તો વજન ફટાફટ ઉતરી જશે ખરા? જાણો વજન ઉતારવાની સરળ રીત

વધતું વજન ઓછું કરવું એ કોઈના માટે સરળ રહેતું નથી. આ માટે તમારે હેવી વર્કઆઉટ અને સ્ટ્રિક્ટ ડાયેટ રૂટીન ફોલો કરવું પડે છે. પેટ અને કમરની ચરબી ઓછી કરવા માટે કેટલાક લોકો ભાત અને રોટલી ખાવાનું છોડી દે છે. પરંતુ વજન ઉતારવાની આ રીત યોગ્ય છે? અને તેનાથી ફાયદો થઈ શકે કે નહી? તેની સંભાવનાઓ ચકાસીએ. 

શું ભાત-રોટલી ખાવાનું છોડી દઈએ તો વજન ફટાફટ ઉતરી જશે ખરા? જાણો વજન ઉતારવાની સરળ રીત

Can You Lose Weight by Not Eating Bread and Rice: વધતું વજન ઓછું કરવું એ કોઈના માટે સરળ રહેતું નથી. આ માટે તમારે હેવી વર્કઆઉટ અને સ્ટ્રિક્ટ ડાયેટ રૂટીન ફોલો કરવું પડે છે. પેટ અને કમરની ચરબી ઓછી કરવા માટે કેટલાક લોકો ભાત અને રોટલી ખાવાનું છોડી દે છે. પરંતુ વજન ઉતારવાની આ રીત યોગ્ય છે? અને તેનાથી ફાયદો થઈ શકે કે નહી? તેની સંભાવનાઓ ચકાસીએ. 

રોટલી અને ભાતમાં કેટલી કેલેરી હોય છે?
સ્પષ્ટ વાત છે કે જ્યારે લોકો રોટલી અને ભાત નહીં ખાય તો તેમણે ફ્રૂટ, અને સલાડ વગેરે ખાવું પડશે. હકીકતમાં રોટલીમાં લગભગ 140 કેલેરી હોય છે. જ્યારે અડધી વાટકી ભાતમાં પણ લગભગ એટલી જ કેલેરી હોય છે. એટલે કે ભાત અને રોટલી ખાવાથી તમારી કેલેરી ઈનટેક પર કઈ ખાસ અસર પડશે નહીં. જો કે એ મેટર જરૂર કરે છે કે તમે ભાત અને રોટલી કેટલા પ્રમાણમાં ખાઓ છો. 

વજન વધવું સ્વાસ્થ્ય માટે જોખમી
વજન વધવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. સૌથી પહેલા બેડ કોલસ્ટ્રોલ લેવલ વધે છે. ત્યારબાદ ડાયાબિટિસનું જોખમ વધે છે. આ સાથે જ નસોમાં 
પ્લાક ( plaque) વધવાથી બ્લોકેજ થવા લાગે છે. ત્યારે હાઈ બ્લડ પ્રેશનો સામનો કરવો પડે છે. જેનાથી હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, કોરોનરી આર્ટરી ડિસિસ અને ટ્રિપલ વેસલ ડિસિસ જેવી જીવલેણ બીમારીઓને આમંત્રણ મળે છે. આથી જરૂરી છે કે તમે તમારી ફૂડ હેબિટ્સ પર કંટ્રોલ રાખો. 

આ લોટની રોટલી ખાઓ
જો તમે વજન મેન્ટેઈન કરવા માંગતા હોવ તો ઘઉના લોટની રોટલીની જગ્યાએ મલ્ટીગ્રેન લોટની રોટલી ખાઓ. તેમાં મકાઈ, બાજરો, જુવાર, રાગી, ચણા, ઓટ્સ સામેલ હોય છે. સરખામણીમાં ઓછી કેલેરી હોય છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. 

આવા ચોખાનો કરો ઉપયોગ
સફેદ ચોખા કે જેને રિફાઈન રાઈસ પણ કહેવાય છે તે વજન વધવામાં મદદ કરે છે. તેની જગ્યાએ તમે બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ, રેડ રાઈસ, અને વાઈલ્ડ રાઈસનું સેવન વધારી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news