ભારતીયોમાં હાર્ટએટેકનું પ્રમાણ અચાનક કેમ વધ્યું, આ રહ્યાં ઢગલાબંધ કારણો

Heart Attack : દેશમાં જે રીતે હાર્ટ અટેકના કિસ્સામાં વધારો થયો છે તે ચિંતાજનક બાબત કહેવાય... રોજ દેશના કોઈ ને કોઈ ખૂણેથી હાર્ટ એટેકથી થતા મોતના વીડિયો આવી રહ્યાં છે

ભારતીયોમાં હાર્ટએટેકનું પ્રમાણ અચાનક કેમ વધ્યું, આ રહ્યાં ઢગલાબંધ કારણો

અમદાવાદ :છેલ્લા કેટલાક વર્ષોમાં હ્રદય સંબંધિત રોગ અને હ્રદય રોગના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. સામાન્ય રીતે 40 વર્ષથી વધારે ઉંમરના લોકો, જેમને હાર્ટ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન જેવી બીમારીઓ હોય છે. તે લોકોમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધારે જોવામાં આવે છે. પરંતુ હવે યુવાઓને પણ હાર્ટ અટેક અને હાર્ટ સંબંધિત બીમારી થઈ રહી છે અને તેનાથી નાની ઉંમરમાં લોકોના મોત પણ થઈ રહ્યા છે. કેમ કે આવી જ કેટલીક ઘટનાઓ ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં હાર્ટ અટેકની એવી ઘટનાઓ સામે આવી છે. જેણે તબીબી જગતને પણ વિચારતો કરી દીધો છે.

સૌ પ્રથમ આણંદના તારાપુરની ઘટના પર નજર કરીએ...

  • 21 વર્ષનો વીરેન્દ્રસિંહ રાજપૂત નામનો યુવાન ગરબે ઘૂમી રહ્યો હતો... તે સમયે તેને હાર્ટ અટેક આવે છે અને હોસ્પિટલમાં લઈ જતાં સમયે રસ્તામાં જ તે મોતને ભેટ્યો હતો
  • ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં હનુમાનજીનો રોલ ભજવી રહેલા વ્યક્તિ અચાનક ઢળી પડ્યો હતો અને તેનું ત્યાં જ મોત થયુ હતું
  • ઉત્તર પ્રદેશના બરેલીમાં એક વ્યક્તિ કાર્યક્રમમાં પરફોર્મન્સ કરી રહ્યો હતો, ત્યાં અચાનક દરમિયાન થોડીક વારમાં નીચે પડી ગયો હતો 
  • ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિ પરફોર્મન્સ કરી રહ્યો હોય છે અને થોડીક વારમાં તે બેહોશ થઈને પડી જાય છે
  • જમ્મુમાં પણ 19 વર્ષનો યોગેશ ગુપ્તા ડાન્સ કરી રહ્યો હતો, ત્યારે અચાનક પરફોર્મન્સ આપતાં આપતાં તે પડી ગય હતો. તો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ડોક્ટરની સામે જ એક દર્દીને હાર્ટ અટેક આવ્યો હતો. સદનસીબે ડોક્ટરને ખ્યાલ આવતાં તેમણે દર્દીને તાત્કાલિક સારવાર આપી હતી. જેનાથી તે દર્દીનો જીવ બચી ગયો હતો. 

દેશમાં જે રીતે હાર્ટ અટેકના કિસ્સામાં વધારો થયો છે. તેણે ચોક્કસથી ડોક્ટરોની ચિંતામાં વધારો કર્યો છે. આંકડા પર જ નજર કરીએ તો...

હાર્ટ અટેકથી ભારતમાં મોત 

  • વર્ષ 2014 - 18,309
  • વર્ષ 2015 - 18,820
  • વર્ષ 2016 - 21,914
  • વર્ષ 2017 - 23,246
  • વર્ષ 2018 - 25,764
  • વર્ષ 2019 - 28,005

આ પણ વાંચો : Live મોતનો Video : શુભ પ્રસંગમાં ગરબા રમતા રમતા વેપારી ઢળી પડ્યા, પળવારમાં ગયો જીવ

હાર્ટ અટેકનું મોટું કારણ  

  • ખોરાકની ખોટી ટેવ
  • સુસ્ત લાઈફસ્ટાઈલ
  • ફિઝિકલ એક્ટિવિટીમાં આળસ
  • આલ્કોહોલનું સેવન
  • જંક ફૂડ
  • કામનું સતત દબાણ
  • વધારે ન્યૂટ્રીશનનો ઉપયોગ
  • સ્ટેરોઈડનો ઉપયોગ
  • હાઈ બ્લડ પ્રેશર
  • પૂરતી ઉંઘ ન લેવી

હાર્ટ અટેક વધવાના કારણો

  • પહેલું - કોરોના
  • બીજું - માનસિક તણાવ
  • ત્રીજું - જાગૃતિનો અભાવ

હાર્ટ અટેકના લક્ષણો 

  • છાતીમાં દુખાવો
  • બેચેની થવી
  • બંને હાથમાં દુ:ખાવો થવો
  • જડબું,ગળા કે પીઠમાં દુ:ખાવો
  • મન અશાંત રહે અને ચક્કર આવે
  • સતત પરસેવો થવો
  • શ્વાસ લેવામાં મુશ્કેલી થવી
  • સતત ઉધરસ આવવી
  • હાર્ટ અટેકથી બચવાના ઉપાયો((હેડર))

પોતાના કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખો

  • તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરો
  • ખાવામાં તેલનો ઓછામાં ઓછો ઉપયોગ કરો
  • પોતાના વધી રહેલા વજનને ઓછું કરો
  • શુગરના દર્દી પોતાના શુગરને નિયંત્રિત રાખે
  • દરરોજ ચાલવાનું રાખો
  • દૈનિક હળવી એક્સરસાઈઝ કરવાનું રાખો
  • જિમમાં હાર્ટ પર અસર કરતી એક્સરસાઈઝ કરવાનું ટાળો
  • સલાડ, શાકભાજી અને ફળોનું સેવન કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news