Ration Card: દિવાળી પહેલા રાશનકાર્ડ ધારકો માટે આવ્યા ખુશખબર, સરકારની નવી યોજના વિશે ખાસ જાણો

Ration Card: જો તમારી પાસે રાશનકાર્ડ હોય તો આ ખબર તમારા માટે છે. સરકાર દ્વારા શરૂ થનારી આ નવી યોજના વિશે તમારે ખાસ જાણવું જોઈએ. ઉજ્જવલા ગેસ કનેક્શન ધારકો માટે આ યોજના લોટરીથી જરાય કમ નથી. વધુ વિગતો માટે ખાસ વાંચો અહેવાલ....

Ration Card: દિવાળી પહેલા રાશનકાર્ડ ધારકો માટે આવ્યા ખુશખબર, સરકારની નવી યોજના વિશે ખાસ જાણો

LPG Cylinder at Ration Shop: જો તમારી પાસે પણ રાશન કાર્ડ હોય અને તમે તેના દ્વારા સરકારની રાશન યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા હોવ તો આ ખબર તમારા કામની છે. સરકાર દ્વારા શરૂ થનારી આ નવી યોજના અંગે જાણીને તમે પણ ચોક્કસપણે કહેશો કે આ વખતે તો રાશનકાર્ડ ધારકોને લોટરી લાગી જાણે. યોજના હેઠળ હવે રાશન વિતરણની દુકાન પર રાહત દરે LPG ગેસ સિલિન્ડર મળશે. સરકાર તરફથી આ યોજનાને ગરીબ રાશનકાર્ડ ધારકો માટે શરૂ કરવામાં આવી છે. 

5 કિલોવાળો ગેસનો બાટલો મળશે
આ યોજના હેઠળ રાશનકાર્ડ ધારકોને 5 કિલોવાળો ગેસનો બાટલો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની યોજના દિવાળી પહેલા શરૂ કરવાની તૈયારી છે. આ યોજનાના અમલીકરણ માટે આપૂર્તિ વિભાગ અને ઓઈલ કંપનીઓના અધિકારીઓ વચ્ચે બેઠક પણ થઈ ચૂકી છે. અત્રે જણાવવાનું કે રાશન દુકાનદાર સરકાર પાસેથી સતત કમિશનની માંગણી કરી રહ્યા છે. તેમનો એવો તર્ક છે કે વધતી મોંઘવારી વચ્ચે ગત દરો પર મળી રહેલું કમિશન પૂરતું નથી. 

જનસુવિધા કેન્દ્ર ખોલવાની પણ મંજૂરી
પરંતુ સરકારે કમિશન વધારવાની જગ્યાએ રાશનની સરકારી દુકાનો ચલાવનારોની આવક વધારવા માટે આ વ્યવસ્થા શરૂ કરી છે. જે હેઠળ તાજેતરમાં રાશનની દુકાનો પર જનસુવિધા કેન્દ્રો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી. જનસુવિધા કેન્દ્રો પર આવક અને રહેઠાંણ પ્રમાણપત્ર વગેરે બનાવડાવી શકાય છે. નવી યોજના હેઠળ રાશનની દુકાનો પર 5 કિલોગ્રામવાળા રાંધણગેસના બાટલાનું વેચાણ કરાવવાની યોજના છે. 

રાશનની દુકાનો પર બાટલાની કિંમત
સિલિન્ડરના વેચારણ પર દુકાનદારોને ઓઈલ કંપનીઓ તરફથી કમિશન આપવામાં આવશે. ઉજ્જવલા ગેસ કનેક્શન ધારકોને 5 કિલોવાળો એલપીજી બાટલો 339 રૂપિયાના રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ભાવ પાછળથી વધઘટ થઈ શકે છે. અન્ય લોકોએ આ સિલિન્ડર માટે 526 રૂપિયા ચૂકવવા પડશે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબો અને નાના વેપારીઓએ ગેસ સિલિન્ડર માટે એજન્સી કે શહેર જવાની જરૂર પડશે નહીં.

આ Video પણ  ખાસ જુઓ...

રાશનની દુકાનવાળા એક વખતમાં મહત્તમ 20 ભરેલા સિલિન્ડર દુકાનમાં રાખી શકે છે. આ ઉપરાંત દુકાનમાં આગથી બચવાના ઉપાય પણ કરવાના રહેશે. આપૂર્તિ વિભાગ અને ઓઈલ કંપનીઓના અધિકારીઓએ પ્રમુખ સચિવના આદેશ બાદ રાશન ડિલરોની મીટિંગ કરી શાસન તરફથી નિર્ધારિત નિયમોની જાણકારી આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news