High cholesterol warning Signs: શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના આ 5 વોર્નિંગ ચિહ્નો, હળવાશમાં લેવાની ના કરતા ભૂલ

High cholesterol warning Signs: કોલેસ્ટ્રોલ વધવાના ના સામાન્ય રીતે ઘણા કારણો છે, પરંતુ અમે તમને આજે એવા પાંચ ચિહ્ન જણાવી રહ્યા છે, જેને ભૂલથી પણ ક્યારે તેને અવગણવા જોઈએ નહીં.

High cholesterol warning Signs: શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના આ 5 વોર્નિંગ ચિહ્નો, હળવાશમાં લેવાની ના કરતા ભૂલ

High cholesterol warning Signs: કોઇપણ બીમારીનું વિકરાળ સ્વરૂપ લેતા પહેલા તમારી બોડી તમને કેટલાક ચિહ્ન જરૂર જણાવે છે. આવું જ કોલેસ્ટ્રોલમાં થાય છે. જ્યારે તમારી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે તો તમને કોઈને કોઈ સંકેત મળે છે. કેટલાક લોકો તેને હળવાશમાં લતા હોય છે, જેના કારણે આગળ જઈને તેમની સમસ્યામાં વધારો થઈ શકે છે. એવા લોકો જે સતત આ ચિહ્નોને ઇગ્નોર કરી રહ્યા છે, તેમને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીનો પણ સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં હાઈ કોલેસ્ટ્રોલ થવાથી બીપીની સમસ્યા પણ વધી જાય છે. એવામાં આજે અમે તમને એવા પાંચ ચિહ્નો વિશે જણાવી રહ્યા છે જે ભૂલથી પણ અવગણવા જોઇએ નહીં.

1. છાતીમાં દુ:ખાવો
જો તમને છાતીમાં વારંવાર દુ:ખાવો થાય છે તો તેને હળવાશમાં ના લો. આ હાઈ કોલેસ્ટ્રોલના સંકેત છે. જો યોગ્ય સમયે તમે ડોક્ટરને બતાવશો નહીં તો આગળ જઈને મુશ્કેલી વધી શકે છે.

2. વધારે પડતો થાક લાગવો
આજકાલ વ્યસ્ત જીવન અને કામના દબાણના કારણે થાક લાગવો યોગ્ય છે, પરંતુ ઘણી વખત થાક લાગવાનું ઓછું થતું જ નથી. આ લક્ષણને પણ તમે હળવાશમાં ના લો. આ તકલીફ વારંવાર થાય છે તો ડોક્ટરની સલાહ જરૂરથી લો.

3. ગળામાં દુ:ખાવો
ઘણી વખત 9 થી 12 કલાક સુધી કામ કરવાથી ગળામાં દુ:ખાવો થવા લાગે છે. તમને જણાવી દઈએ કે જો આ દુ:ખાવો વારંવાર થઈ રહ્યો છે તો આ ખતરાની નિશાની છે. આ વિશે તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

4. હાથ પગ સુન્ન પડી જવા
ઘણી વખત બેઠા-બેઠા આપણા હાથ-પગ સુન્ન પડી જાય છે. કેટલાક લોકો તેને હળવાશમાં લે છે. જેના કારણે આગળ જઈને તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એવામાં તમારે આ તકલીફ વધી જાય તે પહેલા સાવધાન થઈ જવું જોઇએ.

5. કમરમાં દુ:ખાવો
બદલાતી લાઈફ સ્ટાઈલને કારણે કમરમાં દુ:ખાવો થવો સામાન્ય વાત છે. આજકાલ તો પોષણ તત્વોની અછતના કારણે યુવાઓને પણ આ પ્રકારની તકલીફ થાય છે. પરંતુ જરૂરી નથી કે આ દુ:ખાવો હમેશા બદલાતા જીવનનો હોય. આ દુ:ખાવો હાઈ કોલેસ્ટ્રોલ થવા પર પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news