સફેદ વાળથી પરેશાન છો? ડાઈ-કલરની જગ્યાએ કોપરેલમાં ભેળવો આ એક વસ્તુ, પછી જુઓ કમાલ
Home remedies : સફેદવાળને કાળા કરવા માટે મોટાભાગે લોકો હેર ડાઈ, મહેંદી કે કલરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમાં હાનિકારક તત્વો હોય છે જે વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો. અમે તમને કેટલાક એવા ઘરેલુ નુસ્ખા જણાવીશું જેના દ્વારા તમે કુદરતી રીતે વાળ કાળા કરી શકો છો.
Trending Photos
Home remedies : ઉંમર વધવાની સાથે સાથે વાળ પણ સફેદ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આજના સમયમાં નાની ઉંમરે જ લોકોમાં સફેદવાળની સમસ્યા જોવા મળી રહી છે. જેની પાછળ અનેક કારણો હોઈ શકે છે જેમ કે પ્રદૂષણ, ખોટી ખાણી પીણી, ખરાબ જીવનશૈલી, અને કેમિકલવાળા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી વાળ જલદી સફેદ થવાની સમસ્યા જોવા મળી શકે છે.
તેલમાં ભેળવો આ વસ્તુ
તમારા સફેદ વાળને કાળા કરવા માટે તમે નારિયેળના તેલમાં કલૌંજીનો ઉપયોગ કરી શકો છો. જી હા આ બંને વસ્તુઓ વાળ માટે ફાયદાકારક છે. કલૌંજીના બીજમાં ફેટી એસિડ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે. જે ડેન્ડ્રફને હટાવવાની સાથે સાથે વાળની સમસ્યા પણ દૂર કરી શકે છે. આ સાથે જ વાળના ગ્રોથમાં પણ મદદ કરી શકે છે. નારિયેળના તેલ સ્કલ્પને નરિશ કરે છે. આ સાથે જ વાળને લાંબા અને કાળા કરવામાં પણ મદદ કરે છે.
જરૂરી સામગ્રી
1 વાટકી કોપરેલ (નારિયેળનું તેલ)
2 થી 3 ચમચી કલૌંજીના બીજ
વિધિ
સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે સૌથી પહેલા નારિયેળના તેલને ગરમ કરી લો. ત્યારબાદ તેમાં કલૌંજીના બીજ નાખી દો અને તેને 5થી 10 મિનિટ સુધી ઉકાળો. જ્યારે તેલ ઉકળી જાય તો તેને ઠંડુ કરીને ગાળી લો. ત્યારબાદ તમે તેને ઉપયોગમાં લઈ શકો.
આ રીતે કરો પ્રયોગ
આ તેલને તમે સ્કલ્પ અને વાળમાં લગાવો. લગભગ 10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને આખી રાત વાળમાં રહેવા દો. સવારે માઈલ્ડ શેમ્પુની મદદથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર આ તેલનો ઉપયોગ કરો. ધીરે ધીરે વાળ કાળા થવા લાગશે. આ સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ દૂર થવા લાગશે.
સફેદ થતા વાળને કાળા કરવા માટે નારિયેળનું તેલ અને કલૌંજીનું મિશ્રણ ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે ધ્યાન રાખો કે જો તમને તેમાંથી કોઈ પણ સામગ્રીની એલર્જી હોય તો તેનો ઉપયોગ ન કરવો. સફેદવાળને કાળા કરવા માટે મોટાભાગે લોકો હેર ડાઈ, મહેંદી કે કલરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમાં હાનિકારક તત્વો હોય છે જે વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો. અમે તમને કેટલાક એવા ઘરેલુ નુસ્ખા જણાવીશું જેના દ્વારા તમે કુદરતી રીતે વાળ કાળા કરી શકો છો.
આ પણ ઉપાયો તમારે કામ લાગશે
તમારે સફેદ વાળ વધવા લાગ્વાયા હોય તો તમે આ કુદરતી ઉપાયો પણ અજમાવી શકો છો. વાળ સંબંધી સમસ્યાઓથી દર 10માંથી 9 લોકો તો પરેશાન છે જ. જેમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યા સતત વધતી જઈ રહી છે. જોકે તેની પાછળ અનેક કારણો રહેલાં હોય છે. જેમાં વાળ ડાઈ કરવા અથવા કાળા કરવા આ સમસ્યાનો હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે.તમને બજારમાંથી પણ આમળાં પાવડર સરળતાથી મળી શકે છે. પછી કેટલાક મેથીના દાણા લો અને તેને ગ્રાઇન્ડરમાં પીસી લો. પેસ્ટ બનાવવા મેળવવા માટે વધુ બે ચમચી પાણી ઉમેરો. પછી વાળમાં લગાવો અને તેને આખી રાત એમ જ રહેવા દો. બીજા દિવસે સવારે તેને હળવા પાણી અને શેમ્પૂથી ધોઈ લો.આ આમળા એ વિટામિન સીનો એક ભરપૂર સ્રોત છે. સફેદ થતા વાળ પર મીઠા લીમડાના પાંદડા અને નાળિયેર તેલ લગાવો. નાળિયેર તેલમાં કેટલાક કઢી પાંદડા તમારેઉકાળવા જોઈએ. પાંદડા કાળા ન થાય ત્યાં સુધી ઉકાળો. પછી તેને થોડું ઠંડુ થવા દો.અને પછી તેને તમારા વાળ ઉપર માલિશ કરો અને તેને આખી રાત એમ જ રહેવા દો. 2: 3 ના ચમચીના પ્રમાણમાં બદામ તેલ અને લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને તમારા માથાની ચામડી એટલે કે વાળના મૂળિયામાં અને વાળ પર સારી રીતે માલિશ કરો.અને આને 30 મિનિટ માટે રહેવા દો અને પછી તેને હળવા પાણી અને શેમ્પૂથી ધોઈ લો.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે