Health Tips: જાણો ઉનાળાની કાળ-ઝાળ ગરમીમાં લૂ થી કેવી રીતે બચશો

જેમકે આપણે બધા જાણીએ છીએ એમ ઋતુ બદલાય એમ વધારે ગરમી પડવા લાગે છે. ગરમી ની શરૂઆત થતાં જ ઠંડી-ઠંડી વસ્તુઓ ની યાદ આવે છે. જેમકે ઠંડા-ઠંડા બરફગોળા, ઠંડાઈ, અલગ-અલગ જાત ના શેક, લીંબુ પાણી વગેરે. ગરમીના મૌસમમાં વધારે ગરમ હવા હોય છે જેને લૂ કેહવામાં આવે છે. હકીકત માં જોઈએ તો લૂ બધાં માટે બહુ ખતરનાક સાબિત થાય છે. લૂ થી બચવા માટે ઘણા ઉપાય કરવા બહુ જરૂરી છે. એવું બની શકે છે કે કોઈને લૂ લાગી હોય અને કોઈ ઉપચાર ના કરે તો એનું મૃત્યુ પણ થઇ શકે છે.ગરમી ના દિવસો માં તાપમાન વધવાથી ગરમ હવા આવે છે જે ધીરે-ધીરે લૂ નું સ્વરૂપ લે છે.

Health Tips: જાણો ઉનાળાની કાળ-ઝાળ ગરમીમાં લૂ થી કેવી રીતે બચશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે. ત્યાં જ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. ઉનાળાની સીઝનમાં લોકોને લુ લાગવાની સમસ્યામાં વધારો થાય છે.લુ લાગવાના કારણે વ્યક્તિને ઉલટી થતા શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે. લોકો લુ થી બચવા અનેક તરકીબો અપનાવતા હોય છે.

લુ લાગવાના લક્ષણો:
માથાનો દુખાવો, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, શરીરનું તાપમાન વધવું, ચામડી લાલ થવી, થાક લાગવો અને સ્નાયુઓનો દુખાવો, ઝાડા-ઉલટી થવા આ તમામ લુ લાગવાના લક્ષણો છે.

હવે લુ થી બચવાના ઉપાયો જાણોઃ
1-વધારે માત્રામાં પાણી પીવું

ઉનાળામાં લુ ન લાગે તે માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ. કામ દરમિયાન સમયાન્તરે આરામ કરવો. સાથોસાથ કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું.

2-કેરીનું સેવન
ગરમીની સિઝનમાં કેરીનો બાફલો સ્વાસ્થ્યવર્ધક ટોનિક કહેવામાં આવે છે. દરરોજ કેરીનો બાફલો પીવાથી શરીરને ઠંડક મળતા લૂ નથી લાગતી.

3-કોથમીર
લોકો કોથમીરનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરતા હોય છે. પરંતુ કોથમીર વાળું પાણી પીવાથી લૂ થી બચી શકાય છે. તાજી કોથમીરને પાણીમાં પલાળ્યા બાદ ખાંડ નાખીને પાણી પીવું

3- છાશનું સેવન
છાસ પીવાના અનેક ફાયદા છે. ગરમીની સિઝનમાં છાસમાં મરી પાવડર અને જીરું નાખીને છાસ પીવાથી લૂ નથી લાગતી. સાથોસાથ શરીરમાં પાણી માત્રા ઓછી નથી થતી.

4-આંબલીનું સેવન
લૂ થી બચવા માટે આંબલીનાં બીજને ક્રશ કરીને તેનો પાવડર બનાવી પાણીમાં ખાંડ અને આંબલીનો પાવડર નાખીને પીવાથી પાચનતંત્ર સારું રહે છે.

5-લીલા નાળીયેર
નાળિયેર પાણીમાં ભરપૂર ગુણો હોય છે. ગરમીમાં નાળિયેર પાણીનું સેવન કરવાથી ઔષધીની જરૂર નથી રહેતી. દરરોજ નાળિયેર પાણી પીવાથી લૂ નથી લાગતી.

6- ડુંગળીનું સેવન
ગરમીમાં લૂ ની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડુંગળીનું અકસીર ઈલાજ છે. દરરોજ ડુંગળી ખાવાથી શરીરનું તાપમાન સારું રહે છે. ડુંગળીનો રસ નીકાળીને પણ પી શકો છો.

7-લીંબુ શરબત
લૂ થી બચવા માટે લીંબુનો શરબતનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા ઓછી નથી થતી. લીંબુ પાણી પીવાથી શરીરમાં એનર્જી રહે છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news