આ પુરુષોમાં વધી શકે છે સેક્સુઅલ બીમારીનો ખતરો, જાતીય સંબંધ બાંધતા પહેલા રાખો સાવધાનીઓ

Sexual Disease: સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ સંક્રમણને સામાન્ય રીતે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ પણ કહેવામાં આવે છે. એક એવું સંક્રમણ જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જાતીય સંબંધો બનાવવાને કારણે ફેલાય છે. એવામાં આજે અમે તમને પુરુષોમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગના ખતરા, લક્ષણ અને કારણો વિશે જણાવી રહ્યા છીએ.

આ પુરુષોમાં વધી શકે છે સેક્સુઅલ બીમારીનો ખતરો, જાતીય સંબંધ બાંધતા પહેલા રાખો સાવધાનીઓ

Sexual Disease: સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ એક એવું ઇન્ફેક્શન છે જે જાતીય સંબંધો બનાવ્યા બાદ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાયલ છે. આ સંક્રમણ સમાન્ય રીતે વજાઇનલ, ઓરલ અથવા એનલ સેક્સ દ્વારા ફેલાય છે. પરંતુ ઘણી વખત આ સંક્રમણ માત્ર જાતીય સંપર્કથી જ નહીં પરંતુ અન્ય કારણોથી પણ ફેલાય છે. જેમ કે, કોઈ બીમાર વ્યક્તિનું ઇન્જેક્શન અથવા શેવિંગ બ્લેડ ઉપયોગ કરવાથી, ખુલ્લા ઘાના કારણે અથવા સંક્રમિત વ્યક્તિની વસ્તુ ઉપયોગ કરવાથી.

જણાવી દઈએ કે, પુરૂષ અને મહિલા બંને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગથી સંક્રમિત થઈ શકે છે. જો કોઈ ગર્ભવતી મહિલા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગથી સંક્રમિત છે તો આ સંક્રમણ તેના બાળકમાં પણ ફેલાઈ શકે છે. આજે અમે તમને પુરૂષમાં જોવા મળતા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગનો ખતરો, લક્ષણ, કારણ અને ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ કેટલા પ્રકારના?
પુરૂષોને થતા કોમન સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગમાં સામેલ છે- ક્લેમીડિયા, ગોનોરિયા, ટ્રાઇકોમોનિઆસિસ અને જીનીટલ હર્પીસ. પુરૂષોમાં મળતા કેટલાક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ એવા છે જેના કોઈ લક્ષણ જોવા મળતા નથી.

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગના કારણ
શરીરમાં સોફ્ટ જગ્યાઓ પર પેદા થતા બેક્ટેરિયા અને વાયરસ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગનું કારણ બને છે. આ બેક્ટેરિયા સેક્સના માધ્યમથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. ઘણા કેસમાં આ સંક્રમણ સામાન્ય હોય છે તો ઘણા કેસમાં આ સક્રમણ ખતરનાક સાબિત થઈ શકે છે.

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગને દૂર કરી શકાય છે?
બેક્ટેરિયાના કારણે થતા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગને એન્ટીબાયોટિક દવાઓથી દૂર કરી શકાય છે. જ્યારે કેટલાક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ જેવા કે હર્પીઝ અને એચઆઇવી ઇન્ફેક્શનની કોઈ સારવાર નથી અને તે સમસ્યા જીવનભર રહે છે. જરૂરી છે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગના શરૂઆતી લક્ષણ જાણો અને તેને ફેલાવવાથી રોકો.

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગના લક્ષણ
- જનનાંગમાં ખંજવાળ અને બળતરા
- જનનાંગમાંથી ડિસ્ચાર્જ
- પેલ્વિસની આસપાસ દુ:ખાવો
- જનનાંગની આસપાસ ઘા અથવા ચાંદા
- યુરિન પાસ કરતા સમયે અથવા મળ ત્યાગ સમયે દુ:ખાવો અથવા બળતરાનો અનુભવ
- વારંવાર બાથરૂમ જવું

કોને રહે છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગનો વધારે ખતરો
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગની સમસ્યા કોઈપણ વ્યકિતને થઈ શકે છે. ખાસ કરીને આ સમસ્યા તે યુવાનોમાં વધારે જોવા મળી રહી છે જે એકથી વધારે લોકો સાથે શારીરિક સંબંધ બનાવે છે. આ સાથે જ જે લોકો ઉપયોગ કરવામાં આવેલી સોયનો ઉપયોગ કરે છે, તેમને પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગનો ખતરો વધારે રહે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે શારીરિક સંબંધ બનાવતા સમયે પ્રોટેક્શનનો ઉપયોગ કરો. તેનાથી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ થવાનો ખતરો ઘણા હદ સુધી ઓછો કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news