લ્યો બોલો...! મહિલાએ પતિને વેચવા કાઢ્યો, કહ્યું- ઘર સાથે ફ્રીમાં લઇ જાઓ 'ઘરવાળો'
Woman Offered To Sell Her Ex-Husband: અમેરિકાની એક મહિલાએ તેના Ex-પતિને વેચાવની ઓફર કરી છે. મહિલાનું કહેવું છે કે, ઘર વેચાયા બાદ તેના Ex-પતિ પાસે રહેવા માટે જગ્યા રહે. મહિલા 7 વર્ષ પહેલા જ તેના Ex-પતિથી છૂટાછેડા લઇ ચુકી છે.
Trending Photos
Ex-Husband On Sale With House: લ્યો બોલો! મહિલાએ ઘર સાથે તેના Ex-પતિને પણ વેચવા કાઢ્યો છે. અમેરિકાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ ઘરની સાથે તેના Ex-પતિને વેચવાની ઓફર કરી છે. મહિલાનું કહેવું છે કે, જે કોઈ પણ તેનું ઘર ખરીદવા માંગે છે તો તેને ઘરની જોડે તેના Ex-પતિને પણ ખરીદવો પડશે. તે તેના નવા માલિક માટે ઘરની સાફસફાઈ કરશે અને ખાવાનું પણ બનાવી આપશે.
Ex-પતિને વેચવાનો કર્યો નિર્ણય
ડેલી સ્ટારમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, અમેરિકાની રહેવાસી ક્રિસ્ટલ બોલ નામની એક મહિલાએ તેના ઘર વેચવાની ઓફર કરી છે. મહિલાએ ઘરની સાથે તેના Ex-પતિ રિચર્ડને પણ વેચવાનો નિર્ણય કર્યો છે. ક્રિસ્ટલે ઘર સાથે તેના Ex-પતિને વેચવા માટે જાહેરાત પણ આપી છે.
મહિલા કેમ Ex-પતિને વેચવા માંગે છે?
ક્રિસ્ટલે કહ્યું કે તે અને તેના Ex-પતિ રિચર્ડે 7 વર્ષ પહેલા છૂટાછેલા લીધા હતા, પરંતુ હજુ પણ કેટલીક એવી પ્રોપર્ટી છે જેમાં તે બંને બરાબરના ભાગીદાર છે. આ કારણથી તેમણે ઘર વેચવાના પેકેજમાં તેના Ex-પતિ રિચર્ડને પણ સામેલ કર્યો છે. તે ઇચ્છે છે કે ઘર વેચાયા બાદ પણ રિચર્ડ પાસે રહેવા માટે એક જગ્યા રહે.
મહિલા અને તેનો Ex-પતિ બિઝનેસ પાર્ટનર
તમને જણાવી દઈએ કે ક્રિસ્ટલ અને રિચર્ડ બિઝનેસ પાર્ટનર પણ છે. તેમને એક પુત્ર છે. ક્રિસ્ટલે જણાવ્યું કે તેણે ઘર વેચવાની ડીલને આકર્ષક બનાવવા માટે પણ આ ઓફર કરી છે. જો કે, ઘર વેચાવનાર કેટલાક બ્રોકર ઘર સાથે Ex-પતિને વેચવાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ કરવું કાયદા વિરૂદ્ધ છે.
મહિલાએ વધુમાં કહ્યું કે, વેબસાઈટ પરથી તેમના ઘર વેચવાની જાહેરાત પણ હટાવી લેવામાં આવી છે. કેમ કે, કેટલાક લોકો પેકેજમાં Ex-પતિને સામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ મહિલાનું માનવું છે કે, તેનું ઘર ઘણું સારું છે, કોઇને કોઇ તેના ઘરને જરૂરથી ખરીદશે અને સાથે તેના Ex-પતિને પણ પોતાની સાથે લઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે