cold

કચ્છમાં બપોર બાદ વરસાદી ઝાપટા, ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક

કચ્છમાં આજે બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. કચ્છના દેશલપર ગુંતલી, અબડાસાની નાની મોટી ધુફી, હમીરપર, તેરા, બીટા તેમજ નખત્રણાના નેત્રા, વાલકા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. આ ઉપરાંત લખપતના દયાપરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદનું આગમન થતા રસ્તા ભીંજાયા, ક્યાંક પાણી વહી નીકળ્યા હતા.

Jul 4, 2020, 07:10 PM IST
Adverse effect of cold on mango PT7M36S

ગીરની કેસર કેરી પર કાતીલ ઠંડીની વીપરીત અસર

વિશ્વ પ્રસીધ્ધ જાણીતી ગીરની કેસર કેરી પર કાતીલ ઠંડીની વીપરીત અસર જોવા મળતા ગીર પંથકના બાગયાતી ખેડુતો હાલ ચિંતાતુર બન્યા છે. ચાલુ વર્ષે મેઘરાજાની કૃપાથી અને સીઝન સીવાયના કમોસમી વરસાદથી ખેડુતોને નુક્શાન વેઠવું પડ્યું છે. હાલમાં ગીરમાં કાતીલ ઠંડીનો દોર શરુ થતા કેરીના પાક માટે આવેલા ફ્લાવરીંગ બળી જતા ખેડુતો પરેશાનીમાં મુકાયા છે.

Feb 3, 2020, 12:55 PM IST
cold wave in gujarat watch video zee 24 kalak PT3M49S

રાજ્યમાં ફરીથી ઠંડીનું વધ્યું જોર, આગામી 2 દિવસ કાતિલ ઠંડીની આગાહી

ગુજરાતમાં ફરીથી વધ્યું ઠંડીનું જોર. હજુ 2 દિવસ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે જાહેર કરી આગાહી. સૌરાષ્ટ્ર-કચ્છને ધ્રુજાવશે ઠંડી પવન. જુઓ વીડિયો.

Jan 30, 2020, 09:10 AM IST
including cold wave across gujarat important news watch video zee 24 kalak PT21M6S

રાજ્યભરમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો સહિતના મહત્વના સમાચારો એક જ ક્લિક પર

રાજ્યભરમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો છે. કચ્છના નલિયાનું તાપમાન 7 ડિગ્રી નોંધાયું.બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો પારો 9 ડિગ્રીએ પહોંચ્યો.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધી ઠંડી.

Jan 25, 2020, 09:10 AM IST
People Of Vadodara Are Enjoying The Cold PT5M14S

રાજ્યમાં લોહી થીજાવી દે તેવી ઠંડી, વડોદરાવાસીઓ માણી રહ્યાં છે ઠંડીની મજા

સમગ્ર અમદાવાદ રાજ્યમાં લોહી થીજાવી દે તેવી કડકડતી ઠંડી (coldwave in gujarat) પડી રહી છે. જેમાં સૌથી વધુ કચ્છ થરથર ધ્રૂજી ઉઠ્યું છે. ગુજરાતનું એક પણ શહેર એવું નહિ હોય જે કાતિલ ઠંડીના બાનમાં નહિ હોય. કચ્છના નલિયા (Naliya) નું તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું છે. તો રાજકોટ અને જૂનાગઢનું તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું છે. જોકે, હજી પણ લોકોને આ કોલ્ડવેવમાંથી રાહત નહિ મળી શકે. કારણ કે, હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીની બચવા માટે લોકો વિવિધ પ્રયાસો કરી રહ્યાં છે.

Jan 18, 2020, 11:40 AM IST

વરસાદે દિલ્હીની ઠંડી વધારી, આગામી બે દિવસમાં નીચે જશે પારો, આ રાજ્યોમાં કરા પડવાની શક્યતા

દિલ્હી (Delhi)માં ગુરૂવારે અટકી અટકીને ઘણા વિસ્તારોમાં વરસાદ (rain) પડી રહ્યો છે. વરસાદના લીધે દિલ્હીની ઠંડીમાં વધારો થયો છે. દિલ્હીને અડીને આવેલા નોઇડા, ગાજિયાબાદ અને ગુડગાંવમાં વરસાદ ચાલુ છે. તો બીજી તરફ ભારતમાં ટ્રેનો ધુમ્મસ (fog)ના લીધે ઓછી વિજિવિલિટીના લીધે મોડી ચાલી રહી છે. 

Jan 17, 2020, 08:27 AM IST
Changes in school times due to cold in Rajkot PT4M5S

રાજકોટમાં ઠંડીના કારણે શાળાઓના સમયમાં ફેરફાર

રાજકોટ જિલ્લામાં ઠંડીનું વાતાવરણ જામ્યું છે. ત્યારે ઠંડીને કારણે સ્કૂલ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળાના શૈક્ષણિક કાર્યમાં અડધો કલાકનો ફેરફાર કરાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો હતો. તમામ શાળાઓમાં સમય અડધો કલાક ફેરકકર કરવા આદેશ કર્યો છે. 26 જાન્યુઆરી સુધી સમયમાં ફેરફાર કરવા પરિપત્ર જાહેર કરાયો હતો.

Jan 16, 2020, 10:10 PM IST
Heavy cold covering Gujarat PT3M24S

ગુજરાત હાડ થીજવતી ઠંડીના સકંજામાં

સમગ્ર દેશમાં બરાબર શિયાળો જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત ઠંડીથી ઠુંઠવાઇ ગયું છે. ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ, નલિયામાં તાપમાન 3 ડીગ્રી સુધી નીચે સરકી ગયું. ઠંડી વધવા પાછળનું કારણ રાજયમાં ઉતર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.

Jan 12, 2020, 11:35 AM IST

કાતિલ ઠંડી અને સૂસવાટા મારતા પવનથી ઠુંઠવાયું ગુજરાત, નલિયામાં પારો ગગડીને 4 ડિગ્રીએ પહોંચ્યો

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાત (Gujarat) માં કાતિલ ઠંડી (Cold) નું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના શહેરોના તાપમાનમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતના 6 જેટલા શહેરોમાં તો 10 ડિગ્રી કરતા પણ ઓછું તાપમાન નોંધાયું છે. અત્રે જણાવવાનું કે ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કચ્છના નલિયાનું તાપમાન તો 4 ડિગ્રીએ પહોંચી ગયું. જ્યારે ડીસામાં 6 ડિગ્રી, રાજકોટ અને જૂનાગઢમાં પણ પારો 9 ડિગ્રી પર પહોંચી ગયો. અમદાવાદમાં ગઈ કાલે 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

Jan 11, 2020, 09:08 AM IST
cold wave in Uttar bharat delhi, watch video PT4M47S

ઉ.ભારતમાં હિમવર્ષાનો પ્રકોપ યથાવત, હિમાચલમાં 5 જિલ્લામાં યલો એલર્ટ

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હિમવર્ષાનો પ્રકોપ યથાવત. દિલ્હીના કેટલાક વિસ્તારમાં કરા પડ્યાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ વધી શકે છે ઠંડીનું પ્રમાણ.

Jan 10, 2020, 09:30 AM IST
cold wave in gujarat watch video PT5M13S

ઉ.ભારતમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં લોહી થીજી જાય તેવી ઠંડીની શરૂઆત

ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં લોહી જાય એવી ઠંડીની શરૂઆત થઈ છે. કચ્છના નલિયાનું તાપમાન 3 ડિગ્રી નોંધાતાં લોકો ઠુંઠવાયા. મોટાભાગનાં શહેરોનું તાપમાન 12 ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે.

Jan 10, 2020, 09:15 AM IST
cold wave in gujarat watch video PT3M7S

ગુજરાત ઠંડુગાર, નલિયામાં પારો 7 ડિગ્રીએ પહોંચ્યો

રાજ્યમાં ઠંડીનો પારો ફરી એકવાર તળિયે પહોંચ્યો છે. કચ્છના નલિયામાં 7 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી અને વડોદરા-ગાંધીનગરમાં ઠંડીનો પારો 11 ડિગ્રીએ પહોંચ્યો.

Jan 6, 2020, 10:20 AM IST
Cold With Cloudy Atmosphere In Ahmedabad PT3M28S

અમદાવાદમાં ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ, ધુમ્મસથી હવાની ગુણવત્તા પર ખરાબ

અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે. એક તરફ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ઠંડીની સાથે સાથે વાદળો અને ધુમ્મસના કારણે સૂર્યદેવ ઢંકાઈ ગયા છે. તેમ જ શહેરના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર ખરાબ થઈ હોવાનું નોંધાયું છે.

Jan 2, 2020, 12:15 PM IST
Lord Jagannathji Also Got Warm Clothes As Cold Increased In Ahmedabad PT3M28S

ઠંડીની અસર ભગવાનને પણ થઇ, જગન્નાથજીને ધારણ કરાવાયા ગરમ કપડા

રાજ્યભરમાં હાથ થિજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો ઠંડી વધતા હવે મંદિરોમાં પણ ભગવાનને ગરમ કપડા પહેરાવવામાં આવે છે. જેથી ભગવાનને ઠંડી ન લાગે. ત્યારે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં પણ ભગવાનને ગરમ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. ભગવાનને ધાબળો, સ્વેટર, ગરમ ટોપી પહેરાવવામાં આવ્યા હતા. સાથે જ તેમની બાજુમાં ચાંદીની સગડીથી તાપણું પણ કરવામાં આવ્યું. મહત્વનું છે જેણે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. જે સૌના કર્તા ધર્તા છે. તેમને ગરમી કે ઠંડીનો કોઈ સવાલ નથી. પરંતુ સંવેદનશીલ લોકો ભગવાનને પણ ઠંડી લાગતી હોય તે ભાવથી અને શ્રદ્ધાથી સેવા ચાકરી કરી રહ્યા છે.

Jan 2, 2020, 12:10 PM IST

સમગ્ર ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર યથાવત, જો કે ધુમ્મસમાંથી મળી રાહત, 30થી વધુ ટ્રેનો લેટ

ભીષણ ઠંડીએ આ વખતે અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હી (Delhi)  એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી (Cold) નો પ્રકોપ ચાલુ છે. જ્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને બિહારમાં તાપમાન સતત ઘટી  રહ્યું છે. આ ઉપરાંત ધુમ્મસે (Fog)  પણ ઉત્તર ભારતને બાનમાં લીધુ છે.

Dec 31, 2019, 09:09 AM IST

ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર, પારો ગગડતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, 70થી વધુ ટ્રેનો લેટ

દિલ્હી (Delhi)  એનસીઆર (NCR) સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ઠંડીની ચપેટમાં છે. સોમવારે સવારે દિલ્હી એનસીઆર પર ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી. ધુમ્મસના કારણે ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. 70થી વધુ ટ્રેનો મોડી છે. ગાઢ ધુમ્મસ (Fog) ના કારણે નવી દિલ્હીથી 30 ટ્રેનો  (Train late) મોડી દોડી રહી છે. દિલ્હીના પાલમમાં વિઝિબિલિટી ઝીરો હોવાના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉડાણો પર અસર પડે છે. દિલ્હી એરપોર્ટ પર નોર્મલ ઓપરેશન્સને સસ્પેન્ડ કરાયા છે. ફક્ત CAT III B (ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ) Compliant પાઈલટ ઉતરણ કરી શકે છે.  દિલ્હીમાં સફદરજંગમાં 2.6 ડિગ્રી તાપમાન અને પાલમમાં 2.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

Dec 30, 2019, 09:03 AM IST
Temperatures Reached Minus 1 Degrees In Mount Abu PT3M17S

માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ, તાપમાનનો પારો પહોંચ્યો -1 ડિગ્રીએ

બનાસકાંઠાને અડીને આવેલું રાજસ્થાનનું માઉન્ટઆબુ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યું છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 1 ડીગ્રી પહોંચ્યો છે. માઉન્ટ આબુના ખુલ્લા સ્થળો, સોલાર પ્લેટો, નક્કી ઝીલમાં હોડીયોમાં અને વાહનો પર બરફની હલકી ચાદર પથરાઈ છે. માઉન્ટ આબુમાં આવેલા સહેલાણીઓ ઠંડીની મજા લઈ રહ્યા છે.

Dec 28, 2019, 12:10 PM IST

ઉ.ભારતમાં કોલ્ડવેવનો પ્રકોપ, દિલ્હીમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી, તાપમાન 1.7 ડિગ્રી નોંધાયું

દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આજે સવારે દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો. દિલ્હીમાં તાપમાને આજે તમામ રેકોર્ડ તોડ્યાં. જો કે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ કોલ્ડવેવ (Cold Wave) ની ચપેટમાં છે.

Dec 28, 2019, 09:40 AM IST
Zee 24 Kalak News: Cold Temperatures Increased In These Cities Including Ahmedabad PT26M20S

Zee 24 Kalak News: ઠંડીમાં થીજ્યું ગુજરાત, અમદાવાદ સહિત આ શહેરોમાં ઘટ્યુ તાપમાન

ઉતર પૂર્વના પવનોથી રાજ્યમાં હાડ થિજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે કચ્છના નલિયાનું તાપમાન 5 ડિગ્રીએ પહોંચી ગયું છે. તો બીજી તરફ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં ઠંડી વધી રહી છે.

Dec 27, 2019, 09:55 AM IST

કડકડતી ઠંડીના કારણે અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ, આ તારીખ સુધી રાહત નહી

રાજધાનીમાં ખુબ જ ઠંડી પડી રહી છે પરંતુ હાલ આ ઠંડી તરફથી રાહત મળવાની કોઇ જ શક્યતા જોવા નથી મળી રહી. હવામાનનાં પૂર્વાનુમાન અનુસાર દિલ્હી-એનસીઆર, પંબાજ, હરિયાણા, વેસ્ટ યૂપી, ઇસ્ટ યૂપી, નોર્થ રાજસ્થાનમાં ઠંડીના કારણે ઓરેન્જ એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળો પર ખુબ જ ઠંડી પડવાની સંભાવના છે. આ દરમિયાન ઝાકળ ખુબ જ વધી શકે છે. વિજિબિલિટી 50 મીટર અથવા તેનાથી ઘટી શકે છે. હવામાન વિભાગના અનુસાર 27-29 જેટલી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે. 

Dec 27, 2019, 12:03 AM IST