જાણીલો કડવા લીમડાંના આ મીઠાં ગુણ, 17 જાતની સમસ્યાઓનું થશે સમાધાન

દરેક લોકોના ઘરની આસપાસ કડવા લીમડાનું ઘટાદાર વૃક્ષ હોય છે. પરંતુ શું તમે જાણો છે ટેસ્ટમાં લાગતો કડવો લીમડો તમારા શરીરની જીદ્દી બિમારીઓને દૂર કરે છે. લીમડાના ઝાડ પર થતી લિંબોડી પણ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ચૈત્ર માસમાં લીમડાના ઝાડ પર મૉર આવે છે. તેનું એક અઠવાડિયા સુધી નિયમિત સેવન કરવાથી અનેક સમસ્યામાંથી છુટકારો મળે છે.

જાણીલો કડવા લીમડાંના આ મીઠાં ગુણ, 17 જાતની સમસ્યાઓનું થશે સમાધાન

ઝી બ્યૂરો, અમદાવાદઃ કડવા લીમડાનું વૃક્ષ ભારતમાં ભરમાં ઔષધિય વૃક્ષ તરીકે જાણીતું છે. લીમડાને એન્ટિબાયોટિક તત્વોથી ભરપૂર ઔષધિયરૂપ મનાય છે. ભારત દેશમાં લીમડો પવિત્ર વૃક્ષ તરીકે ઓળખવામાં આવ છે. લીમડો સ્વાદમાં ભલે કડવો હોય,  પણ એનામાં રહેલા ગુણ અમૃત સમાન છે લીમડાથી દરેક સમસ્યાનો ઈલાજ થાય છે. ભારતમાં લીમડો આસાનીથી મળી જાય છે પરંતુ કેટલાક લોકોને તેના અમૃત સમાન ગુણોથી પરિચિત નથી હોતા. તો ચાલો જાણી લઈએ "કડવા લીમડા"ના મીઠા ફાયદા

Jeans: દાયકાઓ પહેલાં મજૂરો માટે બનેલું જીન્સ કેવી રીતે બન્યુ ફેશન, જાણો જીન્સના જન્મથી ફેશન ટ્રેન્ડ તરીકે જમાવટ સુધીની કહાની

કડવા લીમડાના ઔષધીય ગુણ
1) વીંછી ,તીતીઘોડો જેવા ઝેરી કીડા કરડે ત્યારે લીમડાના પાનની પેસ્ટ બનાવી કરડેલી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે અને શરીરના બીજા કોઈ પણ ભાગમાં ઝેર ફેલાવવાથી બચાવ છે.
2) વાગવાનો કે કોઈ પણ પ્રકારનો ઘા પડ્યો હોય ત્યાં લીમડાના પાનની પેસ્ટ બનાવી લાગવવાથી રાહત મળે છે. સાથે ખુજલીની સમસ્યા હોય તો લીમડાના પાનને દહીં જોડે પીસીને તેના પર લગાવવાથી લાભ થશે.
3) કિડનીમાં  પથરી હોય તો લીમડાના  પાનને સુકવીને તેને બાળી દો. અને તેની જે રાખ બને એને ૨ ગ્રામ દરરોજ પાણી સાથે પીવાથી પથરી ઓગળીને મુત્રમાર્ગે બાર નીકળી જશે.
4) મેલેરિયા જેવા ઝેરી તાવ આવે ત્યારે લીમડાની છાલને પાણીમાં ઉકાળી એનો ગાઢો બનાવી લેવો અને તેને દિવસમાં ૩ વાર બે મોટી ચમચી ભરીને પીવો..આ ઉપાયથી તાવ મટી જશે અને કમજોરી પણ દૂર થઈ જશે.
5) ચામડીના રોગો હોય એવા લોકોએ લીમડાનું તેલ ઉપયોગ કરવું અને એ તેલમાં થોડું કપૂર મેળવીને દરરોજ માલીશ કરવાથી ચામડીના રોગમાં ધીમે ધીમે રાહત થાય છે.
6) લીમડાની સળીઓને રોજ ઉકાળીને પીવાથી ખાંસી અને પેટમાં પડતા કીડાઓનો ખાત્મો થાય છે. અને આ લીલી સળીઓને કાચી ચાવવાથી પણ આ લાભ મળે છે.
7) દાંતમાં થતા પાયેરિયાની બીમારી લીમડાનું દાતણ કરવાથી મટી જાય છે અને લીમડાના પાન ચાવવાથી શ્વાસને લગતી બીમારી દૂર થાય છે અને પેઢા અને દાંત મજબૂત બને છે
8) ફેસ પર થતા ખીલમાં પણ લીમડાની છાલને પાણીમાં ઘસીને ખીલ પર લાગવાથી રાહત મળે છે અને લીમડાના પાનની પેસ્ટ બનાવી ત્વચા પર લગાડવાથી ત્વચામાં રહેલા કીટાણુ નાશ પામે છે
9) અપચો અને સંડાસ જવામાં અટકણ થાય તો લીંબોળી ખાવાથી રુકાયેલું મળ બાર આવી જાય છે અને રાહત મળે છે.
10) વાસી ખાવાનું ખાવામાં આવી ગયું હોય અને ઉલ્ટીઓ થતી હોય તો લીમડાની છાલ,સુંઠ અને કાચું મરચું પીસીને તેની ફાકી લેવાથી ત્રણ ,ચાર દિવસ માં પેટ સાફ થઈ જશે .
11) કાનમાંથી પરુ આવતું હોય તો લીમડાનું તેલ અને મધને મેળવીને કાનને સાફ કરવાથી ફાયદો થશે. કાનમાં ખંજવાળ કે દુખાવો થાય તો લિંબોડીને પીસીને એનો રસ કાનમાં નાખવાથી રાહત થાય છે.
12) સાપ કરડ્યો હોય તે વખતે તરત લીમડાના પાનને તે જગ્યા પર ફિટ બાંધી દેવાથી સાપનું ઝેર શરીરમાં ફેલાતું અટકે છે .
13) અઠવાડિયામાં ૨ વાર લીમડાના પાન ઉકાળી તેનું પાણી પીવાથી શરીરના અંદર થતા રોગો અને ઇન્ફેકશનથી બચી શકાય છે અને બીમારીઓથી પણ દૂર રહી શકાય છે.
14) હૃદય રોગ હોય તેવા લોકો લીમડાનું તેલ સેવન કરે તો ફાયદો થાય છે .
15) અછબડામાં પણ લીમડાના પાણીથી ન્હાવામાં આવે તો તેમાં રાહત મળે છે .
16) લીમડામાંથી આવતો ગુંદર ડાયાબિટીસની દવા બનાવવા માટે વપરાય છે .
17) લીમડા ના પાન ની ધૂણી કરવાથી મચ્છર ભાગી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news