શિયાળામાં ડ્રાય સ્કીનને ચમકાવશે રસોડામાં રહેલી આ વસ્તુઓ, આલિયા જેવા થશે ગાલ
skin care tips: વધારે ખર્ચો કરવાની કોઈ જરુર નથી. આપણા ઘરમાં જ એવી કેટલીક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ તમે સ્કિન કેર માટે સરળતાથી કરી શકો છો જાણીએ કેવી રીતે...
Trending Photos
Skin Care: શિયાળામાં ત્વચા શુષ્ક થવી બહુ સામાન્ય વાત છે. પણ ત્વચાને મુલાયમ બનાવી રાખવાના માર્ગો પણ સરળ છે. તમે તમારા ચહેરાની ખોવાયેલી સુંદરતા અને ચમક પરત મેળવી શકો છો. શિયાળામાં સ્કિન સારી રાખવાના કેટલાક ઘરેલુ ઉપાય જી હા... વધારે ખર્ચો કરવાની કોઈ જરુર નથી. આપણા ઘરમાં જ એવી કેટલીક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ તમે સ્કિન કેર માટે સરળતાથી કરી શકો છો જાણીએ કેવી રીતે...
1 - ચેહરાની ચમક માટે કાકડીનો ઉપયોગ
કાકડી નેચરલ ટોનરનું કામ કરે છે. ત્વચા પર દરરોજ કાકડીનો રસ લગાવવાથી ચેહરો ગ્લો કરશે... આ રસનો ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર રહેલા ડાઘ અને કરચલીઓ પણ ઓછી થાય છે. તો વળી કાકડીની સ્લાઇસ કાપીને તેને આંખ પર મૂકવાથી તમારો થાક દૂર થશે અને આંખોને આરામ મળવાની સાથે તેની નીચેના કાળા કુંડાળા પણ દૂર થશે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
2 - લીંબુના રસથી ચહેરા પર બ્લિચિંગ
- હવે વાત કરીએ સુંદરતા માટે લીંબુ કેટલુ ઉપયોગી છે -
લીંબુના રસથી ચહેરા પર બ્લિચિંગ... જી હા પાર્લરમાં જઈને ખર્ચો કરવાની જરુર નથી
લીંબુ એક સારા હીલરનું કામ કરે છે. તેની બ્લિચિંગ ઇફેક્ટ તો સારી છે જ, સાથે તેની સુવાસ પણ તમને તાજગીનો અહેસાસ કરાવે છે. એક ચમચી લીંબુના રસમાં એટલા જ માપની ખાંડ નાંખી ઘૂંટણ અને એડીએ ઘસવાથી પણ ત્યાંની ત્વચા સ્વચ્છ થાય છે. નેચરલ હેર કંડિશનર તરીકે પણ લીંબુ બહુ ફાયદાકારક છે.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
3 - ગ્લો માટે પપૈયુ
ત્વચાની ચમક માટે પયૈયું પણ અકસીર છે. તેનાથી ત્વચાને રાહત મળે છે. રાતે બે ગ્લાસ પાણી સાથે પપૈયાના બે ટૂકડા ખાવાથી તમારું પેટ સાફ રહેશે, આનાથી ત્વચાને લગતી સમસ્યાઓ ઓછી થઇ જશે. કારણ કે જો પેટ સાફ ન રહે તો તેની અસર તરત જ તમારી ત્વચા પર દેખાવા લાગે છે. પપૈયાનો પલ્પ બનાવે તેનો ચહેરા પર મસાજ કરવાથી પણ ચહેરો ચમકવા લાગશે.
4 - બ્લેકહેડ્સ દૂર કરવા ટામેટાંનો ઉપયોગ
બ્લેકહેડ્સ દૂર કરવા શુ કરવુ તો આ સમસ્યા દરેકને હોય છે ત્યારે તેના માટે ખુબ ઉપયોગી છે ટામેટું...
ટામેટામાં એસિડની માત્રા પુષ્કળ હોય છે. માટે તે ઓઇલી ત્વચા માટે ઘણું ફાયદાકારક છે. ટામેટામાં વિટામિન સી અને પોટેશિયમની માત્રા ઘણી વધુ હોય છે. માટે તે ત્વચામાં ચમક જાળવી રાખવા અને બ્લેકહેડ્સને ઓછા કરવામાં બહુ મદદરૂપ હોય છે.
5 - સ્કિન ટાઇટનિંગ માટે બટાકાનો ઉપયોગ
કાચા બટાકા સુંગરતા સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ સામે કારગર સાબિત થાય છે. તે માત્ર આંખોને જ રાહત પહોંચાડવાનું કામ નથ કરતા પણ આંખો નીચેના કાળા ડાઘા પણ ઓછા કરે છે. તેમાં સ્ટાર્ચની માત્રા બહુ હોવાથી તેનો ઉપયોગ સ્કિન ટાઇટનર તરીકે પણ કરી શકાય છે. કાચા બટાકાનો રસ ત્વચા પર ઘસો અને સૂકાયા બાદ તેને સાફ કરી દો. બટાકાનો રસ, લીંબુ, જવનો લોટ, દૂધમાં મિક્સ કરી ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.
આ પણ વાંચો: જો તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હો તો આ રીતે મેળવો વળતર, RBIએ ઘડ્યા છે આ નિયમો
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: તમારાથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે? રૂપિયાને પાછા મેળવવા માટે કરો આ કામ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે