ઇંડાની ખાવાની આ છે સાચી પદ્ધતિ, ભૂલથી પણ આ ભૂલ ન કરતા નહીંતર પસ્તાશો

આ તમામ બાબતો જાણવી ખૂબ જરૂરી છે. તમારે આ તમામ બાબતો જાણવી હોય અને શરીરને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું હોય તો. વાંચી લો આ આર્ટિકલ. 

ઇંડાની ખાવાની આ છે સાચી પદ્ધતિ, ભૂલથી પણ આ ભૂલ ન કરતા નહીંતર પસ્તાશો

શિયાળાની કડકડતી ઠંડી અને તેમાં પણ ઈંડા ખાવની મજા કોને ન આવે, જિમ કરતા લોકો ઈંડા ડાયટમાં સામેલ કરતા હોય છે. અને આસાનીથી વર્ક આઉટ બાદ પ્રોટીન મેળવી લે છે. ઘણા લોકોના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો ડોકટર ઈંડા ખાવાની સલાહ આપે છે.  તજજ્ઞોના કહેવા અનુસાર ઈંડાને કાયમ યોગ્ય રીતે આરોગવા જોઈએ, કેમ કે ખોટી પદ્ધતિએ ઈંડાનું સેવન કરવાથી શરીરને હાની પહોંચે છે. જો તમે ઈંડાનું સેવન કરતા હોવ તો ભૂલો ક્યારેય ન કરો અને દરરોજ સાચી પદ્ધતિથી સેવન કરો. જે તમારા શરીરને ફાયદો આપશે.

સારા સ્વાસ્થ્ય માટે લોકો ઈંડાનું સેવન કરે છે. પરંતુ તમારી અધૂરી જાણકારી અને અયોગ્ય રીતે ઈંડાનું સેવન તમારે સ્વાસ્થય માટે હાનિકારક છે. ઈંડા ખાવા શરીર માટે ફાયદારૂપ છે.પરંતુ કેવી રીતે ખાવા, કયા સમયે ખાવા,રોજના કેટલા ઈંડા ખાવા, સ્રીઓએ રોજે કેટલા ઈંડાનું સેવન કરવું. આ તમામ બાબતો જાણવી ખૂબ જરૂરી છે. તમારે આ તમામ બાબતો જાણવી હોય અને શરીરને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું હોય તો. વાંચી લો આ આર્ટિકલ. 

- એક દિવસમાં કેટલા ઈંડાનુ સેવન કરવું 
 પુરુષોએ ત્રણ ઈંડા યોક(ઈંડાનો પીળો ભાગ) વિના તથા એક ઈંડુ યોક સાથે સેવન કરવુ. જ્યારે સ્ત્રીઓએ એક ઈંડુ યોક વાળુ અને એક ઈંડુ યોક વિનાનુ સેવન કરવુ. એટલે કે પુરુષોએ દિવસમા ચાર ઈંડા તથા સ્ત્રીઓએ બે ઇંડા પોતાના ડાયટમા ઉમેરવા જોઇએ. 

-ઈંડાને બાફવાની યોગ્ય રીત
 જે પણ વ્યક્તિઓ પોતાનુ વજન ઘટાડવા ઈચ્છતા હોય તે વ્યક્તિએ ઈંડાનુ બાફીને સેવન કરવું, પણ ઈંડાને બાફતી વેળાએ તમારે એ વાત નો ખાસ ખ્યાલ રાખવો કે તેને તમારે વધારે સમય સુધી કે વધુ તાપમાનમાં બફાવા દેવાના નથી.

- આ રીતે થાય છે વજનમાં ઘટાડો: 
ઈંડામા પ્રોટીન ખુબ જ મળે છે તથા પ્રોટીનવાળો ખોરાક લેવાથી ભૂખ લાગતી નથી, તેથી વજન ઘટાડવા માટે તમારે પોતાના ડાયેટમા બફાયેલા ઈંડાને અવશ્ય ઉમેરવું. બફાયેલા ઈંડામાં કેલરીનુ પ્રમાણ ઓછુ હોય છે તથા પૌષ્ટિક તત્વ વધુ, વળી ઈંડાને વધુ પૌષ્ટિક બનાવવા માટે બનાવતી વેળાએ તમે તેમા લીલા શાક પણ નાખી શકો છો.

-ઇંડાનુ આ રીતે કરવું સેવન
અનેક વ્યક્તિઓને એવુ લાગતુ હોય છે કે કાચા ઈંડા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય છે પણ ન્યુટ્રીશન તજજ્ઞોના કહેવા અનુસાર પકાવેલા ઈંડા સ્વાસ્થ્ય માટે વધુ અસરકારક સાબિત થાય છે. તેથી તમારે પણ પકાવેલ ઈંડાનું જ સેવન કરવુ. કાચા ઈંડાનુ સેવન કરવાથી ઈંડામાં રહેલા પ્રોટીન નો માત્ર ૫૧% ભાગનું જ શોષણ શરીરને પ્રાપ્ત થાય છે. જ્યારે તેને પકાવી ને આરોગવાથી શરીરને ૯૧% સુધીનું પ્રોટીન મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news