નાસ્તામાં આ 5 વસ્તુનું ન કરો સેવન, ધીમા ઝેરની જેમ કરે છે કામ
બ્રેકફાસ્ટના મહત્વના સમજતા તે જાણવું જરૂરી છે કે કઈ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. યોગ્ય બ્રેકફાસ્ટની પસંદગી તમારા દિવસની શરૂઆતને સ્વસ્થ અને ઉર્જાપૂર્ણ બનાવી શકે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે બ્રેકફાસ્ટમાં કઈ 5 વસ્તુનું સેવન ન કરવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ બ્રેકફાસ્ટ દિવસનો સૌથી જરૂરી આહાર હોય છે. તેમાં શું ખાવું જોઈએ અને શું નહીં, તે જાણવું જરૂરી છે. આજે અમે તમને તેવી પાંચ વસ્તુ વિશે જણાવીશું, જેનું સેવન બ્રેકફાસ્ટમાં ન કરવું જોઈએ. તેનાથી દૂર રહેશો તો તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે.
1. સફેદ બ્રેડ
સફેદ બ્રેડ કે સફેદ બ્રેડ રોલ્સ બ્રેકફાસ્ટમાં ન ખાવો. આ બ્રેડ રિફાઇન્ડ ફ્લોરથી બને છે અને તેમાં પોષક તત્વો હોતા નથી. તે સુગરની જેમ જલ્દી ઉર્જા આપે છે, પરંતુ જલ્દી ખતમ થઈ જાય છે. તેની જગ્યાએ સંપૂર્ણ અનાજ બ્રેડ કે મલ્ટી-ગ્રેન બ્રેડ ખાવો. તેમાં ફાઇબર ભરપૂર હોય છે અને તે લાંબા સમય સુધી ઉર્જા આપે છે.
2. મીઠા અનાજ
મીઠા અનાજ પણ સારા બ્રેકફાસ્ટનો વિકલ્પ નથી. તેમાં વધુ સુગર હોય છે અને તે તમારા બ્લડ સુગર લેવલને જલ્દી વધારે છે. તે થોડો સમય માટે ઉર્જા આપે છે, પરંતુ પછી તમને થાકનો અનુભવ થાય છે. તેની જગ્યાએ ઓછી સુગરવાળા અનાજ કે ઓટમીલ ખાવો.
3. પેસ્ટ્રી અને ડોનટ્સ
પેસ્ટ્રી અને ડોનટ્સ પણ બ્રેકફાસ્ટમાં અવોઇડ કરવા જોઈએ. તે હાઈ સુગર અને અનહેલ્ધી ફેટ્સથી ભરેલા હોય છે. તેને ખાવાથી તમારૂ વજન વધી શકે છે અને હાર્ટની સમસ્યા થઈ શકે છે. હેલ્ધી બ્રેકફાસ્ટમાં ફળ, નટ્સ કે દહીં સામેલ કરો.
4. તળેલા ખાદ્ય પદાર્થ
બ્રેકફાસ્ટમાં તળેલા ખાદ્ય પદાર્થો પણ ન ખાવા જોઈએ. તે અનહેલ્ધી ફેટ્સ અને વધારાની કેલેરીથી ભરેલા હોય છે. તેને ખાવાથી તમારૂ વજન વધી શકે છે અને પાચનની સમસ્યા થઈ શકે છે. તેની જગ્યાએ ઈંડા, ફળનું સેવન કરો.
5. ફ્લેવર્ડ દહીં
ફ્લેવર્ડ દહીં જે માર્કેટમાં મળે છે તેમાં વધુ સુગર અને આર્ટિફિશિયલ ફ્લેવર્સ હોય છે. તે તમારા સ્વાસ્થ્ય માટે સારૂ નથી. પ્લેન દહીં કે ઘરે બનાવેલા દહીંનું સેવન કરો, જે પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે અને પાચનમાં મદદ કરે છે.
બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો જોઈએ જેથી તમે દિવસભર એનર્જેટિક અને ફિટ અનુભવ કરી શકો. આ વસ્તુથી દૂર રહી તમે તમારૂ સ્વાસ્થ્ય સારૂ બનાવી શકો છો. હેલ્ધી બ્રેકફાસ્ટની આદત પાડવી જરૂરી છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે