અમદાવાદમાં ખુલ્લેઆમ ચાલતા પાન-મસાલાના કાળા બજાર, જુઓ વીડિયો

લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા રાજ્યમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે કાળા બજારીયા તમાકુની પ્રોડક્ટ ખુલ્લેઆમ વેચી રહ્યાં છે

અમદાવાદમાં ખુલ્લેઆમ ચાલતા પાન-મસાલાના કાળા બજાર, જુઓ વીડિયો

મૌલિક ધામેચા, અમદાવાદ: કોરોના વાયરસને લઇને લોકડાઉન જાહેર કર્યા બાદ રાજ્યમાં મોટાભાગના બજારો બંધ હોવાથી વ્યસનીઓ તેમની વસ્તુ મળી રહી નથી. જેને લઇને વેપારીઓએ આ વસ્તુના કાળા બજાર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં જ આ પ્રકારના કાળા બજારનો એક વીડિયો વાયરલ થયો છે.

લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા રાજ્યમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે કાળા બજારીયા તમાકુની પ્રોડક્ટ ખુલ્લેઆમ વેચી રહ્યાં છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી સોદાગરની પોળમાં પાન-મસાલા અને તમાકુનું ખુલ્લેમામ વેચાણ કરી રહ્યાં છે.

લોકો પોળમાં ખુલ્લામાં બેસીને ડબલ ભાવે પાન-મસાલા અને તમાકુની પડીકીઓ વેચી રહ્યાં છે. પ્રતિબંધ હોવા છતાંય રોજ સવારે અને રાત્રે વેપારીઓ આ વેપલો ચલાવે છે. ત્યારે આ સમગ્ર કાળા બજારનો એક વીડિયો વાયરલ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news