Youth શા માટે કરે છે ધૂમ્રપાન! કારણ જાણીને ચોંકી ઉઠશો તમે

વિશ્વ તંબાકુ નિષેધ દિવસે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા 1000 યુવાનો પર કરાયેલા ઓનલાઇન સર્વેનાં ચોંકાવનારા પરિણામો આવ્યા

Youth શા માટે કરે છે ધૂમ્રપાન! કારણ જાણીને ચોંકી ઉઠશો તમે

મુંબઇ : વિશ્વ તંબાકુ નિષેધ દિવસ પર આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા 1000 યુવાનો પર કરવામાં આવેલા ઓનલાઇન સર્વેક્ષણ પરથી ખ્યાલ આવે છે કે 23 ટકા યુવાનો (20-35 વર્ષ)  કુલ દેખાવા માટે ધૂમ્રપાન કરે છે, જો કે એવું કરનારા  35-50 વર્ષનાં લોકોની તુલનામાં ઘણી વધારે છે. સર્વેક્ષણ અનુસાર 15 ટકા યુવાનોને ધૂમ્રપાન કરતા પોતાની તસ્વીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં કોઇ પરેશાની નથી. તેનાથી વિરુદ્ધ વધારે ઉંમરનાં 53 ટકા લોકોનું માનવું છે કે ધૂમ્રપાન વ્યક્તિગત્ત મુદ્દો છે અને 23 ટકા લોકોનું માનવું છે કે તેમને સોશ્યલ મીડિયા પર પોતાની આ આંદતને ન દેખાડવી જોઇએ. 

વ્યક્તિની ભાવનાત્મક વિચારસરણી હજી પણ ધૂમ્રપાનનું મુખ્ય કારક બનેલી છે
સર્વેક્ષણ પરથી જાણવા મળે છે કે વ્યક્તિની ભાવનાત્મક વિચારસરણી હજી પણ ધૂમ્રપાનનું મુખ્ય કારણ બનેલી છે. યુવા સમુહો તણાવમાંથી બહાર આવવા માટે ધૂમ્રપાન કરે છે. જ્યારે 35-50 વર્ષનાં વ્યક્તિનાં કાર્યોનું દબાણને તેના માટે જવાબદાર ઠેરવે છે. આ સર્વેક્ષણમાં એવો પણ ખુલાસો થયો છેકે ધૂમ્રપાનની પ્રવૃતીઓ પર જીવનની કેટલીક ઘટનાઓનો પણ પ્રભાવ પડે ચે. જેનાં કારણે વ્યક્તિ ઘણા મોટા પ્રમાણમાં ધૂમ્રપાન કરવા લાગે છે. 

 મહિલાઓમાં 36-50 વર્ષનાં આયુ સમુહની મહિલાઓ વધારે ધુમ્રપાન કરતી જોવા મળી
સર્વેક્ષણમાં રહેલા 37 ટકા લોકોએ સ્વિકાર્યું કે નોકરી મેળવ્યા બાદ તેમણે ધૂમ્રપાન વધારી દીધું છે. મહિલાઓમાં 36-50 વર્ષનાં સમુહની મહિલાઓ વધારે ધૂમ્રપાન કરતી જોવા મળી. સર્વેમાં સમાવિશ્ષ 60 ટકા લોકોએ સ્વિકાર કર્યો કે તેમણે ધૂમ્રપાન છોડવા માટે ક્યારે પણ પ્રયાસ નથી કર્યો, કારણ કે આ આદત તેમનાં વશમાં જ નથી. જે લોકોએ તેને છોડવાનો પ્રયાસો કર્યો તેમણે પરિવારનાં દબાણ અને સ્વાસ્થય સંબંધી ચિંતાઓનાં કારણે પ્રયાસ કર્યો હતો. 

સર્વે અંગે પ્રતિક્રિયા આપતા આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીનાં અંડરરાઇટિંગ, ક્લેમ્સ અને રીઇન્શ્યોરન્સ પ્રમુખ સંજય દત્તાએ કહ્યું કે, ધૂમ્રપાનની આદત ચિકિત્સકીય સ્વરૂપે હાનિકારક સાબિત થઇ ચુકી છે. એટલું જ નહી તેનાં કારણે વધારે ચિંતાની વાત છે કે યુવા પેઢી આ આંદતને સતત અપનાવી રહી છે. જેમાંથી કેટલાક લોકોનું માનવું છે કે આ આદતનાં કારણે તે કુલ દેખાય છે. 

ધૂમ્રપાનની ઓછી ઉંમરનાં યુવાનો અને કિશોરો પર ઉંડી અસર થાય છે. આ આયુષ્ય ઘટાડે છે. ગંભીર બિમારીઓની કારક બને છે અને સુખદ અને સ્વસ્થય જીવનની સંભાવનાઓને ઘટાડે છે. માટે ધૂમ્રપાન કરનારા લોકો તેનાં પ્રભાવો અંગે સચેત કરવાને પોતાની જવાબદારી માને અને તેમને ધૂમ્રપાન છોડવા માટેની અપીલ કરે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news