Astro Upay: મંદિરમાં દીવો કરો ત્યારે નીચે રાખો આ વસ્તુ, ઘરની તિજોરી નહીં રહે ખાલી

Astro Upay: ઘરના મંદિરમાં સવારે અને સાંજે તમે પણ દીવો કરતા હશો. આ દીવો પ્રજ્વલિત કરતા પહેલા તેની નીચે કેટલાક અનાજ રાખવાથી ઘણા ફાયદા થાય છે. દીવા નીચે ચોખા, ઘઉં સહિત અલગ અલગ અનાજ રાખી શકાય છે. દરેક અનાજનું મહત્વ પણ અલગ હોય છે. 

Astro Upay: મંદિરમાં દીવો કરો ત્યારે નીચે રાખો આ વસ્તુ, ઘરની તિજોરી નહીં રહે ખાલી

Astro Upay: સનાતન ધર્મમાં પૂજા કરવાના ઘણા નિયમો સમજાવવામાં આવ્યા છે. ઘરમાં પૂજા સમયે દીવો પ્રગટાવવો ફરજિયાત છે. કહેવાય છે કે કોઈપણ પૂજા કે શુભ કાર્યમાં અગ્નિદેવની પૂજા કરવી જરૂરી છે. સવારે અને સાંજે પૂજા સમયે ઘરોમાં દીવા પ્રગટાવવાની પરંપરા વર્ષોથી છે. દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય  તે ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરે છે. દીવો પ્રગટાવતી વખતે દીવા નીચે અનાજ રાખવાથી શુભ ફળ મળે છે.  

ચોખા

ચોખાને પવિત્ર માનવામાં આવે છે. પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ચોખાને દીવા નીચે રાખવાથી ધનની હાનિ અટકે છે.

આ પણ વાંચો:

અડદની દાળ

શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિને વારંવાર ખરાબ નજર લાગી રહી હોય તો અડદની દાળને દીવા નીચે રાખવી જોઈએ અને આ દીવો પશ્ચિમ દિશામાં કરવો જોઈએ. તેનાથી ખરાબ નજર ઉતરી જાય છે.

ચણાની દાળ

ઘરની ઉત્તર દિશામાં ચણાની દાળ ઉપર તેલનો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી આર્થિક સંકટ દૂર થઈ જાય છે.

ઘઉં
 
ઘઉં એક એવું અનાજ છે જેને દીવા નીચે રાખવાથી ઘણા ફાયદા થાય છે. તેને દીવા નીચે રાખીને દીવો પ્રગટાવવાથી ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news