સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વકીલે પોતાના પાર્ટનરને આ રીતે પ્રપોઝ કર્યું, તસવીર થઈ વાયરલ
Same Sex Marriage: સમલૈંગિક લગ્ન અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યાના એક દિવસ બાદ 18 ઓક્ટોબરે એક ગે યુગલે સુપ્રીમ કોર્ટની સામે જ એકબીજાને રિંગ પહેરાવી.
Trending Photos
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)દ્વારા સમલૈંગિક લગ્ન પર ઐતિહાસિક ચુકાદો અપાયાના એક દિવસ બાદ એટલે કે 18 ઓક્ટોબરે એક સમલૈંગિક કપલે સુપ્રીમ કોર્ટની સામે એક-બીજાને રિંગ પહેરાવી છે. તેની તસવીર વાયરલ થઈ રહી છે. લવ અને કમિટમેન્ટની આ તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા એક્સ પર આ તસવીરો અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એક યૂઝર કોરિયાએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું- કાલે ઝટકો લાગ્યો. આજે @utkarsh__saxena અને હું તે કોર્ટમાં પરત ગયા જેણે અમારા અધિકારીનો અસ્વીકાર કર્યો, અને રિંગ એક્સચેન્જ કરી.
સુપ્રીમ કોર્ટની સામે કર્યું પ્રપોઝ
તેણે કેપ્શનમાં આગળ લખ્યું, 'તેથી આ સપ્તાહ કાયદાકીય નુકસાન વિશે નહોતું, પરંતુ અમારી એન્ગેજમેન્ટ વિશે હતું. અમે એક દિવસ ફરી લડવા માટે ફરીશું.' આ તસવીરમાં સુપ્રીમ કોર્ટનું બેકગ્રાઉન્ડ જોઈ શકાય છે. ઉત્કર્ષ સક્સેના ઘુંટણ પર બેસી રિંગની સાથે પોતાના જીવન સાથીને પ્રપોઝ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થયા બાદ લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. અનેક લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે.
Yesterday hurt. Today, @utkarsh__saxena and I went back to the court that denied our rights, and exchanged rings. So this week wasn't about a legal loss, but our engagement. We'll return to fight another day. pic.twitter.com/ALJFIhgQ5I
— Kotia (@AnanyaKotia) October 18, 2023
પોસ્ટ પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું- પ્રેમ એક મૌલિક અધિકાર છે. શુભકામનાઓ. એક અન્ય યૂઝરે કહ્યું- ઓહ, આ તો ખુબ સુંદર છે. તો અન્ય ત્રીજા વ્યક્તિએ કહ્યું- શુભેચ્છાઓ. હંમેશા તમારા લોકોનું સમર્થન કરું છું. આ રીતે એક્સ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને બંનેને અભિનંદન પાઠવી રહ્યાં છે.
સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરે સમલૈંગિક લગ્ન પર ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે તે સમલૈંગિક લગ્નને કાયદાકીય રીતે માન્યતા ન આવી શકે કારણ કે તે સંસદની અંદર આવે છે. કોર્ટે આ કપલને બાળક દત્તક લેવાની પણ મંજૂરી આપી નથી. 3-2ની બહુમતીથી આવેલા નિર્ણયે ભારતમાં એલજીબીટીક્યૂ+ સમુદાયના અનેક સભ્યોને નિરાશ કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે