પુરૂષો માટે આવ્યું ગર્ભ નિરોધક ઈન્જેક્શન, ICMRના ટેસ્ટિંગમાં થયું પાસ, જાણો કઈ રીતે કરે છે કામ
ICMR Male Contraceptive: મહિલાઓ માટે ઘણા પ્રકારના પરિવાર નિયોજન ઉપાય ઉપલબ્ધ છે. હવે પુરૂષો માટે ઈન્જેક્શન આવી ગયું છે. ICMR નો ત્રણસોથી વધુ લોકો પર ટેસ્ટ સફળ થયો છે. તેમાં કોઈ ગંભીર સાઇડ-ઇફેક્ટ સામે આવી નથી. તેનાથી 99 ટકા સુધી પ્રેગનેન્સી રોકી શકાય છે.
Trending Photos
ICMR Male Contraceptive: પુરૂષો માટે પ્રથમ ભારતીય ગર્ભ નિરોધક ઈન્જેક્શન આવી ગયું છે. ખુદ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR)પોતાના રિસર્ચ બાદ તેને પાસ કર્યું છે. ખાસ વાત છે કે આ ઈન્જેક્શન લેવું સરળ છે અને તે ખુબ પ્રભાવી છે. આઈસીએમઆરના રિસર્ચ પ્રમાણે આ ઈન્જેક્શન પ્રેગનેન્સીને રોકવામાં 99 ટકા સુધી અસરકારક છે. આ સિવાય તેને લઈને આઈસીએમઆરના રિપોર્ટમાં અન્ય વાતો પણ સામે આવી છે.
7 વર્ષના રિસર્ચ બાદ આવ્યું Risug ઈન્જેક્શન
પુરૂષ ગર્ભ નિરોધક RISUG નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આઈસીએમઆરને 7 વર્ષ લાગી ગયા. આઈસીએમઆરે તેના રિસર્ચ માટે 303 સ્વસ્થ પરિણીત પુરૂષને આ ઈન્જેક્શન આપ્યું અને 7 વર્ષના ફોલોઅપ બાદ તારણ સામે આવ્યું છે. હકીકતમાં આ ઈન્જેક્શન નોન હાર્મોનલ ઈન્ઝેક્ટેબલ ગર્ભનિરોધક ( Non hormonal injectable male contraceptive)છે. તે રિવર્સિબલ ઇનહિબિશન ઓફ સ્પર્મ (RISUG)સુરક્ષિત અને પ્રભાવકારી છે. આ રિસર્ચને ઈન્ટરનેશનલ ઓપન એક્સેસ જર્નલ એન્ડ્રોલોજી ( journal Andrology)માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
પ્રેગનેન્સી રોકવામાં 99 ટકા પ્રભાવી છે આ ઈન્જેક્શન
રિસર્ચમાં સામે આવ્યું છે કે પ્રેગનેન્સી રોકવામાં આ ઈન્જેક્શન લગભગ 99.02% સુધી પ્રભાવી રહ્યું છે. ખાસ વાત છે કે એકપણ મામલામાં પ્રેગનેન્સીની વાત સામે આવી નથી. ન લોકોને કોઈ સાઇડ ઇફેક્ટ થઈ છે. આ સિવાય તે કોન્ટ્રાસેપ્ટિવ 13 વર્ષ સુધી કામ કરી શકે છે. એટલે કે એકવાર ઈન્જેક્શન લગાવ્યા બાદ તે 13 વર્ષ સુધી કામ કરતું રહેશે.
કઈ રીતે કામ કરે છે આ ગર્ભનિરોધક ઈન્જેક્શન?
દરેક ટેસ્ટિકલમાં સ્પર્મ ડક્ટ થાય છે અને અહીંથી પેનિસ સુધી સ્પર્મ પહોંચે છે. આ ઈન્જેક્શનને સ્પર્મ ડક્ટમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. RISUG ને એક બાદ એક, બંને સ્પર્મ ડક્ટ્સમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. ઈન્જેક્શનવાળી જગ્યા પર લોકલ એનેસ્થીસિયા આપવામાં આવે છે. ઈન્જેક્શન લાગ્યા બાદ પોઝિટિવ ચાર્જવાળા સમપર્મ, ડક્ટની દીવાલોમાં ચોંટી જાય છે. જ્યારે તે નેગેટિવ ચાર્જ્ડ સ્પર્મના સંપર્કમાં આવે છે તો નષ્ટ થઈ જાય છે. તેનાથી તે ઈંડાને ફર્ટિલાઇઝ ન કરી શકે અને પ્રેગનેન્સીને રોકવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે