GUJARAT CORONA UPDATE: નવા 10019 કેસ,4831 રિકવર, 2 નાં મોત

ગુજરાતમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધતા જઇ રહ્યા છે. ત્યારે આજે ઉતરાયણના દિવસે કોરોનાના નવા 10019 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 4831 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,40,971 દર્દી રિકવર થયા હતા. જેના પગલે કોરોનાના રિકવરી રેટ 92.73 ટકાએ પહોંચી ચુક્યો હતો. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 38,446 નાગરિકોનું રસીકરણ થયું હતું.
GUJARAT CORONA UPDATE: નવા 10019 કેસ,4831 રિકવર, 2 નાં મોત

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધતા જઇ રહ્યા છે. ત્યારે આજે ઉતરાયણના દિવસે કોરોનાના નવા 10019 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 4831 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,40,971 દર્દી રિકવર થયા હતા. જેના પગલે કોરોનાના રિકવરી રેટ 92.73 ટકાએ પહોંચી ચુક્યો હતો. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 38,446 નાગરિકોનું રસીકરણ થયું હતું.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 55798 એક્ટિવ કેસ છે. જે પૈકી 54 નાગરિકો વેન્ટીલેટર પર છે. 55744 નાગરિકો સ્ટેબલ છે. 8,40,971 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10144 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે 2 નાગરિકોનાં મોત થયા હતા. નવસારીમાં 1 તથા વલસાડમાં 1 નાગરિકનું મોત થયું હતું. 

નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશને 3090, સુરત કોર્પોરેશન 2986, વડોદરા કોર્પોરેશન 1274, રાજકોટ કોર્પોરેશન 296, સુરત 273, ભાવનગર કોર્પોરેશન 225, વલસાડ 183, ગાંધીનગર કોર્પોરેશન 142, નવસારી 140, ભરૂચ 118, મહેસાણા 104, કચ્છ 101, વડોદરા 99, જામનગર કોર્પોરેશન 79, રાજકોટ 77, અમદાવાદ 74, સાબરાંકાંઠા 70, ખેડા 69, આણંદ 65, પાટણ 65, ગીર સોમનાથ 56, જુનાગઢ કોર્પોરેશન 49, અમરેલી 44, ગાંધીનગર 38, મોરબી 38, બનાસકાંઠા 37, પંચમહાલ 31, ભાવનગર 30, દાહોદ 27, સુરેન્દ્રનગર 27, દેવભુમી દ્વારકા, 24, પોરબંદર 23, તાપી 18, જામનગર 14, મહીસાગર 13, નર્મદા 7, ડાંગ 6, જુનાગઢ 3, અરવલ્લી 2, છોટાઉદેપુર 2, બોટાદ 2 થઇને કુલ 10019 કેસ નોંધાયા હાત. 

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3ને પ્રથમ અને 161 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1028ને પ્રથણ 4731 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 5679ને પ્રથણ 12277 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 7550 ને પ્રથમ તથા 7017 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 38446 રસીના ડોઝ અપાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news