29 જૂનથી શરૂ થશે બાબા બર્ફાનીની યાત્રા, આ વર્ષે ભક્તોને અનેક નવી સુવિધાઓ મળશે
જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથની યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા 19 ઓગસ્ટ સુધી ચાલશે.
Trending Photos
નવી દિલ્હીઃ 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે... 19 ઓગસ્ટ સુધી ચાલનારી યાત્રામાં બાબા બર્ફાનીના દર્શન માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે... ત્યારે કેદારનાથથી કેટલી મુશ્કેલ છે અમરનાથ યાત્રા?... કેટલાં કિલોમીટર સુધી બરફમાં ચાલવું પડે છે?.... જોઈશું આ રિપોર્ટમાં..
આરાધ્ય દેવ મહાદેવના ભક્તો માટે ખુશખબર છે... કેમ કે ચારધામ યાત્રા બાદ હવે અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે.... અમરનાથ યાત્રા પર આવનારા બાબા બર્ફાનીના ભક્તો માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.....
આ દ્રશ્યો જમ્મુ કાશ્મીરના રામબન વિસ્તારના છે... અહીંયા અમરનાથ યાત્રાએ આવતાં શ્રદ્ધાળુઓના વાહનો માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે... જેથી તેમને ટ્રાફિક જામમાં હેરાન નહીં થવું પડે....
અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સાથે સાથે ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે.. જ્યાં શિવભક્તોમાં રજિસ્ટ્રેશન માટે ભારે ધસારો જોવા મળ્યો...
અમરનાથ ગુફા 3880 મીટરની ઉંચાઈ પર આવેલી છે...
અમરનાથ યાત્રાના બે રૂટ છે....
પહલગામના રસ્તે લગભગ 45 કિમી બાદ ગુફા સુધી પહોંચી શકાય છે...
આ આખી યાત્રામાં 3 દિવસનો સમય લાગે છે....
ચંદનવાડી, શેષનાગમાં પડાવ બાદ ગુફા સુધી પહોંચી શકાય છે....
બાલટાલના રસ્તે પણ ગુફા સુધી પહોંચી શકાય છે...
અહીંયા 14 કિલોમીટર સુધી ઉપર ચઢવું પડે છે...
આ રૂટના રસ્તા સારા ન હોવાથી લોકો ઓછો પસંદ કરે છે...
હાલ તો અમરનાથ યાત્રા જવા ઈચ્છુક ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે... 29મી જૂનથી જ્યારે યાત્રા શરૂ થશે ત્યારે માર્ગ બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે