લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, જાણો કેટલું શક્તિશાળી છે આ પદ

રાહુલ ગાંધી  નેતા વિપક્ષ બનવાથી સરકારના આર્થિક નિર્ણયની સતત સમીક્ષા કરી શકશે અને સરકારના નિર્ણય પર ટિપ્પણી કરી શકશે. રાહુલ ગાંધીથી લોક લેખા સમિતિના પ્રમુખ પણ બની જશે, જે સરકારના તમામ ખર્ચની તપાસ કરે છે અને તેની સમીક્ષા બાદ ટિપ્પણી પણ કરે છે. 

લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, જાણો કેટલું શક્તિશાળી છે આ પદ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર કોંગ્રેસ રાષ્ટ્રીય રાજનીતિમાં ફરી મજબૂત બની.... જેમાં રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા.... ત્યારે વિપક્ષના નેતાનું પદ શું હોય છે?... વિપક્ષના નેતાને કઈ સુવિધાઓ મળે છે?... જોઈશું આ અહેવાલમાં....

કોંગ્રેસે 2024ની લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યુ... જેની અસર લોકસભામાં પણ જોવા મળી.... કેન્દ્ર સરકારે જે પદ 10 વર્ષ સુધી ખાલી રાખ્યું હતું... તે વિપક્ષનું પદ પણ આપોઆપ મળી ગયું.... તેની સાથે જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને હવે કેબિનેટ મંત્રી સમકક્ષ દરજ્જો મળી ગયો છે..... ત્યારે તેમની કઈ શક્તિ અને અધિકાર મળ્યાં તેના પર નજર કરીએ તો....

કેબિનેટ મંત્રી બરાબર રેન્ક...
સરકારી સુવિધાથી સજ્જ બંગલો....
સચિવાલયમાં પોતાની ઓફિસ...
ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા...
ફ્રીમાં હવાઈ મુસાફરી....
ફ્રીમાં રેલવે મુસાફરી....
સરકારી ગાડી કે વાહન ભથ્થું....
3.30 લાખ રૂપિયા માસિક પગાર...
પ્રતિ મહિને સત્કાર ભથ્થું....
દેશની અંદર વર્ષમાં 48થી વધુ પ્રવાસનું ભથ્થું...
ટેલિફોન, સચિવ સહાયતા અને મેડિકલ સુવિધા મળશે....

રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનતાં તે ગાંધી પરિવારના ત્રીજા સભ્ય બની ગયા, જેમણે લોકસભામાં આ ભૂમિકામાં હશે.... આ પહેલાં...
રાજીવ ગાંધી 18 ડિસેમ્બર 1989થી 24 ડિસેમ્બર 1990 સુધી વિપક્ષના નેતા હતા. ત્યારબાદ સોનિયા ગાંધી 13 ઓક્ટોબર 1999થી 6 ફેબ્રુઆરી 2004 સુધી વિપક્ષના નેતા રહ્યા.

લોકસભામાં વિપક્ષના નેતાનું કામ સદનના નેતાથી વિપરીત હોય છે... પરંતુ તેમ છતાં પણ આ જવાબદારી સદનમાં ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાઓને વર્ષ 1977માં બંધારણીય માન્યતા આપવામાં આવી હતી.... વિપક્ષના નેતાનો ઉલ્લેખ બંધારણમાં નહીં પરંતુ સંસદીય સંવિધિમાં છે.... રાહુલ ગાંધીની ભૂમિકા બંધારણીય પદોની નિયુક્તિમાં મહત્વની રહેશે.... કેમકે...
લોકપાલની નિમણૂંક...
CBI ડાયરેક્ટરની નિયુક્તિ...
મુખ્ય ચૂંટણી અધિકારી, ચૂંટણી અધિકારીની નિયુક્તિ....
સેન્ટ્રલ  વિજિલન્સ કમિનરની નિમણૂંક...
સેન્ટ્રલ ઈન્ફર્મેશન અધિકારીની નિમણૂંક...
NHRC પ્રમુખની પસંદગી....
આ તમામ પસંદગી સાથે સંબંધિત કમિટીના સભ્ય રહેશે....
તેમની નિયુક્તિમાં વિપક્ષના નેતાનો રોલ રહેશે....
આ પેનલના સભ્ય તરીકે વિપક્ષના નેતા સામેલ રહેશે...

રાહુલ ગાંધીને અઢી દાયકાની રાજનીતિ પછી મોટું બંધારણીય પદ મળ્યું છે.... આ પદની સાથે તે વિપક્ષની ગઠબંધનના પીએમ ફેસના સ્વાભાવિક દાવેદાર પણ બની શકે છે.... ત્યારે આશા રાખીએ કે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી દમદાર અને અસરકારક ભૂમિકા ભજવે અને લોકોના પ્રશ્નોને સડકથી લઈ સંસદ સુધી ઉઠાવે....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news