amarnath yatra: આ વર્ષે પણ કોરોનાને કારણે રદ્દ થઈ અમરનાથ યાત્રા, શ્રદ્ધાળુઓ ઓનલાઇન કરી શકશે દર્શન
કોરોના મહામારીને કારણે સતત બીજા વર્ષે અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાને રાખવા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જોતા અમરનાથ યાત્રા રદ્દ (Amarnath yatra 2021) રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-19ને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઈ છે. પરંતુ શ્રદ્ધાળુઓ 28 જૂનથી ઓનલાઇન દર્શન કરી શકશે. શ્રી અમરનાથ છડી મુબારક 22 ઓગસ્ટે ગુફામાં લાવવામાં આવશે.
આ પહેલાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શુક્રવારે કહ્યુ કે, સરકાર જલદી વાર્ષિક અમરનાથ તીર્થયાત્રા આયોજીત કરવાનો નિર્ણય કરશે, પરંતુ સાથે તે પણ સ્પષ્ટ કર્યું હતું કે લોકોના જીવ બચાવવા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
હિમાલયના ઉંચાઈ વાળા ભાગમાં 3880 મીટર ઉંચાઈ પર સ્થિત ભગવાન શિવના ગુફા મંદિર માટે 56 દિવસીય યાત્રા 28 જૂનના પહલગામ અને બાલટાલ માર્ગોથી શરૂ થવાની હતી અને આ યાત્રા 22 ઓગસ્ટે સમાપ્ત થવાની હતી.
આ પણ વાંચોઃ સોનિયા ગાંધીએ બોલાવી કોંગ્રેસના રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ અધ્યક્ષોની બેઠક, આ મુદ્દે થશે ચર્ચા
તે પૂછવા પર શું આ વર્ષે અમરનાથ તીર્થયાત્રા થશે, સિન્હાએ અહીં સંવાદદાતાઓને કહ્યુ- હું પહેલા કહી ચુક્યો છું કે લોકોના જીવ બચાવવા જરૂરી છે. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખતા અમે જલદી નિર્ણય કરીશું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં મહામારીને કારણે તીર્થયાત્રા રદ્દ કરી દેવામાં આવી હતી. આ પહેલા સિન્હાએ વિકાસ વિકાસ કાર્યો સિવાય જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, કેન્દ્ર સરકાર તથા જમ્મુ કાશ્મીર પ્રશાસનના સર્વોચ્ચ સુરક્ષા અને ગુપ્તચર તંત્રના અધિકારી સામેલ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે