Congress: સોનિયા ગાંધીએ બોલાવી કોંગ્રેસના રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ અધ્યક્ષોની બેઠક, આ મુદ્દે થશે ચર્ચા

કોંગ્રેસની આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે કોઈ વરિષ્ઠ નેતાઓએ બળવાનું રૂપ અપનાવ્યું છે. આ સિવાય રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આંતરીક વિવાદ ચાલી રહ્યો છે. 

Congress: સોનિયા ગાંધીએ બોલાવી કોંગ્રેસના રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ અધ્યક્ષોની બેઠક, આ મુદ્દે થશે ચર્ચા

નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી છે. તેમણે 24 જૂને પાર્ટીના મહાસચિવો, રાજ્યના પ્રભારીઓ અને પ્રદેશ અધ્યક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. પરંતુ તે સ્પષ્ટ નથી કે આ બેઠકમાં ક્યા મુદ્દાને લઈને વાત થશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં બાલની રાજકીય સ્થિતિને લઈને કેટલાક પ્રસ્તાવ પાસ કરવામાં આવી શકે છે. આ સિવાય કોંગ્રેસમાં જારી આંતરિક વિવાદને લઈને પણ વાત થઈ શકે છે. 

મહત્વનું છે કે કોંગ્રેસની આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે કોઈ વરિષ્ઠ નેતાઓએ બળવાનું રૂપ અપનાવ્યું છે. આ સિવાય રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આંતરીક વિવાદ ચાલી રહ્યો છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ એકબીજાની વિરુદ્ધ આવી ગયા છે. આ સિવાય રાજસ્થાનની વાત કરીએ તો સચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ મોર્ચો ખોલી રાખ્યો છે, તો બીએસપીથી આવેલા 6 ધારાસભ્યો અને 13 અપક્ષ ધારાસભ્યો પણ સત્તામાં ભાગીદારી માંગી રહ્યાં છે. તેના કારણે લીડરશિપ પણ મુશ્કેલીમાં છે અને હાલમાં કોઈ હલ દેખાતો જોવા મળી રહ્યો નથી. 

— ANI (@ANI) June 21, 2021

સૂત્રોએ જણાવ્યું કે કોરોના સંક્રમણને લઈને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી રહેલા સર્વેને લઈને ચર્ચા કરવામાં આવશે. આ સિવાય અન્ય રાજકીય સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે જેમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પણ સામેલ છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાનારી આ બેઠક 24 જૂને સવારે 10 કલાકે શરૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news